Bigg Boss OTT: ગંદા અંડરગાર્મેન્ટ્સને લઇને ઝઘડી દિવ્યા અને નેહા ભસીન, ગૌહર ખાને કર્યુ આવી રીતે રિએક્ટ

ગંદા અંડરવેર (ચડ્ડી) બાબતે આ મોટી અભિનેત્રીઓ લડાઈ કરી, ફેન્સ બોલ્યા શરમ કરો જુઓ

“બિગબોસ ઓટીટી” દર્શકોને ઘણુ પસંદ આવી રહ્યુ છે. અહીં રોજ કંઇ નવુ જોવા મળી રહ્યુ છે. પરંતુ હાલમાં જે જોવા મળી રહ્યુ છે, તે ઘણુ અજીબ છે. “બિગબોસ ઓટીટી”નો લેટેસ્ટ એપિસોડ ઘણો ધમાકેદાર રહ્યો. એકબાજુ જયાં બિગબોસે બધા કનેક્શન ખત્મ કરી દીધા તો ત્યાં બીજી તરફ ઘરવાળાએ સોલો રમતા તેમના અસલી રંગ બતાવી દીધા છે. નેહા ભસીન અને દિવ્યા અગ્રવાલ વચ્ચે તો ગંદો ઝઘડો થઇ ગયો.

આ ઝઘડો પણ એક ગંદા અંડરવેરને લઇને થયો જેને જોઇને ગૌહર ખાન પણ હેરાન રહી ગઇ. ગૌહર ખાને આ ઝઘડામાં નેહા ભસીનની સાઇડ લીધી અને દિવ્યા પર ગુસ્સો નીકાળ્યો.લેટેસ્ટ એપિસોડમાં દિવ્યા અને નેહા ભસીન વચ્ચે ખાસી એવી ચર્ચા જોવા મળી રહી છે. આ ચર્ચાનો આગાઝ ત્યારે થયો જયારે દિવ્યા અગ્રવાલ કિચનના સિંકમાં એક ગંદો અંડરવેર જુએ છે.

જે સમયે દિવ્યાએ આ જોયુ તો તે બીજા વોશબેસિન સામે ઊભી હોય છે. દિવ્યા તેની પાસે ઊભેલી શમિતા શેટ્ટીને પૂછે છે કે આ કોનો છે ? તે બાદ દિવ્યા મુસ્કાનને બોલાવે છે અને મુસ્કાન પણ આ વાત પર ના કરતા  કહે છે કે તે તેનો નહિ પણ નેહાનો હોઇ શકે છે.ત્યારે નેહા દિવ્યા અગ્રવાલ પાસે આવે છે અને તેના અંડરવેરને લઇ જાય છે. સાથે જ કહે છે કે તેણે આ ધોવા માટે રાખ્યો હતો.

એટલું જ નહિ, નેહાએ આ વાત માટે માફી માંગી પરંતુ દિવ્યાએ કમેન્ટ કરતા કહ્યુ કે, આ ઘણો ગંદો છે નેહા. જે બાદ નેહા પલટવાર કરતા કહે છે કે, મને બધા વસ્તુ પર તારી રાયની જરૂર નથી. ઘણુ વધારે થઇ રહ્યુ છે. મેં આને ધોવા માટે રાખ્યુ હતુ. તમે એક ઘિનૌની મહિલા છો. તમે જે કંઇ પણ કહો છો તે ઘિનૌનું હોય છે. મેં હમણા જ કહ્યુ કે, હું આના માટે માફી માંગુ છુ, તમે તેને મુદ્દો કેમ બનાવી  રહ્યા છે ? આ એક નાની વાત છે કોઇ મોટી વાત નથી.

વાત તો અહીં ખત્મ નથી હોતી, બંને વચ્ચે ઘણી લાંબી ચર્ચા ચાલે છે.આ વચ્ચે આ મુદ્દા પર ગૌહર ખાનનું પણ નિવેદન આવ્યુ છે. તેણે કહ્યુ કે, ધોયા વગરના અંડરગારમેન્ટને પહેલીવાર છોડવું એ ભૂલ છે, એક છોકરી હોવાને નાતે તમે બીજી છોકરી માટે આ શર્મનાક કેવી રીતે બનાવી શકો છો ? આને ઘિનૌનું કહેવુ અને સાર્વજનિક કરવુ અને કોઇ છોકરીને આટલી શરમ અનુભવાવી, ઘણા દુુખની વાત છે.

 

View this post on Instagram

 

A post shared by Voot (@voot)

Shah Jina