જીવનશૈલી મનોરંજન

બેહદ શાનદાર છે દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનું આલીશાન ઘર, અહીં જુઓ ઘરની કયારે પણ ના જોયેલી 10 તસ્વીર

આ તસ્વીરોમાં જુઓ દિવ્યાંકા અને વિવેકના ખુબસુરત અને આલીશાન ઘરની ઝલક

કહેવામાં આવે છે કે, ચાર દીવાલનું મકાન ત્યાં સુધી ઘર નથી કહેવાતું જયારે તેમાં પોતાના લોકોને પ્રેમ અને સમ્માન ના મળે. ઘર એક એવી જગ્યા છે જે માણસ આખો દિવસ બહારની દુનિયાનો થાક ઉતારે છે. ઘરએ કોઈ પોતાનું રાહ જોઈ રહ્યું હોય.

Image source

તમે તે ઘરને ફક્ત સજાવટ નથી માનતા પરંતુ પ્રેમની ખુબખુબસુરત દુનિયા પણ માનવામાં આવે છે. આવું જ કંઈક ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા તેના ઘરને લઈને ફીલ કરે છે.

Image source

દિવ્યાંકા અને વિવેકએ 8 જુલાઈ 2016ના રોજ લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને ઘણો સમય થઇ ગયો છે.

Image source

પરંતુ બંને ફેન્સને એક પરફેક્ટ કપલ ગોલ આપવામાં પીછે હટ નથી કરતા. દિવ્યાંકા ત્રિપાઠી ભોપાલની રહેવાસી છે. તો વિવેક દહિયા ચંદીગઢનો રહેવાસી છે.

Image source

પરંતુ કામને લઈને બંને મુંબઈ રહે છે. બંનેનો ખુદનો 3 બીએચકેનો ફ્લેટ છે. જે 1260 સ્કેવર ફૂટમાં ફેલાયેલો છે. દિવ્યાંકા અને વિવેકના ઘરની થીમ વ્હાઇટ અને ગોલ્ડન છે. જેને બહુ જ રોયલ ફર્નિચરથી સજાવવામાં આવ્યું છે.

Image source

આ સાથે જ આ કપલે ઘરમાં એક સ્પેશિયલ કોર્નર તેના એવોર્ડ અને ટ્રોફીઓને આપ્યો છે. આ સિવાય ઘરમાં મેડિટેશન કરવા માટે એક જગ્યા સાથે-સાથે એક નાનો પૂજા રૂમ પણ છે. વિવેક અને દિવ્યાંકાનું આ વ્હાઇટ અને ગોલ્ડન કલર ઘરની રોયાલીટી દર્શાવે છે.

Image source

આટલું જ નહીં ઘરની સીલિંગ પણ ખુબસુરત છે. આ સિવાય ઘરની રોશની પણ સારી રીતે રાખી છે. દિવ્યાંકા એન વિવેકનો લિવિંગ એરિયા ઘણો શાનદાર છે. લોકડાઉન દરમિયાન દિવ્યાંકા અને વિવેકે તેમના લીવીંગ એરિયાની ખુલ્લી જગ્યાને સુંદર રીતે શણગારેલી છે.

Image source

દિવ્યાંકાના ઘરની દિવાલોના રંગે દરેક ખૂણાની સુંદરતામાં વધારો કર્યો છે. બેડરૂમથી માંડીને લિવિંગ એરિયા સુધી દિવ્યાંકા ત્રિપાઠીએ ઘરના દરેક ખૂણામાં લાઇટિંગનો સારો ઉપયોગ કર્યો છે.

Image source

ઓક્ટોબર 2018માં દિવ્યાંકા અને વિવેકે એક સરસ કાર પણ ખરીદી હતી.જેની ખુશી તેને ફેન્સ સાથે તેના ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરીને આપી હતી.

Image source

વર્કફ્રન્ટની વાત કરીએ તો દિવ્યાંકા ટૂંક સમયમાં ALT Balajiના એક શોમાં જોવા મળી શકે છે, જેમાં દિવ્યાંકા સાથે કરણ પટેલ પણ હશે. આ પહેલા તે રાજીવ ખંડેલવાલ સાથે વેબ સિરીઝ કોલ્ડ લસ્સી અને ચિકન મસાલામાં જોવા મળી હતી.

Image source