હિન્દી ફિલ્મોમાં કામ કરનારા ઘણા એવા કલાકારો છે જે ફિલ્મમાં નાની-મોટી ભૂમિકા નિભાવીને ગુજરાન ચલાવે છે. જયારે આમ ચાલી રહ્યું હતું ત્યારે કોઈને કોઈ ફિલ્મમાં નાનો-મોટો રોલ કરી લે છે. જયારથી લોકડાઉન ચાલુ થયું ત્યારથી ફિલ્મના શૂટિંગ પર તાળા લાગી ગયા છે. ત્યારરથી કલાકારો અને તેના પરિવારજનોને ભૂખમરાની નીબત આવી ગઈ હતી.

આવા જ એક કલાકાર છે સોલંકી દિવાકર. કહેવામાં આવી રહ્યું છે કે, આયુષ્માન ખુરાનાની ‘ડ્રીમ ગર્લ’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે, પણ દર્શકે તેની ભાગ્યે જ નોંધ લીધી હશે. સોલંકી દિવાકર તે સમયે લોકોની નજરમાં ત્યારે આવ્યા જયારે તે તે દિલ્હીના શેરીઓમાં રીક્ષામાં ફળો વેચતો જોવા મળ્યો હતો.

સોલંકીએ હજારો સંઘર્ષશીલ એક્ટરો પૈકી એક છે જે ફિલ્મોમાં નાના-મોટા રોલ કરનારા જુનિયર કલાકારો તરીકે ઓળખાય છે. કોરોના વાયરસના કારણે લોકડાઉન થયા પછી એક્ટરોને એક્ટિંગ છોડીને શેરીઓમાં ફળો વેચવાની ફરજ પડી છે. જો સોલંકી દિવાકર આ દુનિયામાં એકલા હોત, તો તેણે કંઇપણ કર્યું ન હોત અને લોકડાઉન સમાપ્ત થવાની રાહ જોઈ હોત. પરંતુ, આ 35 વર્ષીય કલાકાર પરિણીત છે અને તેના બે બાળકો છે.

જોકે, સોલંકી દિવાકર માને છે કે કોઈ પણ કાર્ય નાનું નથી તે આ કામથી પણ ખુશ છે. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં તેમણે કહ્યું, ‘મારે મારી અને મારા પરિવારની જરૂરિયાતોનું ધ્યાન રાખવું પડશે. મારે જે મકાન રહે છે ત્યાં મારે ભાડુ ચૂકવવું પડશે અને મારે મારા કુટુંબને ભોજન કરવું પડશે. હાલની પરિસ્થિતિ જોતાં હું મારા હાથ પર હાથ મૂકીને બેસી શકતો નથી. તેથી મેં ફળો વેચવાનું શરૂ કર્યું છે. ‘

સોલંકી પાસે પણ કામ વિશે ઘણા સારા વિચારો છે. તેઓ માને છે કે જો કોઈએ એક્ટિંગ કરવાનું શરૂ કર્યું હોય તો એવું નથી કે બાકીના બધા કામ કરવાના બંધ થઇ જાય છે. તે સમજાવે છે કે જો લોકડાઉન ન થયું હોત તો તે ક્યાંક કોઈ ફિલ્મમાં કામ કરી રહ્યો હોત.
જણાવી દઈએ કે, દિવાકર સોલંકી આગ્રા પાસેના એક નાનકડા ગામનો રહેવાસી છે. તે 1995માં દિલ્હીમાં શિફ્ટ થયો હતો. જે બાદ તે અહીંયા ફળ વેચવાનું કામ કરવા લાગ્યો હતો.

સોલંકીના જણાવ્યા અનુસાર, તે તિતલી, કડવી હવા, સોનચીડિયા, હલ્કા અને ડ્રિમ ગર્લ જેવો હિસ્સોબની ચુક્યો છે. તો એક્ટર સૈફ અલી ખાનની આગામી વેબસીરીઝ ‘દિલ્લી’માં નજરે આવશે. આ બાદ સિરીઝનું નામ પહેલા તાંડવ હતું બાદમાં દિલ્લી થઇ ગયું હતું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.