38 વર્ષની આ બ્યુટીફૂલ મહિલા એક બાળકની માં છે પણ ફિગર તો જુઓ..કોણ છે આ મોટી હસ્તી? જુઓ
બોલીવુડની દુનિયા એવી છે જ્યાં પોતાની ફિટનેસ ટકાવી રાખવા માટે અવનવા અખતરા કરવામાં આવે છે. ખાસ કરીને બોલીવુડની અભિનેત્રીઓ પોતાની ફિટનેસ અને દેખાવને લઈને ખુબ જ કાળજી રાખતી હોય છે. ઘણી અભિનેત્રીઓને આપણે જોઈ છે કે ઉંમરના એક પડાવ પાર કર્યા છતાં પણ તે એકદમ યુવાન દેખાય છે.આજે અમે તમને એક એવી જ અભિનેત્રીની વાત કરવાના છીએ, જે આજે પણ શોર્ટ સ્કર્ટ પહેરીને નીકળે તો કોઈ યુવાન છોકરી જેવી જ લાગે છે.

અમે વાત કરી રહ્યા છે અભિનેત્રી દિવ્યા ખોસલા કુમારની જે ઘણીવાર શોર્ટ સ્કર્ટમાં સ્પોટ થતી જોવા મળે છે અને તેને જોતા તેની ઉંમરનો પણ કોઈ અંદાજો લગાવી શકાય તેમ નથી. તે એકદમ કોલેજ જતી છોકરી જેવી જ દેખાય છે.

પરંતુ જયારે તેના વિશે જાણવા મળે છે કે તે કોઈ કોલેજ ગર્લ નથી, પરંતુ 38 વર્ષની ઉંમરમાં એક બાળકની માતા છે ત્યારે ચાહકોને પણ આશ્ચર્ય લાગી આવે છે.

2004ની અંદર એટલે કે આજથી 16 વર્ષ પહેલા દિવ્યા બોલીવુડની અંદર પોતાની કિસ્મત અજમાવવા આવી હતી. પરંતુ તેની કિસ્મતમાં કંઈક બીજું જ લખેલું હતું અને તેને 2005માં ટી-સિરીઝના માલિક ભૂષણ કુમાર સાથે લગ્ન કરી લીધા અને ફિલ્મોથી દૂર થઇ ગઈ.

સોશિયલ મીડિયા ઉપર પણ દિવ્યાની ઘણી તસવીરો વાયરલ થતી જોવા મળે છે, જેમાં તેની સુંદરતા અને તેની ફિટનેસ ચાહકોનું ધ્યાન ખેંચે છે.

દિવ્યા ખોસલા કુમારે ફિલ્મ “અબ તુમ્હારે હવાલે વતન સાથિયો” દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને બોબી દેઓલ જેવા કલાકારો હતા.

આ ફિલ્મ શૂટિંગ દરમિયાન જ દિવ્યા અને ભૂષણ કુમાર એકબીજાની નજીક આવ્યા હતા, બંને વચ્ચે મેસેજમાં વાત થતી હતી, પરંતુ અચાનક જ દિવ્યાએ મેસેજના જવાબ આપવાનું બંધ કરી દીધું હતું, કારણ કે તેને લાગતું હતું કે ભૂષણ તેના માટે ગંભીર નથી, ત્યારે ભૂષણ કુમારે પોતાના કાકાના છોકરાને દિવ્યાના ઘરે મોકલ્યો અને બંને વચ્ચે વાત આગળ ચાલી હતી અને 2005માં બંનેએ લગ્ન કરી લીધા હતા.

લગ્ન બાદ દિવ્યાએ ફિલ્મોમાં કામ કરવાનું તો છોડી દીધું હતું, પરંતુ તેને ટી-સિરીઝનું કામ સાંભળવાનું શરૂ કરી દીધું. આજે દિવ્યાને 9 વર્ષનો એક દીકરો પણ છે.