નાનુ ડીપ નેક ટોપ પહેરી બોલીવુડની મોટી અભિનેત્રીએ મનાવ્યો પોતાનો જન્મદિવસ, કાતિલાના હુસ્ન આગળ ફેલ થઇ ગઇ બાકી બલાઓ

બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક દિવ્યા ખોસલા કુમારે 20 નવેમ્બરના રોજ પોતાનો  જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. આ દિવસોમાં અભિનેત્રી તેની ફિલ્મ “સત્યમેવ જયતે 2″ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે જોન અબ્રાહમ જોવા મળશે. 2004માં ફિલ્મ ‘અબ તુમ્હારે હવાલે વતન સાથી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર દિવ્યાને કોણ નથી જાણતુ. તેણે અભિનેત્રી અને દિગ્દર્શક તરીકે ઘણા મ્યુઝિક વીડિયો અને અન્ય પ્રોજેક્ટ કર્યા છે. તે ટી-સિરીઝના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમારની પત્ની છે.

 

View this post on Instagram

 

A post shared by Sidashi Lover (@sidashiloverforever)

દિવ્યા ખોસલા કુમારે પોતાનો જન્મદિવસ ટી-સીરીઝની નવી ઓફિસમાં ઉજવ્યો. આ દરમિયાન તે કિલર સ્ટાઈલમાં જોવા મળી હતી. દિવ્યા ખોસલા કુમાર તેની આગામી ફિલ્મ સત્યમેવ જયતે 2ને લઈને ચર્ચામાં છે. તેણે પોતાની કેટલીક બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં તેનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે.

ગ્રીન કલરના ડ્રેસમાં તે ખૂબ જ સુંદર અને હોટ લાગી રહી છે. દિવ્યાએ અલગ-અલગ સ્ટાઈલમાં ફોટોશૂટ કરાવ્યું છે. તેની આ સ્ટાઈલ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. દિવ્યા ખોસલાની સ્ટાઇલિંગ સેન્સ એટલી ક્લાસી છે કે તેની સામે બોલિવુડની હસીનાઓ પણ ઝાંખી પડી જાય છે. અભિનેત્રી ઘણીવાર એવા આઉટફિટમાં જોવા મળે છે, જે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી લે છે. ત્યારે ફરી એકવાર તેણે તેના જન્મદિવસ પર એવા કપડાં પહેર્યા હતા કે તે તેના પરથી કોઇ પોતાની નજર હટાવી શક્યાન હતા.

દિવ્યાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે તેના જન્મદિવસની કેક કાપતી જોવા મળી રહી છે. આ દરમિયાન હસીનાએ લાઇટ ગ્રીન કલરનો આઉટફિટ પસંદ કર્યો હતો. અભિનેત્રીના કો-ઓર્ડ સેટમાં ક્રોપ ટોપ, પેન્ટ અને બ્લેઝરનો સમાવેશ થતો હતો. દિવ્યાએ પહેરેલ ટોપમાં તેનું ટોન પેટ સરળતાથી પ્રકાશિત થઈ ગયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Season Media (@seasonmedia.in)

હસીનાના ક્રોપ ટોપમાં ડીપ પ્લંગિંગ નેકલાઇન તેના લુકને બોલ્ડ બનાવવા માટેનું કામ કરી રહી હતી. તેણે તેની સાથે મેચિંગ હાઇ-કમર ફ્લેરેડ પેન્ટ પહેર્યું હતું. દિવ્યાએ તેના લુકને કમ્પ્લીટ કરવા માટે સ્ટેટમેન્ટ સ્લીવ્સ સાથે ક્રોપ બ્લેઝર પહેર્યું હતું. જે આગળથી ખુલ્લી હતી અને લાંબી સ્લીવ્સમાં હતી.

 

View this post on Instagram

 

A post shared by OfficialJustNews (@officialjustnews)

દિવ્યાનો આ મોનોક્રોમ લૂક ખૂબ જ આકર્ષક લાગતો હતો. તે નિયોન ગ્રીન પોશાકમાં બધાનું ધ્યાન ખેંચવામાં વ્યવસ્થા કરી રહી હતી. જોકે તે ડીપ નેક ટોપને થોડી સંભાળતી પણ જોવા મળી હતી. દિવ્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે, પરંતુ તેનો બોલ્ડ અવતાર બધાને ચોંકાવી રહ્યો છે.

દિવ્યા ખોસલા કુમાર ટૂંક સમયમાં ફિલ્મ સત્યમેવ જયતે 2 માં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે. આ ફિલ્મમાં દિવ્યા ખોસલા એક્ટર જોન અબ્રાહમ સાથે રોમાન્સ કરતી જોવા મળશે. જોકે, દિવ્યાએ વધુ ફિલ્મો કરી નથી. પરંતુ તે ઘણા વધુ પ્રોજેક્ટ્સમાં ટી-સિરીઝનો ભાગ હતી. 17 વર્ષ બાદ તે ફરી એકવાર ફિલ્મો તરફ વળી રહી છે.

Shah Jina