રૂપ રૂપનો અંબાર એવી મોડલને ગોળી મારીને પતાવી દીધી, લાશનો નિકાલ કરવા માટે આપ્યા 10 લાખ, BMWમાં લાશ લઈને નીકળ્યા અને પછી…

રુડી રૂપાળી અને ક્યૂટ દેખાતી મોડેલની એવી ભયંકર હત્યા થઇ કે રુવાડા ઉભા થઇ જશે, વાંચો આખી ઘટના

Divya Pahuja Murder Case : ગુજરાત સમેત દેશભરમાં હત્યા અને આત્મહત્યાના મામલાઓ સતત સામે આવે છે. ખાસ કરીને પ્રેમ પ્રસંગોમાં હત્યાઓ થતી હોવાની ઘણી ચોંકાવનારી ઘટનાઓ પણ સામે  આવતી હોય છે, તો ઘણીવાર હત્યા બાદ લાશનો નિકાલ કરવાની ઘટનાઓ પણ રૂંવાડા ઉભા કરી દેતી હોય છે. હાલ દિલ્હીમાંથી પણ એક એવો જ હત્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં એક રૂપકડી મોડલ દિવ્યા પાહુજાની હત્યા કરી દેવામાં આવી અને આરોપીઓ લાશને BMWમાં લઈને ફરતા રહ્યા.

લાશના નિકાલ માટે આપ્યા હતા 10 લાખ :

1 જાન્યુઆરીના રોજ દિવ્યા પાહુજા હત્યારા અભિજીત સિંહ સાથે ફરવા ગઈ હતી અને ત્યારબાદ 2 જાન્યુઆરીના રોજ સવારે 4:15 વાગ્યે અભિજીત અને અન્ય વ્યક્તિ સાથે ગુરુગ્રામની સિટી પોઈન્ટ હોટેલ પહોંચી હતી. 2 જાન્યુઆરીની રાત્રે અભિજીત સિંહે તેના અન્ય સાથીઓ સાથે મળીને દિવ્યાની હત્યા કરી હતી અને પછી તેની કારમાં તેના મૃતદેહનો નિકાલ કરવાના હેતુસર તેના અન્ય બે સહયોગીઓને 10 લાખ રૂપિયા આપ્યા હતા.

સંદીપ ગડોલીની હતી ગર્લફ્રેન્ડ :

અભિજીતના બંને સાથી મૃતદેહ લઈને ભાગી ગયા હતા. જો કે, પોલીસે અભિજીત અને અન્ય બેને કસ્ટડીમાં લીધા છે અને કેસની તપાસ શરૂ કરી છે. ગુરુગ્રામ ગેંગસ્ટર સંદીપ ગડોલીના એન્કાઉન્ટરમાં સૌથી પહેલા દિવ્યા પહુજાનું નામ સામે આવ્યું હતું. વાસ્તવમાં દિવ્યા પાહુજા એક સમયે સંદીપ ગડોલીની ગર્લફ્રેન્ડ હતી અને જ્યારે ગુરુગ્રામ પોલીસને તેની જાણ થઈ તો તેઓએ સંદીપ ગડોલીને પકડવા માટે જાળ બિછાવી. ગુરુગ્રામ પોલીસને જાણ થઈ કે દિવ્યા પાહુજા સંદીપને મળવા મુંબઈ જઈ રહી છે.

પ્રેમીની થયું હતું એન્કાઉન્ટર :

તે સમયે ગેંગસ્ટરની બહેને આરોપ લગાવ્યો હતો કે દિવ્યા પાહુજા મુંબઈ જતી વખતે ફેસબુક પર તેનું લોકેશન સતત શેર કરી રહી હતી, જેના કારણે ગુરુગ્રામ પોલીસ ગેંગસ્ટર સંદીપ ગડોલી સુધી પહોંચી અને મુંબઈમાં તેનું એન્કાઉન્ટર કર્યું. 7 ફેબ્રુઆરી 2016 ના રોજ સંદીપનો મુંબઈમાં ગુરુગ્રામ પોલીસ દ્વારા સામનો કરવામાં આવ્યો હતો. એન્કાઉન્ટર પછી, ગેંગસ્ટરની બહેનની ફરિયાદ પર મુંબઈમાં નકલી એન્કાઉન્ટરનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો, જેણે મુંબઈ પોલીસે ગુરુગ્રામ પોલીસ ટીમ સાથે દિવ્યા પાહુજાની ધરપકડ કરી હતી.

બ્લેકમેલ કરતી હોવાનો આરોપ :

પોલીસના જણાવ્યા અનુસાર, દિવ્યા પાહુજા પાસે આરોપી અભિજીત સિંહની કેટલીક અશ્લીલ તસવીરો હતી, જેના કારણે તે તેને સતત બ્લેકમેલ કરી રહી હતી. દિવ્યા પાહુજા અવારનવાર આરોપી અભિજીત સિંહ પાસેથી ખર્ચ માટે પૈસા લેતી હતી અને હવે તે મોટી રકમ પડાવવા માંગતી હતી. 2 જાન્યુઆરીએ આરોપી અભિજીત સિંહ દિવ્યા પહુજા સાથે હોટેલ સિટી પોઈન્ટ પર આવ્યો હતો. તે તેના ફોનમાંથી તેના અશ્લીલ ફોટા ડિલીટ કરવા માંગતો હતો પરંતુ દિવ્યાએ તેને ફોનનો પાસવર્ડ નહતો જણાવ્યો. ગુસ્સામાં આરોપી અભિજીતે દિવ્યા પહુજાની ગોળી મારીને હત્યા કરી નાખી.

Niraj Patel