મનોરંજન

ભૂષણ કુમારની પત્નીએ સોનુ નિગમ ઉપર કર્યો પલટવાર, કહ્યું: “રામલીલામાં 5 રૂપિયા લઈને ગીત ગાતો હતો…”

ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલાએ ફરી એકવાર સોનુ નિગમ ઉપર પલટવાર કર્યો છે. ભૂષણ કુમ્મરની પત્નીએ ઇન્સ્ટાગ્રામ ઉપર એક વિડીયો પોસ્ટ કરી અને સોનુ નિગમને એ આરોપોના જવાબ આપ્યા છે જે થોડા દિવસ પહેલા જે સોનુએ એક વિડીયો પોસ્ટ કરી અને ભૂષણ કુમાર ઉપર લગાવ્યા હતા. દિવ્યાએ કહ્યું કે તેમને દુષ્કર્મની ધમકી આપવામાં આવી રહી છે.

Image Source

ઇન્સ્ટગ્રામ ઉપર પોસ્ટ કરવામાં આવેલા આ વિડીયોની અંદર દિવ્ય ખોસલા કહી રહી છે કે: “ગુલશન કુમારના દેહાંત બાદ ભૂષણ કુમારે ઓનું નિગમ પાસે મદદ માંગી હતી. એ સમયે ભૂષણ કુમાર ખુબ નાના હતા, પરંતુ સોનુએ મદદ કરવાને બદલે બીજી કમ્પની સાથે ટાઈ-અપ કરી લીધું હતું.” દિવ્યાએ સોનુને એમ પણ પૂછ્યું કે કેમ તેમના સંબંધ અબુ સલેમ સાથે હતા?”

Image Source

દિવ્યાએ આ વીડિયોમાં આગળ જણાવ્યું કે: “સોનુ નિગમે આજ સુધી પોતાના સિવાય કોઈ ગાયકને ચાન્સ નથી આપ્યો, પરંતુ આજે 97 ટકા લોકો ટી-સિરીઝમાં કામ કરવા વાળા બહારના છે. સોનુ નિગમ દિલ્હીની રામલીલામાં પાંચ રૂપિયામાં ગીત ગાતો હતો. અને તેના ટેલેન્ટને ગુલશન કુમારે ઓળખ્યો અને તેને ચાન્સ આપ્યો હતો.

Image Source

ગુલશન કુમારની હત્યા બાદ સોનુ નિગમ બીજી કંપની સાથે જોડાઈ ગયો હતો. ત્યારે ભૂષણ કુમાર 18 વર્ષના હતા અને તેમને સોનુ નિગમ પાસે મદદ માંગી હતી અને આજે તે આ વાતનું અહેસાન વિડીયો દ્વારા જતાવી રહ્યા છે. દિવ્યાએ આગળ જણાવ્યું કે સોનુ નિગમે પોતાના વીડિયોની અંદર કહ્યું હતું કે “એક છોકરી એ ભૂષણ કુમાર ઉપર મી ટૂદ્વારા આરોપ લગાવ્યો હતો.મી ટૂ એક બહુ જ સારી મુવમેન્ટ હતી પરંતુ ઘણા લોકોએ તેનો ખોટો ફાયદો પણ ઉઠાવ્યો. અમારી ઉપર એ સમયમાં એવા ઘણા આરોપ લગાવવામાં આવ્યા પરંતુ અમે પોલીસની મદદ લીધી. ઘણી છોકરીઓએ એમ માન્યું હતું કે તેમને કોઈના કહેવા ઉપર આમ કર્યું છે. આજે સોનુ નિગમ પણ આ વાતનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

દિવ્યાએ વીડિયોમાં આગળ જણાવ્યું કે: “સોનુ નિગમનો વિડીયો સામે આવ્યા બાદ ઘણી છોકરીઓએ ફરીથી  બ્લેકમેઇલ કરવાનું શરૂ કરી દીધું છે. તે કહી રહી છે કે અમને કામ અને પૈસા આપો નહિ તો અમે તમારી ઉપર આરોપ લગાવીશું.  તમે બીજા કલાકારો સાથે મળીને ટી-સીરીઝને ખતમ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તમારી પત્નીએ જ ખુદ તમારા ઉપર આરોપ લગાવ્યા હતા. મને અને મારા પતિ અને દીકરાને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.” આ પહેલા પણ દિવ્યાએ એક ઇન્સ્ટા સ્ટોરી દ્વારા સોનુને જવાબ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Divyakhoslakumar (@divyakhoslakumar) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.