અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી ટીવી ઇન્ડસ્ટ્રીનું એક મોટું નામ બની ચુકી છે. “યે હે મોહબ્બતે” ધારાવાહિકમાં ઇશિકા ભલ્લાનો અભિનય કરીને દિવ્યાંકાએ દરેક ઘરમાં પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે. આજે અમે તમને બતાવીશું કે દિવ્યાંકા કેવા આલીશાન ઘરની અંદર રહે છે.

દિવ્યાંકાએ અભિનેતા વિવેક દહિયા સાથે લગ્ન કરી લીધા છે અને લગ્ન બાદ બંને મુંબઈની અંદર એક આલીશાન ઘરમાં રહે છે. દિવ્યાંકા અને વિવેકનું આ ઘર ખુબ જ સુંદર છે.

દિવ્યાંકાનું આ ઘર કોઈ ડ્રિમ હાઉસથી જરા પણ કમ નથી. તેમના ઘરની અંદરની સુંદરતા પણ મન મોહી લે તેવી છે.

આ છે વિવેક અને દિવ્યાંકાના ઘરની બાળકની જેની અંદર વિવેક કોઈ પુસ્તક વાંચતો જોવા મળી રહ્યો છે. સાથે જ બાલ્કનીમાંથી સુંદર નજારો પણ જોવા મળી રહ્યો છે.

દિવ્યાંકા અને વિવેકને ગાર્ડનિંગનો પણ ખુબ જ શોખ છે, તેમના ઘરની અંદર તમે જોઈ શકો છો કેવી રીતે તેમને પોતાની બાલ્કની ફૂલ છોડ દ્વારા સજાવી છે.

દિવ્યાંકાના ઘરના ફર્નિચર ઉપર એક નજર કરીએ તો તેના ઘરમાં મોટાભાગનું ફર્નિચર તમને લાકડાનું બનેલું જોવા મળશે.

દિવ્યાંકા અને વિવેકનું આ ઘર મુંબઈના ગોરેગાંવમાં આવેલું છે. આ આલીશાન ઘર 3 બીએચકે છે. ગોરેગાંવમાં આવેલું તેમનું આ ઘર લગભગ 1260 સ્કવેર ફૂટનું છે. આ ઘરની ખાસ વાત તેનું ઇન્ટિરિયર છે.