અરબોપતિ માલિકની વહુએ પહેર્યો એવો બોલ્ડ ડ્રેસ કે 7 કલાક સુધી તો બેસી જ ન શકી અને શરીર પર થઇ ઇજા

એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મોની સાથે સાથે મ્યુઝિક આલ્બમ પણ બનાવવામાં આવે છે. આ ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. ફિલ્મોમાં કામ કરવાની સાથે સેલેબ્સ મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરવાનું પસંદ કરે છે. દિવ્યા ખોસલા કુમારે તાજેતરમાં તેના એક મ્યુઝિક વીડિયોનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. શૂટિંગ પૂરું થયા બાદ તેણે એક ચોંકાવનારો ખુલાસો પણ કર્યો હતો. તેણે જણાવ્યું કે કઈ પરિસ્થિતિમાં તેણે શુટ કર્યુ છે. આ ગીતના શૂટિંગ બાદ દિવ્યાના હાથ અને પગમાં ઘણી ઈજાઓ થઈ હતી. દિવ્યા ખોસલાએ ગુરુ રંધાવા અને યો યો હની સિંહ સાથે આ ગીત શૂટ કર્યું છે. તેમનું આ ગીત ટી-સિરીઝની યુટ્યુબ ચેનલ પર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.

ગીત ડિઝાઇનર રિલીઝ થયા પછી દિવ્યા ખોસલાએ તેના વિશે કેટલાક આશ્ચર્યજનક ખુલાસા કર્યા. તેણે હાલમાં જ આ ગીતના શૂટિંગ વિશે જણાવ્યું હતું કે તે ખૂબ જ પડકારજનક હતું કારણ કે તેણે આ દરમિયાન મેટલ ડ્રેસ પહેર્યો હતો અને તેના કારણે તેના માટે ઉઠવું-બેસવુ મુશ્કેલ બન્યું હતું. તેણે કહ્યું- ગીતના શૂટિંગ દરમિયાન મેં જે આઉટફિટ પહેર્યો હતો તે મેટલનો બનેલો હતો. આઉટફિટમાં કેટલાક નખ પણ વાગ્યા હતા, જેના કારણે હું ઘણી મુશ્કેલીમાં હતી અને મને ઈજા પણ થઈ હતી. જો કે, હું ડિઝાઈનરમાં મારા પાત્રને લઈને ખૂબ જ ઉત્સાહિત છું.

દિવ્યા ખોસલાએ કહ્યું- આ ગોલ્ડ મેટલ આઉટફિટને કારણે શૂટિંગ દરમિયાન ઘણી મુશ્કેલી પડી હતી. ગીતના શૂટિંગ દરમિયાન હું મારા આઉટફિટના કારણે બેસી શકતી ન હતી અને આ સ્પેશિયલ લુક સાથે મારે લગભગ 7 કલાક સુધી શૂટિંગ કરવું પડ્યું અને મારે એટલો લાંબો સમય ઊભા રહેવું પડ્યું કારણ કે આ ડ્રેસ સાથે બેસવું મુશ્કેલ હતું. આ સિવાય શૂટિંગ દરમિયાન ડાન્સ કરતી વખતે પણ આ આઉટફિટના કારણે મને ઘણી ઈજા થઈ હતી.સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ દિવ્યાનો એક વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોની સાથે કેપ્શનમાં તેણે લખ્યું- ‘શું તમે જાણો છો કે દિવ્યા ખોસલા કુમારને મેટલ ડ્રેસથી ઘણી ઈજા થઈ છે. જે તેણે તેના લેટેસ્ટ ગીતમાં પહેર્યો હતો. વિરલ ભયાણીનું આ કેપ્શન વાંચીને લોકોએ અભિનેત્રીને ખરાબ રીતે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. યુઝર્સનું કહેવું છે કે આવા ડ્રેસ કેમ પહેરો, જેનાથી પરેશાની થાય. દિવ્યા ખોસલાની આવી હાલત જોઈને કેટલાક લોકો તેને ધ્યાન રાખવાનું કહી રહ્યા છે, તો કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

એક યુઝરે લખ્યું – ‘જ્યારે બેસી શકતા નથી ત્યારે તેને શા માટે પહેરો.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ લોકો આવા કપડા પહેરીને પોતાની મજાક ઉડાવે છે.’ બીજાએ લખ્યું, ‘ફેશનના નામે કંઈ પણ પહેરે છે.’ જોકે, કેટલાકે તો માત્ર દિવ્યા ખોસલા કુમારની ફેશન પર જ નહીં પરંતુ તેની એક્ટિંગ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.તમને જણાવી દઈએ કે દિવ્યા ખોસલા કુમાર બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં જોવા મળી છે, પરંતુ તેના દેખાવ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સથી તે ચાહકોનું ધ્યાન આકર્ષિત કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Divyakhoslakumar (@divyakhoslakumar)

દિવ્યા ખોસલા કુમાર ટી-સિરીઝના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમારની પત્ની છે.  દિવ્યાએ માત્ર અભિનયમાં જ હાથ અજમાવ્યો નથી પરંતુ તે ગાયક અને દિગ્દર્શક પણ છે. દિવ્યાએ અત્યાર સુધીમાં બે ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. આ બે ફિલ્મો છે ‘યારિયાં’ અને ‘સનમ રે’. દિવ્યાએ ફિલ્મ અબ તુમ્હારે હવાલે હૈ વતન સાથીઓથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે અક્ષય કુમાર સાથે જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Divyakhoslakumar (@divyakhoslakumar)

Shah Jina