“દિવ્ય દ્રષ્ટિ” ફેમ સના સૈયદે કર્યા તેના બોયફ્રેન્ડ સાથે નિકાહ, અભિનેત્રીની ખૂબસુરત તસવીરો દિલ જીતી લેશે

ટીવી શો દિવ્ય દ્રષ્ટિની આ અભિનેત્રીએ કરી લીધા તેના બોયફ્રેન્ડ સાથે નિકાહ, જુઓ એકથી એક ચડિયાતી બ્યુટીફૂલ તસવીરો

હાલ મોટા પડદાથી લઇને નાના પડદા સુધી લગ્નનો મોસમ ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. બોલિવુડ અભિનેતા વરુણ ધવને તેની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા હતા, તે બાદ યામી ગૌતમે પણ તેના લગ્નની તસવીરો શેર કરી ચાહકોને સરપ્રાઇઝ આપ્યુ હતુ અને હવે ટીવી અભિનેત્રી આ લિસ્ટમાં સામેલ થઇ ગઇ છે.

“દિવ્ય દ્રષ્ટિ” ફેમ અભિનેત્રી સના સૈયદ લગ્નના બંધનમાં બંધાઇ ચૂકી છે. સના ટેલિવિઝનનો જાણિતો ચહેરો છે. તમને જણાવી દઇએ કે, છેલ્લા સપ્તાહે તેને આ જાણકારી આપી હતી કે તે 25 જૂનના રોજ તેના બોયફ્રેન્ડ ઇમાદ શમ્સી સાથે નિકાહ કરવાની છે.

સનાના નિકાહના ફંક્શનમાં તેની કો-સ્ટાર નાયરા બેનર્જી પણ પહોંચી હતી. સના અને ઇમાદ બંને એકબીજાને કોલેજના દિવસોથી ઓળખે છે. બંનેના નિકાહની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે.

સનાના આ નિકાહમાં પરિવારના લોકો અને નજીકના મિત્રો જ સામેલ થયા હતા. કોરોનાને કારણે ફંક્શનમાં વધારે લોકો આવ્યા ન હતા.

સનાએ તેની મહેંદીના ફંક્શનમાં ગ્રીન કલરનો લહેંગો પહેર્યો હતો. આ સાથે તેણે ખૂબસુરત જ્વેલરી પણ કેરી કરી હતી.

સનાએ તેના નિકાહમાં ઓફ વ્હાઇટ કલરનો લહેંગો પહેર્યો હતો અને આ સાથે તેણે લહેંગાને મેચિંગ જ્વેલરી કેરી કરી હતી, તેણે હેવી ડાયમંડ નેકલેસ પહેર્યો હતો. જે તેને ખૂબ જ ખૂબસુરત બનાવી રહી હતી.

ઇમાદે નિકાહ દરમિયાન સફેદ રંગની શેરવાની પહેરી હતી. બંનેનો લુક નિકાહ માટે પરફેક્ટ લાગી રહ્યો હતો. સના અને ઇમાદની હલ્દી સેરેમની 22 જૂનના રોજ થઇ હતી.

સનાના કો-સ્ટાર રહેલા અદ્વિક મહાજન અને તેની પત્ની નેહા મહાજન પણ લગ્નના બધા ઇવેન્ટનો ભાગ રહ્યા હતા તેમણે પણ સના સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

સોશિયલ મીડિયા પર ચાહકો અને સેલેબ્સ સનાને લગ્નની શુભકામનાઓ આપી રહ્યા છે. દુલ્હન બનેલી સનાની ખૂબસુરત તસવીરોથી તો નજર હટાવવી મુશ્કેલ બને છે.

લગ્નના દિવસે સના અને ઇમાદની સગાઇનું ફંક્શન હતુ, ઇમાદ સનાને રિંગ પહેરાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ઇમાદ ઘૂંટણ પર બેસી સનાને રિંગ પહેરાવી રહ્યો છે. કપલે રિંગ ફ્લોન્ટ કરતા પણ પોઝ આપ્યો હતો.

આ નિકાહની ખાસ વાત તો એ છે કે, સનાની વિદાયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જયાં સના અને ઇમાદ બંને ગાડીમાં બેઠેલા છે. સના ગાડીની અંદરથી બધાને બાય બાય કહી રહી છે અને આમાં ખાસ વાત તો એ છે કે વિદાય વખતે તે હસતા હસતા જઇ રહી છે.

Shah Jina