ટીવીની સંસ્કારી વહુ દિવ્યાંકાએ પહેર્યો ખુબ જ ટૂંકો ટૂંકો ડ્રેસ, પગમાં એવું દેખાઈ ગયું કે ફેન્સ ગભરાઈ ગયા

દિવ્યાંકા ત્રિપાઠીએ પહેર્યો ખુબ જ ટૂંકો ડ્રેસ, પગમાં એવું દેખાયું કે ફેન્સ દંગ રહી ગયા- જુઓ

નાના પડદાની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી ઘણીવાર ચર્ચામાં રહે છે. દિવ્યાંકા ત્રિપાઠીએ તાજેતરમાં જ ટીવી રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી’માં ભાગ લીધો હતો. દિવ્યાંકા ત્રિપાઠી આ શોની રનર અપ રહી હતી. દિવ્યાંકા શોની વિજેતા બનતા ચૂકી હતી પરંતુ સોશિયલ મીડિયા પર તેની તરફેણમાં ઘણી પોસ્ટ્સ જોવા મળી હતી.

અત્યાર સુધી દિવ્યાંકા ત્રિપાઠી માત્ર પડદા પર અભિનય કરતી જોવા મળી હતી. પરંતુ દિવ્યાંકાને ખતરોં કે ખિલાડીમાં એક અલગ રફ અને ટફ લુક જોવા મળ્યો હતો. તે વાસ્તવિક જીવનમાં પણ જોખમો સાથે રમતી રહે છે. તાજેતરમાં દિવ્યાંકાએ કેટલીક તસવીરો શેર કરી છે જે ખુબ જ વાયરલ થઇ રહી છે.

દિવ્યાંકા ત્રિપાઠી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે ઘણી વખત તેની તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં જ દિવ્યાંકાએ એક જ પોઝમાં બેઠેલી પોતાની બે તસવીરો શેર કરી છે. જેમાંથી પ્રથમ તસવીર એડિટેડ છે જ્યારે બીજી તસવીરમાં દિવ્યાંકાના પગ પર ઈજાના નિશાન છે.

આ તસવીરો સાથે દિવ્યાંકાએ કહ્યું છે કે તેના આ ડાઘને છુપાવવાની કોઈ જરૂર નથી. આ સાથે તેણે એ પણ કહ્યું કે તેને આ ઈજા કેવી રીતે થઈ. તસવીરની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, ‘એડિટેડ કે ઓરિજિનલ? હું બીજા નંબરનું પસંદ કરીશ. કેમ કે છુપાવાનું શું કરવા. વાસ્તવિકતાને ગળે લગાવો. તમારું શું કહેવું છે? આ સાથે દિવ્યાંકાએ કહ્યું કે તેને આ ઈજા કેવી રીતે થઈ. દિવ્યાંકાએ લખ્યું, ‘ડરશો નહીં, તે એક નાનો સાયકલ અકસ્માત હતો.’

ખતરોં કે ખિલાડી દરમ્યાન પણ તેણે ઈજા થયેલની તસવીરો પોસ્ટ કરી હતી. રિયાલિટી શોમાં દિવ્યાંકાના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ઘણા પ્રશંસકો તેને વરુણ સૂદ કરતાં વધુ લાયક લાગ્યા હતા અને સોશિયલ મીડિયા પર તેની તરફેણમાં લોકોની પોસ્ટ પણ જોવા મળી હતી. દિવ્યાંકા ત્રિપાઠીની આ તસવીરો પર કોમેન્ટ કરીને તેના ચાહકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

જણાવી દઈએ કે દિવ્યાંકા ત્રિપાઠીએ ટેલિવિઝન ડેબ્યુ સીરિયલ ‘બનૂ મેં તેરી દુલ્હન’થી કર્યું હતું. જે પછી તેણે ‘મિસ્ટર એન્ડ મિસિસ શર્મા અલ્હાબાદ વાલે’, ‘યે હૈ મોહબ્બતેં’ જેવી અન્ય ઘણા ધારાવાહિકમાં કામ કામ કર્યું છે.

Patel Meet