જ્યોતિષ શાસ્ત્ર

દિવાળી પર ભૂલથી પણ આ 5 ચીજો કોઈને ભેટ સ્વરૂપે ના આપો અને ના લો, નહીંતર માં લક્ષ્મી રૂઠી જશે

ખાસ મૌકા પર એક બીજાને ભેટ આપવી અને લેવી એક એવો ટ્રેન્ડ છે. જે એકબીજાના પ્રેમમાં વધારો કરે છે. આ ટ્રેન્ડ સદીઓથી ચાલતો આવી રહ્યો છે. આપણે બધા ભેટ આપવામાં અને લેવામાં ખુશી અનુભવીએ છીએ. ભેટ આપવી ખુબ જ સારી વાત છે પણ ગિફ્ટ આપવાના સમયે એ સમજવું ખુબ જ જરૂરી છે કે જે ગિફ્ટ આપી રહ્યા છે તે તેવું હોવું જોઈએ કે સામે વાળાને તે તરત જ પસંદ આવી જાય. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઉપહાર આપવાના અમુક નિયમો છે જે આપણે ધ્યાનમાં લેવા જોઈએ.ગિફ્ટ આપવાની અને લેવાની સીધી જ અસર આપણી આર્થિક સ્થિતિ પર પડે છે. આજે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ કે દિવાળી પર કઈ ચીજો આપણે કોઈને ભેટ સ્વરૂપે આપવી ન જોઈએ અને ન તો લેવી જોઈએ કેમ કે તેને ખાસ અવસરો પર અશુભ માનવામાં આવે છે.
આ છે 5 હિંસક ઉપહાર.

1. હિંસક જાનવરો ની તસ્વીર: કોઈને ગિફ્ટ  સ્વરૂપે હિંસક જાનવરોની તસ્વીર ન આપવી જોઈએ અને ન તો લેવી જોઈએ. આવી તસ્વીરો ઉપહારમાં દેવાથી ઘરમાં અશાંતિનો માહોલ બને છે.

2. ડૂબી રહેલા જહાજની તસ્વીર: ભેટ સ્વરૂપે કયારેય કોઈને ડૂબતા જહાજની તસ્વીર ગિફ્ટ ન કરવી જોઈએ, તેનાથી આર્થિક નુકસાન થઇ શકે છે. સાથે જ કર્જ પણ વધે છે. જે ખુબ જ અશુભ માનવામાં આવે છે.

3. ધારદાર હથિયાર:ધારદાર હથિયારો ન તો કોઈ ને આપવા કે ન તો લેવા. આવા ગિફ્ટ લેવાથી ઘરમાં કલેશ વધે છે અને અશાંતિનો માહોલ સર્જાય છે.

4. કાળા રંગની વસ્તુઓ:ગિફ્ટ માં કોઈને કાળા કપડા આપવાથી બચવું જોઈએ. આવું કરવું પણ અશુભ માનવામાં આવે છે. કાળા રંગના કપડા ઉપહારમાં આપવાથી અપશુકુન બને છે.

5. જૂતા, પગરખાં: ઉપહારના સ્વરૂપે કોઈને પણ જૂતા આપવા ન જોઈએ, આવું કરવા પર તમારા સંબંધ ખરાબ થઇ શકે છે અને ગિફ્ટ લેનાર વ્યક્તિ પણ તમારા જીવનથી દૂર જઈ શકે છે.