ઘણા લોકોમાં સાહસ છુપાયેલો હોય છે. શારીરિક ખોડ ખાંપણ હોવા છતાં પણ ઘણા લોકો સાજા લોકો માટે પણ એક મોટું ઉદાહરણ પૂરું પડતા હોય છે. આપણી આસપાસ અને સમાજમાં એવા ઘણા લોકોને આપણે જોયા હશે. હાલ સોશિયલ મીડિયામાં એવા જ એક સાહસી વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને બંને હાથ ના હોવા છતાં પણ હિંમત ના હારી અને ફોટોગ્રાફર બની ગયો છે.
વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ રહ્યા છે કે એક દિવ્યાંગ વ્યક્તિના બંને હાથ નથી. કદાચ કોઈ દુર્ઘટનામાં તે પોતાના બંને હાથ ખોઈ બેઠો હશે. તે છતાં પણ તે લગ્નમાં એક પ્રોફેશનલ ફોટોગ્રાફર તરીકે કામ કરી રહ્યો છે. આ દરમિયાન જ તેના મોબાઈલમાં કોઈનો ફોન આવે છે તો ખિસ્સામાંથી ફોન કાઢીને તે ફોન પણ ઉઠાવે છે.
વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે આ વ્યક્તિના બે હાથના હોવા છતાં પણ તે લાચારી ભર્યું જીવન નથી જીવી રહ્યો અને સ્વામનથી કામ કરી અને દુનિયાને એક મોટું ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે, બંને હાથ ના હોવા છતાં પણ તે હિંમત નથી હારતો અને લગ્નમાં ધડાધડ ફોટોગ્રાફી કરી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો વાયરલ થતા લોકો તેના સાહસની પ્રસંશા કરી રહ્યા છે. આ વ્યક્તિની હિંમત અને ભાવનાના વખાણ કરે છે. તમે પણ જુઓ આ ફોટોગ્રાફરનો વાયરલ થઇ રહેલો વીડિયો….
Never lose Hope…#ViralVideo pic.twitter.com/fjN0ULsP3c
— NiravSolanki (@Nirav1414) May 29, 2021