વર્ષ 2004માં ફિલ્મ ‘અબ તુમ્હારે હવાલે વતન સાથી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર દિવ્યાને કોણ નથી જાણતુ. તેણે અભિનેત્રી અને દિગ્દર્શક તરીકે ઘણા મ્યુઝિક વીડિયો અને અન્ય પ્રોજેક્ટ કર્યા છે. તે ટી-સિરીઝના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમારની પત્ની છે. દિવ્યા ખોસલા કુમારે પોતાનો જન્મદિવસ ટી-સીરીઝની નવી ઓફિસમાં ઉજવ્યો. આ દરમિયાન તે કિલર સ્ટાઈલમાં જોવા મળી હતી. દિવ્યા ખોસલા કુમાર તેની ફિલ્મ સત્યમેવ જયતે 2ને લઈને ખૂબ ચર્ચામાં રહી હતી. તેણે પોતાની કેટલીક બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં તેનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. ગ્રીન કલરના ડ્રેસમાં તે ખૂબ જ સુંદર અને હોટ લાગી રહી છે.
View this post on Instagram
દિવ્યાએ અલગ-અલગ સ્ટાઈલમાં ફોટોશૂટ કરાવ્યું છે. તેની આ સ્ટાઈલ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. દિવ્યા ખોસલાની સ્ટાઇલિંગ સેન્સ એટલી ક્લાસી છે કે તેની સામે બોલિવુડની હસીનાઓ પણ ઝાંખી પડી જાય છે. અભિનેત્રી ઘણીવાર એવા આઉટફિટમાં જોવા મળે છે, જે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી લે છે. ત્યારે ફરી એકવાર તેણે તેના જન્મદિવસ પર એવા કપડાં પહેર્યા હતા કે તે તેના પરથી કોઇ પોતાની નજર હટાવી શક્યા ન હતા.
View this post on Instagram
દિવ્યાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે તેના જન્મદિવસની કેક કાપતી જોવા મળી રહી છે. આ દરમિયાન હસીનાએ લાઇટ ગ્રીન કલરનો આઉટફિટ પસંદ કર્યો હતો. અભિનેત્રીના કો-ઓર્ડ સેટમાં ક્રોપ ટોપ, પેન્ટ અને બ્લેઝરનો સમાવેશ થતો હતો. દિવ્યાએ પહેરેલ ટોપમાં તેનું ટોન પેટ સરળતાથી પ્રકાશિત થઈ ગયું હતું. હસીનાના ક્રોપ ટોપમાં ડીપ પ્લંગિંગ નેકલાઇન તેના લુકને બોલ્ડ બનાવવા માટેનું કામ કરી રહી હતી.
View this post on Instagram
તેણે તેની સાથે મેચિંગ હાઇ-કમર ફ્લેરેડ પેન્ટ પહેર્યું હતું. દિવ્યાએ તેના લુકને કમ્પ્લીટ કરવા માટે સ્ટેટમેન્ટ સ્લીવ્સ સાથે ક્રોપ બ્લેઝર પહેર્યું હતું. જે આગળથી ખુલ્લી હતી અને લાંબી સ્લીવ્સમાં હતી. દિવ્યાનો આ મોનોક્રોમ લૂક ખૂબ જ આકર્ષક લાગતો હતો.તે નિયોન ગ્રીન પોશાકમાં બધાનું ધ્યાન ખેંચવામાં વ્યવસ્થા કરી રહી હતી. જોકે તે ડીપ નેક ટોપને થોડી સંભાળતી પણ જોવા મળી હતી. દિવ્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે, પરંતુ તેનો બોલ્ડ અવતાર બધાને ચોંકાવી રહ્યો છે.
View this post on Instagram
ફિલ્મ સત્યમેવ જયતે 2માં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળેલી દિવ્યા ખોસલા જોન અબ્રાહમ સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી. જોકે, દિવ્યાએ વધુ ફિલ્મો કરી નથી. પરંતુ તે ઘણા વધુ પ્રોજેક્ટ્સમાં ટી-સિરીઝનો ભાગ હતી. 17 વર્ષ બાદ તે ફરી એકવાર ફિલ્મો તરફ વળી રહી છે. દિવ્યા ખોસલા કુમારની સ્ટાઇલિંગ સેંસ તેની ઉંમરને પણ માત આપે છે. તે ઘણીવાર એવા આઉટફિટ્સમાં સ્પોટ થાય છે કે તેની હોટનેસ જોવાલાયક હોય છે.
View this post on Instagram
તે બી-ટાઉન હસીનાઓને જબરદસ્ત ટક્કર આપે છે. અદાકારાના સ્ટાઇલિશ ક્લોથ જોઇ તો એ અંદાજ લગાવવો મુશ્કેલ છે કે તે એક બાળકની માતા પણ છે.દિવ્યા ખોસલા કુમાર એ અભિનેત્રીઓમાંની એક છે, જેના પર ઉંમરની અસર ફેલ થતી જોવા મળે છે. નાની ઉંમરમાં લગ્નના બંધનમાં બંધાવા વાળી અદાકારા કેટલાય ફ્રંટ્સ પર એક્ટિવ રહે છે.
View this post on Instagram
તેમ છત્તાં તે પોતાનું ધ્યાન કંઇક એવી રીતે રાખે છે કે વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ જાય છે. દિવ્યા ખોસલા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે ઘણીવાર તેની કેટલીક તસવીરો શેર કરતી રહે છે. આ ઉપરાંત તે તેના દીકરા સાથે અને પતિ સાથે પણ કેટલીક તસવીર શેર કરે છે.દિવ્યા ઘણીવાર ફની તસવીરો પણ શેર કરતી રહે છે.