ગુજરાત પોલીસે ફરી મહેકાવી માનવતા, ડીસામાં પરીક્ષા આપવા માટે આવેલા દિવ્યાંગ વિધાર્થી માટે કર્યું એવું કે વીડિયો જોઈને તમે પણ સલામ કરશો

પોલીસ વિશે જનતાના મગજમાં અલગ અલગ વિચારો ચાલતા હોય છે, પરંતુ ઘણીવાર પોલીસકર્મીઓ એવું કાર્ય પણ કરે છે જેના કારણે લોકોના દિલ પણ જીતી લેતા હોય છે. પોલીસ ના માત્ર રક્ષા કરવાનું કામ પરંતુ માનવતાની મહેક પ્રસરાવવાનું કામ પણ કરતી હોય છે. આવી ઘણી ઘટનાઓના વીડિયો પણ આપણે સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોયા હોય છે.

થોડા દિવસ પહેલા જ કચ્છમાંથી એક ઘટના સામે આવી હતી, જેમાં એક મહિલા પોલીસકર્મી વૃદ્ધ મહિલાને ઊંચકી અને પાંચ કિલોમીટર સુધી ચાલીને લઇ ગયા હતા.જેનો વીડિયો પણ ખુબ જ વાયરલ થયો હતો ત્યારે હવે હવે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને ગુજરાત પોલીસના લોકો ખુબ વખાણ પણ કરી રહ્યા છે.

ગઈકાલે ગુજરાતની અંદર વિવિધ જિલ્લાઓમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજાઈ હતી, જેમાં પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા આપવા માટે આવેલા વિધાર્થીઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. આ દરમિયાન માનવતા મહેકાવતું એક દૃશ્ય ડીસામાંથી સામે આવ્યું છે.

સાબરકાંઠા જિલ્લાના ડીસાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં પરીક્ષા અંતર્ગત બંદોબસ્તમાં ફરજ બજાવી રહેલા પોલીસકર્મી હરેશકુમાર કેશાજી માળી એક દિવ્યાંગ પરીક્ષાર્થીને ઊંચકીને પરીક્ષા કેન્દ્રની અંદર લઈ જતા હતા, તે દરમિયાન કોઈએ તેમનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો, જેના બાદ આ પોલીસકર્મીની ઠેર ઠેર પ્રસંશા થઇ રહી છે.

હરેશકુમાર કેશાજી માળી ડીસા દક્ષિણ પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે. ત્યારે ગતરોજ સ્પર્ધાત્મક પરીક્ષા હોવાના કારણે તે ફરજ બજાવવા માટે ડીસાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં હાજર હતા. ત્યારે જ તેમને એક દિવ્યાંગ પરીક્ષાર્થીને તેમને જોયો અને તરત આ વિધાર્થીને ઊંચકી અને પરીક્ષારૂમ સુધી લઇ ગયા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

હવે તેમના આ કાર્યને સામાન્ય લોકો ઉપરાંત અધિકારીઓ પણ બિરદાવી રહ્યા છે. તેમના આ વીડિયોને ગુજરાત પોલીસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પણ શેર કર્યો છે. તેમની આ કામગીરીને ડીસાના ડીવાયએસપી કૌશલ ઓઝાએ પણ બિરદાવી હતી. જનતા પણ પોલીસની આવી કામગીરીને સલામ કરી રહી છે.

Niraj Patel