બનાસકાંઠાના આ લોકપ્રિય ગાયિકા પહોંચ્યા અમેરિકા, ગીતાબેન રબારી, કિંજલ દવે સાથે અમેરિકામાં વસતા ગુજરાતી સિનિયર સીટીઝનોને પોતાના સુર તાલથી ઝુમાવ્યા

ગુજરાતના ગાયક કલાકારો હાલ વિદેશની ધરતી ઉપર પોતાના શાનદાર વેકેશનનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે, જીગ્નેશ કવિરાજ, ગમન સાંથલ, ઉર્વશી રાદડિયા અને કિંજલ દવે થોડા સમય પહેલા જ દુબઇમાં રજાઓનો આનંદ માણીને પરત ફર્યા છે, તો લોકગાયિકા અલ્પાબેન પટેલ પણ આંદામાનમાં પોતાના પતિ સાથે રજાઓ માણવા ગયા હતા.

આ ઉપરાંત ગીતાબેન રબારી પણ અમેરિકાના પ્રવાસ પર પહોંચ્યા હતા, જેના થોડા જ સમય બાદ કિંજલ દવે પણ દુબઈથી પરત આવી અને દુબઈના પ્રવાસે પહોંચી હતી, હાલમાં પણ ગીતાબેન રબારી અને કિંજલ દવે અમેરિકાના પ્રવાસે છે,   જ્યાંથી તેઓ પોતાની શાનદાર તસવીરો પણ શેર કરતા રહે છે.

કિંજલ દવે અને ગીતાબેન જ્યાં અમેરિકામાં શાનદાર રજાઓનો આનંદ માણી રહ્યા છે ત્યાં વધુ એક ગુજરાતની લોકપ્રિય ગાયિકા પણ હવે અમેરિકામાં પહોંચી છે અને તેમને પણ તેમના સોશિયલ મીડિયામાં તેમની કેટલીક શાનદાર તસવીરો શેર કરી અને પોતાના અમેરિકા પ્રવાસની જાણ કરી છે.

અમેરિકાના પ્રવાસે પહોંચેલા આ લોકપ્રિય ગાયિકાનું નામ છે દિવ્યા ચૌધરી. જેઓ મૂળ બનાસકાંઠાના વતની છે અને સોશિયલ મીડિયામાં ખુબ  મોટો ચાહકવર્ગ પણ ધરાવે છે. તેમના કાર્યક્રમોમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે અને પોતાના સુમધુર અવાજથી પોતાના ચાહકોને ઝુમવાતા હોય છે.

દિવ્યા ચૌધરીએ અમેરિકા જતા સમયે જ એરપોર્ટ ઉપરથી કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે ગુલાબી રંગના જોગર્સ અને ક્રીમ રંગની ટી શર્ટ પહેરીને કેમેરા સામે શાનદાર પોઝ આપી રહ્યા હતા. આ ઉપરાંત તેમને એક હાથમાં પર્સ લટકાવ્યું હતું અને બીજા હાથથી ટ્રાવેલ બેગ કેરી કરી હતી.

દિવ્યા ચૌધરીએ તસવીરો પોસ્ટ કરવાની સાથે જ ચાહકોએ પ્રતિસાદ આપવાનો શરૂ કર્યો હતો અને તેમને તેમના આ પ્રવાસ માટે શુભકામનાઓ પણ પાઠવી હતી, આ ઉપરાંત ઘણા લોકોએ આ પોસ્ટને લાઈક પણ કરી હતી, દિવ્યા ચૌધરીએ આ તસવીરો સાથે કેપશનમાં જણાવ્યું હતું કોલિંગ શિકાગો, જેના પરથી ચાહકોને જાણવા મળ્યું હતું કે તે અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે.

શિકાગોમાં દિવ્યા ચૌધરીની મુલાકાત અમેરિકાના પ્રવાસે ગયેલ ગુજરાતની બંને લોકપ્રિય ગાયિકાઓ ગીતાબેન રબારી અને કિંજલ દવે સાથે થઇ હતી, જેની તસવીર પણ દિવ્યા ચૌધરીએ તેના સોશિયલ મીડિયામાં શેર કરી હતી, આ તસવીર પણ તેના ચાહકોને ખુબ જ પસંદ આવી હતી અને તેના ઉપર પણ ચાહકોએ ભરપૂર પ્રતિસાદ આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે ગીતાબેન રબારી, કિંજલ દવે અને દિવ્યા ચૌધરી અમેરિકામાં ચૈત્રી નવરાત્રી નિમિત્તેના કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે, જ્યાંથી તે ચૈત્રી નવરાત્રીમાં અમેરિકામાં વસતા ગુજરાતીઓને પોતાના સુર તાલના સથવારે ઝુમાવશે, આ ઉપરાંત તે અન્ય કાર્યક્રમોમાં પણ રમઝટ જમાવશે.

 

View this post on Instagram

 

A post shared by Divya Chaudhary (@thedivyachaudhary)

દિવ્ય ચૌધરીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક અન્ય વીડિયો પણ શેર કર્યો છે, જેમાં શિકાગોની અંદર વસતા ગુજરાતી સિનિયર સીટીઝનોને ગીતાબેન રબારી, કિંજલ દવે અને દિવ્યા ચૌધરી પોતાના સુર તલાના સથવારે ઝુમાવી રહ્યા છે. આ વીડિયોને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel