ટીવી ઇન્ડસ્ટ્રીઝને સોમવારની સવારે મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લા ઘણા દિવસથી વેન્ટિલેટર પર જિંદગીનો જંગ લડી રહેલી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનનું નિધન થયું છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં ગુલાબોનો રોલ નિભાવનાર દિવ્યા કોરોનાનો શિકાર થઇ હતી. જે બાદ તેને ગોરેગાઁવની એસઆરવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
View this post on Instagram
દિવ્યાની હાલત ગંભીર બતાવવામાં આવી રહી હતી જેને લઈને તેનું ઓક્સિજન લેવલ ઓછું થઇ ગયું હતું. આ કારણે તેણે વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. વેન્ટિલેટર પર ઘણા દિવસથી જિંદગી અને મોતનો જંગ લડી રહી હતી અને એક્ટ્રેસ આ જિંદગી હારી જઈ હંમેશા માટે આ દુનિયાને છોડીને ચાલી ગઈ હતી.
View this post on Instagram
દિવ્યાના દોસ્ત યુવરાજ રઘુવંશીએ એક્ટ્રેસની નિધનના ખબરને કન્ફોર્મ કરી હતી. સ્પોટબોય સાથેની વાતચીતમાં યુવરાજે જણાવ્યું હતું કે, દિવ્યાનું નિધન સવારે 3 વાગ્યે થયું હતું. દિવ્યાને 7 હિલ્સ હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવી હતી. રાતે અચાનક જ 2 વાગ્યે તેની તબિયત ખરાબ થઇ હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી જે બાદ 3 વાગ્યે ડોકટરોએ જણાવ્યું હતું કે, દિવ્યા આ દુનિયામાં નથી રહી. આ ખબર મારી અને દિવ્યાના પરિવાર માટે દુઃખના ડુંગર જેવી હતી. ભગવાન તેની આત્માને શાંતિ આપે.
View this post on Instagram
દિવ્યાની મિત્ર અને એક્ટ્રેસ દેવોલિનાએ પણ ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ લખીને દુઃખ વ્યક્ત કર્યું છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, દિવ્યાની માતાએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં અભિનેત્રીના પતિ ગગન ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. માતાએ કહ્યું હતું કે, દિવ્યાનો પતિ ગગન ફ્રોડ વ્યક્તિ છે. તે અભિનેત્રીને છોડીને ચાલ્યો ગયો અને તેણે અભિનેત્રીના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું પણ નહીં. માતાએ એમ પણ કહ્યું, ‘દિવ્યાએ અમારી જાણ વિના લગ્ન કર્યા. અમે આ લગ્નની વિરુદ્ધ હતા. દિવ્યા પહેલા મીરા રોડ પર મોટા મકાનમાં રહેતી હતી. પરંતુ લગ્ન બાદ તે ઓશિવારામાં એક નાનકડા મકાનમાં રહેવા લાગી. તેનો પતિ પણ ફ્રોડ નીકળ્યો અને તેને છોડીને ચાલ્યો ગયો.
View this post on Instagram