ખબર

દિવાળી માટે જાહેરનામું: ગુજરાતની અંદર આટલા સમય વચ્ચે જ ફોડી શકાશે ફટાકડા, ઓનલાઇન ફટાકડાનું વેચાણ નહિ થાય

છેલ્લા ઘણા સમયથી સમગ્ર વિશ્વ સહિત ભારત અને ગુજરાતમાં કોરોના મહામારીએ આતંક મચાવ્યો હતો. હાલ તો કોરોનાનો પ્રકોપ ઓછો જોવા મળી રહ્યો છે અને તેને જ કારણે સરકાર દ્વારા તહેવારોમાં થોડી વધુ છૂટછાટ આપવામાં આવે છે. હાલમાં જ નવરાત્રીનો તહેવાર ગયો છે અને ત્યારે સરકાર દ્વારા શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી હતી. આ તહેવાર બાદ હવે દીવાળીનો તહેવાર આવી રહ્યો છે. દીવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હવે ગુજરાત સરકારે ગાઇડલાઇન જારી કરી છે.

સુપ્રીમ કોર્ટના હુકમ  મુજબ દીવાળી પૂર્વે રાજય સરકાર દ્વારા ફટાકડા ફોડવા અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. આ અનુસાર વિદેશી ફટાકડાના આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ઓનલાઇન ફટાકડાના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.

આ જાહેરનામા અનુસાર, ગ્રીન અને માન્યતા પ્રાપ્ત ફટાકડાનું વેચાણ અને ઉત્પાદન કરવાની પરવાનગી આપવામાં આવી છે. આ સિવાય તમામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ જે વેપારી પાસે લાયસન્સ છે તે જ ફટાકડાનુ વેચાણ કરી શકશે. રાજ્યમાં દિવાળી તથા અન્ય તહેવારોમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં જ ફટાકડા ફોડી શકાશે.

દીવાળીનો તહેવાર અને કોઇ અન્ય તહેવારમાં પણ બે કલાકના સમયગાળામાં જ ફટાકડા ફોડવાની મંજૂરી અપાઈ છે. બેસતા વર્ષના દિવસે રાત્રે 11.55 કલાકથી 12.30 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે. ગુરૂવારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે ફટાકડા ફોડવા બાબતે તેના દ્વારા મૂકવામાં આવેલો પ્રતિબંધ એ કોઇ ચોક્કસ સમુદાય વિરૂદ્ધ નથી પરંતુ નાગરિકોના અધિકારોનુ ઉલ્લંઘન કરવાની અમે મંજૂરી આપી શકીએ નહીં.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ઈ-કોમર્સ વેબસાઈટ પર ઓનલાઈન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ગ્રીન ફટાકડા ફોડવા પર મંજૂરી આપી છે, ગ્રીન ફટાકડા તેમજ માન્યતા પ્રાપ્ત ફટાકડા ફોડવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આ ગ્રીન ફટાકડા 50% પ્રદુષણ ઓછું ફેલાવે છે અને તેમાં સામાન્ય ફટાકડા કરતા અલગ મટિરિયલ વાપરવામાં આવે છે.