મોટી મોટી અભિનેત્રીઓને હંફાવે છે હૃતિકની બહેન, એકથી એક ચઢિયાતી તસ્વીરો જુઓ
સ્ટાર પલ્સ પર આવતી “યે હે મોહબ્બતે” ધારાવાહિકમાં ઇશિતા ભલ્લાનો અભિનય કરનારી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીની ઓળખ આજે ઘર ઘરમાં છે. પરંતુ તેની બહેને પણ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી લીધો છે. આ વાતને ઘણા જ ઓછા લોકો જાણતા હશે.

દિવ્યાંકાની કાકાની છોકરી કનિકા પણ તેની જેમ ભોપાલથી જ છે અને તેને ફિલ્મ અગ્નિપથમાં હૃતિક રોશન સાથે કામ પણ કર્યું છે, આ ફિલ્મમાં તે હૃતિક રોશનની બહેનના પાત્રમાં જોવા મળી હતી. આ ફિલ્મની અંદર કનિકાના ઘણા જ ઈમોશનલ સીન છે જે દર્શકોને ભાવુક કરી દેનારા છે.

કનિકાએ પોતાનું બૉલીવુડ ડેબ્યુ માત્ર 15 વર્ષની ઉંમરમાં જ કર્યું હતું. હાલ તે 24 વર્ષની થઇ ગઈ છે અને આજે તે ખુબ જ સુંદર પણ દેખાઈ રહી છે. કનિકા પોતાની બહેન દિવ્યાંકાને જ પોતાની પ્રેરણા સ્ત્રોત માને છે.

કનિકાએ ઘણી ફિલ્મોમાં નાના-મોટા અભિનય કર્યા છે. અને તે ખુબ જ ટેલેન્ટેડ પણ છે. આ વાતનો અંદાજો તેની અગ્નિપથ ફિલ્મમાં થેયલી પસંદગી ઉપરથી જ લગાવી શકાય છે. આ ફિલ્મ માટે 6000 પ્રતિસ્પર્ધીઓમાંથી તેની પસંદગી કરવામાં આવી હતી.

કનિકાને પોતાના ઓડિશનની અંદર હેપ્પી અને સેડ બંને પર્ફોમન્સ આપવાના હતા. અને તે આપ્યા બાદ તેની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ આજે તે બોલીવુડમાં જોવા નથી મળી રહી.

કનિકાનો જન્મ 9 માર્ચ 1996ના રોજ ભોપાલમાં થયો હતો. કનિકાને જયારે અગ્નિપથ ફિલ્મની ઓફર મળી ત્યારે તે 10માં ધોરણની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. કનિકાને ફિલ્મમાં કામ કરવા માટે તેના પ્રિન્સિપલે પરવાનગી આપી હતી.

કનિકા ખુબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા નોકરી કરે છે અને તેની માતા બ્યુટી પાર્લર ચલાવે છે. પરંતુ કનિકા આજે ઇન્ડસ્ટ્રીમાં ઘણું જ સારું નામ મળેવી ચુકી છે.

કનિકા બોલીવુડમાંથી તો દૂર થઇ ગઈ પરંતુ તે તેલુગુ, તમિલ અને કન્નડ ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. આજે તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે.

કનિકા આજે ખુબ જ સુંદર અને ખુબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે. તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતી જોવા મળે છે.