સાંસ્કૃતિક, ધાર્મિક, વૈવિધ્ય ધરાવતા આપણા મહાન દેશ ભારતમાં અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ દિવસે નવું વર્ષ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં વસતાં વિવિધ સમુદાયોમાં પણ એક કરતાં વધુ નવાં વર્ષ ઊજવાય છે.
રાજ્યભરમાં અને અમુક કિસ્સાઓમાં ધર્મને આધારે પણ અલગ-અલગ દિવસે લોકો નવું વર્ષ ઊજવે છે. જયારે વૈશાખના પ્રથમ દિવસે પંજાબીઓનું નવું વર્ષ બૈસાખી ઊજવવામાં આવે છે તો ચૈત્ર મહિનાના પહેલા દિવસે મરાઠી અને કોંકણી લોકોનું નવું વર્ષ ગુડી પડવો ઊજવાય છે.
હિંદુ સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. 14 નવેમ્બરે આપણે નવું વર્ષ ઉજવ્યું હતું. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. દિવાળીમાં દેવી લક્ષ્મી પ્રસન્ન થાય તો આખું વર્ષ સુખ-સમૃદ્ધિથી ભરેલું રહે છે. આ વર્ષે પણ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક રાશિઓ માટે દિવાળી પછીનો સમય ખૂબ જ ખાસ રહેવાનો છે. તે જ સમયે, કેટલાક લોકો માટે, આ મહિનો આર્થિક રીતે ખૂબ જ સાવચેત રહેવાનો છે. ચાલો જાણીએ.
મેષ – મેષ રાશિના લોકોને નવેમ્બર મહિનામાં આર્થિક ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે. ક્યારેક ધન લાભ થશે તો ક્યારેક ખર્ચ વધુ થશે. બજેટ બનાવીને ચાલવુ વધુ સારું રહેશે અને જોખમી વ્યવહારો ન કરો.
વૃષભઃ- વૃષભ રાશિના લોકોએ વધારાના ખર્ચાથી બચવું જોઈએ. લોન લેવડદેવડમાં સાવધાની રાખો. બને ત્યાં સુધી લોન ન લેવી. માત્ર દેખાડો કરવા માટે પૈસા ખર્ચશો નહીં.
મિથુન – મિથુન રાશિના લોકો માટે આ મહિનો સરેરાશ રહેશે. જોકે શરૂઆતના ટાઈમમાં તમારી આવક અચાનક જ વધી શકે છે, પણ પાછળથી ખર્ચ પણ વધશે. તેથી, આખો મહિનો સમજદારીપૂર્વક પસાર કરવો જોઈએ.
કર્ક – નવા વર્ષ પછી કર્ક રાશિના લોકો માટે આ મહિનો અદ્ભુત રહેશે. આ મહિને તેઓ ખૂબ જ કમાણી કરશે. ઈન્વેસ્ટ કરેલા રૂપિયા પણ મળશે. પરંતુ વધુ લાલચ કરવાનું ટાળવું જોઈએ.
સિંહ – આ રાશિના લોકો માટે પણ આ મહિનો સારો રહેશે. આવકમાં વધારો થશે. પ્રગતિ થશે. તમને ઈન્ક્રીનેમ્ટ અથવા નફો મળી શકે છે.
કન્યા – આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે પરંતુ તેમને પૈસાની તંગી નહીં રહે. મહિનો સરળ રીતે પસાર થશે અને અંતે તે લાભ આપશે.
તુલાઃ આ રાશિના લોકો કમાણી તો થશે પણ તેટલી નહીં થાય જેટલી મહેનત કરશે. પરંતુ નિરાશ ન થાઓ, મહિનાના બીજા ભાગમાં તમને સારા પરિણામ મળશે. કેટલાક કિસ્સાઓમાં આ મહિને યાદગાર બની શકે છે.
વૃશ્ચિક – આ રાશિના લોકો માટે આ મહિનો ધનની બાબતમાં ખાસ રહેશે નહીં. બિનજરૂરી ખર્ચ બજેટ બગાડી શકે છે. આવક પણ ઘટી શકે છે. તેથી સાવધાની પૂર્વક ચાલો.
ધન – આ રાશિના લોકો મહિનામાં ઘણી કમાણી કરશે. દરેક જગ્યાએથી પૈસા આવશે. એકંદરે લાભ થશે. નાના દુકાનદારોને પણ ઘણો ફાયદો થઈ શકે છે.
મકર- આ રાશિના લોકોને ધન લાભ થશે. તમને નવી રીતે પૈસા મળશે. કોઈ મોટી ડીલ કે પ્રમોશન મળવાના સારા સમાચાર મળી શકે છે. પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.
કુંભઃ- આ રાશિના લોકો માટે મહિનો સરેરાશ રહેશે. મહિનાની શરૂઆતમાં ખર્ચ વધુ રહેશે પરંતુ ત્રીજા સપ્તાહથી સ્થિતિ થાળે પડી જશે. તેમ છતાં, સાવચેતી જરૂરી છે.
મીન – આ રાશિના લોકોને કરિયર-બિઝનેસમાં જબરદસ્ત લાભ મળવાનો છે. ધન પ્રાપ્તિના નવા રસ્તા ખુલશે. કેટલાક પૈસા અનપેક્ષિત રીતે પણ આવી શકે છે.