મનોરંજન

દિવ્યા ભારતીની મૃત્યુ આજે પણ છે એક રહસ્ય, દુલ્હનથી લઈને અત્યાર સુધીની જુઓ દુર્લભ તસ્વીરો…

બૉલીવુડ માં એક જમાનાની અભિનેત્રી દિવ્યા ભારતી જેવી કદાચ જ કોઈ અભિનેત્રી રહી હશે જેમણે પોતાના કેરિયરના પહેલા જ વર્ષમાં અનેક ફિલ્મો કરીને સફળતા મેળવી લીધી,ફિલ્મો હિટ રહી, પણ બીજા જ વર્ષે મૌતને ગળે લગાડીને ચાલી ગઈ.

Image Source

દિવ્યા ભારતીનું નામ આવતા જ તેના હિટ ગીતો ‘એસી દીવાનગી’, ‘સાત સમંદર પાર’યાદ આવી જાય છે. 25 ફેબ્રુઆરી 1974 ના રોજ જન્મેલી દિવ્યા જો આજે જીવિત હોત તો 44 વર્ષની થઇ ગઈ હોત. પણ માત્ર 19 વર્ષની ઉંમરમાં જ તે દુનિયા છોડીને ચાલી ગઈ અને તેના નિધનનું સાચું કારણ હજી સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. આગળની 5 એપ્રિલ એ દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતીની પુણ્યતિથિ હતી. દિવ્યા ભારતી 90 ના દશકની એક એવી સુંદર અભિનેત્રી હતી જેમણે પોતાના લુક્સ અને ક્યુટનેસથી લોકોમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી હતી. 7 એપ્રિલના રોજ હિન્દૂ રીત રિવાજથી તેનું અંતિમ સંસ્કાર પતિ સાજીદ નડિયાદ વાલાએ કર્યુ હતું.

Image Source

દિવ્યા ભારતીએ વર્ષ 1992 માં ફિલ્મ વિશ્વાત્માથી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું. જો કે તેની પહેલા તે અમુક તેલુગુ ફિલ્મો પણ કરી ચુકી હતી. તેના પછી દિવ્યા ભારતીએ લગાતાર અન્ય 14 ફિલ્મો કરી હતી. જેમાં શોલા ઔર શબનમ, દિલ કા ક્યાં કુસુર,જાન સે પ્યારા, દીવાના, દિલ આશના હૈં, વગેરે શામીલ છે.

Image Source

એક જ વર્ષમાં તેલુગુ સિનેમામાં મોટું નામ બન્યા પછી તેને 1992 અને 1993 ની વચ્ચે 14 થી વધારે ફિલ્મોમાં અભિનય કર્યું હતું, જે હિન્દી સિનેમા માં એક રેકોર્ડ પણ છે.

Image Source

વર્ષ 1992 માં માત્ર 18 વર્ષની જ ઉંમરમાં દિવ્યા ભારતીએ ફિલ્મમેકર સાજીદ નડિયાદવાલા સાથે લગ્ન કરી લીધા હતા. દિવ્યાના પિતા આ લગ્નથી નાખુશ હતા જેને લીધે તેણે ઘણા સમય સુધી દિવ્યા સાથે વાત પણ કરી ન હતી.

Image Source

ફિલ્મ ક્ષત્રિય દિવ્યાના જીવનકાળની સૌથી છેલ્લી ફિલ્મ હતી આ ફિલ્મ માર્ચ માં આવી હતી અને એપ્રિલમાં દિવ્યાની મૃત્યુ થઇ ગઈ હતી. દિવ્યાની મૃત્યુને લીધે સાજીદ પર ઘણા સવાલો ઉભા કરી દીધા હતા પણ સાજીદ હંમેશા એ જ કહેતા રહયા હતા કે તે દિવ્યાને ખુબ જ પ્રેમ કરતા હતા અને આજે પણ તે દિવ્યાના પરિવારની ખુબ નજીક છે.

Image Source

એક ફિલ્મ શૂટિંગ ના સમયે દિવ્યા-સાજીદની મુકાલાત થઇ હતી અને પહેલી જ વારમાં બંને વચ્ચે પ્રેમ થઇ ગયો અને લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. સાજીદ સાથે લગ્ન કરવા માટે દિવ્યાએ ઇસ્લામ ધર્મ કબુલ્યો હતો અને 10 મૈં 1992 માં રોજ બંને એ લગ્ન કર્યા હતા.

Image Source

પોતાની મૃત્યુના દિવસે જ દિવ્યા એ મુંબઈ માં પોતાના માટે નવું 4 બીએચકે ઘર ખરીદ્યુ હતું અને ડીલ ફાઇનલ પણ કરી હતી જે પાંચમા માળ પર હતું. દિવ્યા તે જ દિવસે ચેન્નાઇથી પોતાનું શૂટિંગ પૂરું કરીને પાછી આવી હતી.

Image Source

રાતના લગભગ 10 વાગ્યા હતા જયારે દિવ્યાની મિત્ર ડિઝાઇનર નીતા લુલ્લા પોતાના પતિ સાથે તેને મળવા માટે તેના ફ્લેટ પહોંચ્યા હતા.ત્રણે વાતોમાં મશગુલ હતા અને ડ્રિન્ક પણ થઇ રહ્યું હતું.

નીતા અને તેના પતિ વાતોમાં મશગુલ હતા અને તે જ સમયે દિવ્યા રૂમની બારી પાસે ગઈ જ્યા ગ્રીલ લાગેલી ન હતી. દિવ્યા આ બારી પર યોગ્ય રીતે ઉભા રહેવાની કોશિશ કરી જ રહી હતી કે તેનો પગ લપસ્યો અને તે પાંચમા માળથી નીચે પડી ગઈ. નીચે પાર્કિંગની જગ્યા હતી પણ તે સમયે ત્યાં એકપણ ગાડી ઉભેલી ન હતી.

Image Source

નીચે પડતા જ દિવ્યા લોહી લુહાણ થઇ ગઈ અને તેને તરતજ હોસ્પિટલ લઇ જવામાં આવી પણ અફોસોસ કે ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું.હોસ્પિટલના ઈમરજેંસી વાર્ડમાં દિવ્યા ભારતીએ છેલ્લા શ્વાશ લીધા હતા.જો કે તે સમયે સાજીદ નડિયાદવાલા અને નીતા લુલ્લા અને તેના પતિની પણ પૂછતાછ કરવામાં આવી ન હતી.

Image Source

છતાં પણ પાંચ વર્ષ સુધી રિસર્ચ કર્યા પછી પણ પોલીસને કોઈ ખાસ પ્રમાણ મળી ના શક્યા, જેને લીધે પોલીસે રિપોર્ટમાં નશાની હાલતમાં બાલ્કની થી પડી જાવાને લીધે મૃત્યુનું કારણ જણાવ્યું હતું. જો કે દિવ્યાની માં નું કહેવું હતું કે તે ન તો ડ્રિન્ક કરતી હતી કે ન તો ડ્રગ્સ લેતી હતી.

સાજીદ નડિયાદવાલા એ વર્ષ 2004 સુધી જે પણ ફિલ્મો બનાવી, તેને દિવ્યાને ડેડિકેટ કરી હતી. સાજીદ આજે પણ દિવ્યાને ખુબ યાદ કરે છે.