શાહરૂખ ખાને આ દીવાળી પર કર્યુ એવુ કે ચારે બાજુથી મળી રહી છે પ્રશંસા, તમને પણ જાણીને ગર્વ થશે

તહેવારોની મોસમ આવી ગઇ છે અને હવે સમય આવી ગયો છે કે બ્રાંડ પોતાના પ્રોડક્ટ્સને પૂરા ઉત્સાહ સાથે પ્રમોટ કરે. કેડબરી તે બ્રાંડોમાંની એક છે જે ઘણીવાર વિશેષ અવસરો અને તહેવારો દરમિયાન શાનદાર જાહેરાત સાથે આવે છે. આ દીવાળી પર કંપનીની શાહરૂખ ખાનની નાના સ્થાનીય વ્યવસાયોને બ્રાંડ એંબેસેડરના રૂપમાં એક જાહેરાત સામે આવી છે, જે કોરોના વાયરસ મહામારીને કારણે બંધ હતા અને ઇન્ટરનેટ આ પહલની સરાહના કરી રહ્યા હતા.

‘નોટ જસ્ટ એ કેડબરી એડ’ ટાઇટલ વાળી આ જાહેરાતની શરૂઆત સ્થાનીય વ્યવસાયિઓના વોઇસ ઓવર અને બાઇટ્સ સાથે થઇ, જેમાં દર્શકોને જણાવવામાં આવ્યુ કે, મહામારીને કારણે કેટલી ખરાબ રીતે તેઓ પ્રભાવિત થયા છે. વીડિયોમાં આગળ સાંભળી શકાય છે કે આ દીવાળી અમે ભારતના સૌથી મોટા બ્રાંડ એમ્બેસેડરને પોતાના બ્રાંડ એમ્બેસેડર બનાવી સેકડો નાના વ્યવસાયીઓની મદદ કરી.

શૉટ માટે, શાહરૂખ ખાન ક્રીમ રંગની શેરવાની પહેરેલો જોવા મળ્યો હતો. તેમણે વિવિધ દુકાનોના નામ આપ્યા અને પ્રેક્ષકોને તેમની પાસેથી કપડાં, શૂઝ, મીઠાઈઓ, ગેજેટ્સ વગેરે ખરીદવા વિનંતી કરી. બ્રાન્ડે જાહેરાત મારફતે જણાવ્યું હતું કે તેઓએ જાહેરાતમાં સ્થાનિક સ્ટોરને નામ આપવા માટે શાહરૂખ ખાનના ચહેરા અને અવાજને ફરીથી બનાવવા માટે મશીન લર્નિંગનો ઉપયોગ કર્યો હતો. વીડિયોના અંતે શાહરૂખે કહ્યું, ‘આપણી આસપાસની દુકાનોમાં પણ દિવાળીની મીઠાઈ હોવી જોઈએ ને.’

આ જાહેરાત યુટ્યુબ પર અપલોડ થયા બાદ વાયરલ થઈ ગઈ છે. આ જાહેરાતને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી અને સાથે જ યુઝર્સે પણ નાના બિઝનેસને પ્રોત્સાહન આપવા બદલ કંપનીની પ્રશંસા કરી હતી. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, ‘વાહ, શાહરૂખ ખાન એડમાં અદભૂત છે… આઈ લવ યુ.’ અન્ય યુઝરે લખ્યું, ‘આ એડ ખરેખર અદ્ભુત છે.’

Shah Jina