જિંદગીના રોદણાં રડતા લોકોએ આ વીડિયોને એકવાર જરૂર જોઈ લેવો, જીવનમાં અફસોસ કરવાનું ભૂલી જશો, તમે પણ સલામ કરશો

આ દુનિયાની અંદર બે પ્રકારના લોકો જોવા મળે છે, એક તો એવા જેમની પાસે ઘણું હોવા છતાં પણ કઈ ના હોવાની હંમેશા ફરિયાદ કરતા રહે છે, ઘણા એવા લોકોને આપણે જોયા હશે જે દિવ્યાંગ હોવા છતાં પણ સાહસ કરીને આગળ વધે છે, પોતાની કમજોરીને પોતાની તાકાત બનાવે છે, અને તેનું તાજું ઉદાહરણ આપણે પેરાઓલમ્પિકમાં પણ જોયું જ છે. ત્યારે હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તે અલીગઢના અતરૌલીના રહેવા વાળા દિવ્યાંગ નરેશનો છે. આ વીડિયોની અંદર તે લાકડીના સહારે સાઇકલ ચલાવતો નજર આવી રહ્યો છે. નરેશ અતરૌલીના લોધાના નગલાનો રહેવાસી છે અને રોજ તે 34 કિલોમીટર સાઇકલ ચલાવીને ઘરેથી તેના ઓફિસનું અંતર કાપે છે.

નરેશ હાલમાં એક લોક બનાવવાની કંપનીમાં કામ કરે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ વીડિયોને જોઈને લોકો પણ નરેશની આ હિંમતની પ્રસંશા કરી રહ્યા છે. એક પગ ના હોવા છતાં પણ નરેશ બહુ જ આરામથી સાઇકલ દોડાવે છે. ઘણા લોકોએ તેના વીડિયોને જોઈને કોમેન્ટ પણ કરી છે.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે નરેશનો એક પગ નથી છતાં પણ તેની સાઇકલ હવા સાથે વાતો કરે છે. દિવ્યાંગ હોવા છતાં પણ નરેશ તેના પગ ઉપર ઉભો છે અને એ લોકો માટે એક ઉદાહરણ પણ પૂરું પાડી રહ્યો છે જે લોકો પોતાના બંને પગ હોવા છતાં પણ હંમેશા રોદણાં રડતા હોય છે. નરેશને એક પગે સાઇકલ દોડાવતા જોઈને ઘણા લોકો હેરાન પણ રહી ગયા છે.

Niraj Patel