અરરર…બિગબોસ વિજેતા દિવ્યા અગ્રવાલ કેમ પોતા મારી રહી છે? ફેન્સ દંગ રહી ગયા- જુઓ
“બિગબોસ ઓટીટી” ખત્મ થતા જ હવે “બિગબોસ 15” શરૂ થવાનુ છે. આ વચ્ચે બિગબોસ ઓટીટીની વિનર દિવ્યા અગ્રવાલની એક તસવીર સોશિયલ મીડિયા પર આવતા જ છવાઇ ગઇ છે. આ તસવીર જોયા બાદ લોકોને ઝાટકો લાગી રહ્યો છે. તસવીરમાં તેને ઓળખવી ઘણી મુશ્કેલ છે. લોકો એ સમજી શકતા નથી કે આ ખરેખરમાં દિવ્યા અગ્રવાલ છે ?
જણાવી દઇએ કે, આ તસવીરમાં જે યુવતિ દેખાઇ રહી છે તે ખરેખરમાં બિગબોસ ઓટીટી વિનર દિવ્યા અગ્રવાલ છે. તસવીર જોઇ આ વાત પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે. પરંતુ આ હકિકત છે. અભિનેત્રી દિવ્યા અગ્રવાલે પોતે આ તસવીર શેર કરી છે. તેણે તસવીર શેર કરી જણાવ્યુ કે, તેની વેબ સીરીઝનું એક પાત્ર જે ઘણુ ખતરનાક છે. આ લુકને એસ્થેટિક મેકઅપની મદદથી હાંસિલ કરવામાં આવ્યો છે.
દિવ્યા અગ્રવાલ ઓલ્ટ બાલાજી વેબ સીરીઝ “કાર્ટેલ”માં આ અવતારમાં નજર આવશે. તે એક હોસ્પિટલમાં સફાઇનું કામ કરનારી મહિલા જોવા મળી રહી છે. દિવ્યાનો ચહેરો પૂરી રીતે બદલાયેલો લાગી રહ્યો છે. મોટા-મોટા દાંત, આંખોના નીચે ડાર્ક સર્કલ અને ડસ્કી બોડી કલરને કારણે તેને ઓળખવી મુશ્કેલ છે. તેનો આ અંદાજ પહેલીવાર જોવા મળી રહ્યો છે.
દિવ્યા અગ્રવાલના આ ટ્રાંસફોર્મેશનની કોઇએ કલ્પના કરી ન હતી. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર એક BTS વીડિયો પણ શેર કર્યો છે અને ટ્રાંસફોર્મેશન વિશે જણાવ્યુ છે. તેણે લખ્યુ કે, મેં કેવી રીતે મારો બર્થ ડે 4 સપ્ટેમ્બર 2019માં મનાવ્યો હતો. ઘરવાળા અને મિત્રો મારા ઘરે સેલિબ્રેશનની રાહ જોઇ રહ્યા હતા અને એ દિવસે હું કાર્ટલ માટે તૈયાર થઇ રહી હતી. મારા પ્રોસ્થેટિક મેકઅપમાં 2 કલાક લાગ્યા આ સિવાય મારા નાકના બધા સેંસેંસ બ્લોક થઇ ગયા હતા. તેણે કહ્યુ હતુ કે, મારી ખુશી જ મારી સૌથી મોટી ઉપલબ્ધિ છે…
જણાવી દઇએ કે, આ પહેલા તે એક વૃદ્ધ પુરુષના ગેટઅપમાં નજર આવી હતી. હાલમાં જ ઓટીટીના એક સર્વેમાં સૌથી વધારે જોનાર વેબ સીરીઝમાં ઓલ્ટ બાલાજીની કાર્ટેલ ત્રીજા નંબર પર આવી હતી. આ ચાર્ટ એકતા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ખુશી જતાવી હતી. દિવ્યા અગ્રવાલની પર્સનલ લાઇફની વાત કરીએ તો, તે ખતરો કે ખિલાડી સિઝન-11ના કંટેસ્ટેંટ રહેલા વરુણ સૂદ સાથે રિલેશનશિપમાં છે. વરુણ પણ દિવ્યાના કામ પર ગર્વ મહેસૂસ કરે છે.
સ્પિલટ્સવિલા-10 અને રાગિની એમએમએસ રિટર્ન્સમાં પોતાના હુસ્નના જલવા વિખેરનાર અભિનેત્રી દિવ્યા અગ્રવાલ ઘણીવાર તેની તસવીરો અને વીડિયો શેર કરે છે. તે ટીવીના કંટ્રોવર્શિયલ શો બિગબોસ ઓટીટીની વિનર પણ બની ગઇ છે.
View this post on Instagram