લેખકની કલમે

જો જીવનમાં ખાલી પ્રેમ ને વિશ્વાસ મળે તો વ્યક્તિ બધુ જ કરી શકે છે, વાંચો આ અદભૂત ને જીવનમાં ઉતારવા જેવી લાગણીસભર વાર્તા ….

 • આકશમાંથી તારા તોડવાની વાતો કરી નથી શકતો ,
 • આ અંધારી રાતને અજવાળામાં ફેરવી નથી શકતો ,
 • તને ચાંદ સાથૅ સરખાવવાની ખોટી આશ કરી નથી શકતો ,
 • પ્રેમ છે તુજથી એમ કહી તારી બેઇજતી કરી નથી શકતો ,
 • હકીકત ઘણી લાંબી છે જે તને કહી નથી શકતો ,
 • હું બન્યો છું આ દેશ માટે , મારા અનાથ ભાઈ – બહેન માટે ,
 • માફ કરજે મને ફક્ત તારો બની રહી નથી શકતો।

હિરેન પાસેથી આમ છેડાતી કવિતા સાંભળી હેતાક્ષી બોલી કેમ આમ બોલે છે ? શું થઇ ગયું છે તને ? હેતાક્ષી નો હાથ પકડી હિરેન બોલ્યો અરે ગાંડી તને યાદ છે આતો હું અત્યારે નહિ આજથી 20 વર્ષ પહેલા બોલ્યો હતો ફરીએ યાદ તાજી થઈ ગઈ ખબર છે.

આજ જગ્યાએ આજથી 20 વર્ષ પહેલા આજ રીતે ઉભા રહીને મેં તને આ વાત કહી હતી ને હું તને છોડી ચાલ્યો જવાનો હતો પણ તે મને હિમ્મત આપી ને મારા સપના પુરા કરવામાં સાથ આપ્યો હું તો ભાવો ભવ તું મળે એવી ભગવાન ને પાર્થના કરું છું તારા જેવી સંગીની મળે તો બધાય જન્મારા સફળ છે।

હા, બરોબર યાદ છે મારેય ભવોભવ તુજ જોઈએ હુંય ભગવાન ને એજ પ્રાથના કરું છું કે તુજ મને ભવોભવ મળે , ઘણું અઘરું છે તારા જેવો જીવન સાથી મળવો।

ફોનની રિંગ વાગીને સામેથી અવાજ આવ્યો ખુબ ખુબ અભિનંદન મી.હિરેન। ખુબ ખુબ આભાર મી.ચિરાગ પણ કઈ વાતના અભિનંદન પાઠવી રહ્યા છો અમને ?

અરે। સમાચાર જુઓ XYZ ચેનલ પર તમારા સપનાઓ જોર-જોરથી બૂમો પડી રહ્યા છે હિરેન ભાઈ જુઓ લોઢાના ચણા કોક જ ચાવે ને જે તમે ચાવી બતાવ્યા છે।

ફોન કટ થયોને ન્યુઝ ચાલુ કરી જોયું હિરેનની ખુશીનો પાર ના રહ્યો હિરેન ના ચહેરા પર ખુશી જોઈ હેતાક્ષી ખુશ થતા પૂછ્યું એવાતે કેવા સમાચાર છે ?

જેનાથી તું આટલો ખુશ થાય છે ? ન્યુઝ , ફોન-કોલ્સ બતાવતા જો હેતાક્ષી મારી 20 વર્ષની મહેનત ,તારો 20 વર્ષનો વિશ્વાસને આપણા બધાનું 20 વર્ષનું આપેલું બલિદાન આજે રંગ લાવ્યું।

બધાના અભિનંદન પાઠવવા ફોન આવવા લાગ્યા જે લોકો તેમને પસંદ નહતા કરતા ધિક્કારતા હતા આજે જાણે તેઓ તેમના ગુલામ બની ગયા હતા।

 • હે ઈશ્વર કોટી-કોટી નમન તુજને ,
 • ઘણી કરી લીલાઓ ઘણા રમ્યા રાશ ,
 • પણ, જયારે જયારે તારા બાળકોએ પુકાર્યા તુજને ,
 • ત્યારે ત્યારે તે છુપા વેશે આવી ,
 • મને અર્જુન બનાવ્યો ,
 • લડાઈના મેદાનમાં સંઘર્ષ કરતા શીખવાડ્યું તે ,
 • ખુદ માટે તો સૌ જીવે ,
 • બધા માટે જીવતા મને શીખવાડ્યું તે ,
 • કોટી કોટી નમન તુજને। ………

હાઈ-કોર્ટમાં હિરેન કેશ જીતી ગયો આ ન્યુઝ સાંભળતા જાણે આખો ભારત દેશ ખુશ થઇ રહ્યો હતો અમુક ગણ્યા ગાંઠ્યા લોકો સિવાય ઘણી પોલિટિક્સ પાર્ટી તેને પોતાની પાર્ટી માં સામેલ કરવા ફોન આવવા લાગ્યાને કેટલાય રૂપિયાઓની ઓફર કરવા લાગ્યા હિરેને શાંતિથી જવાબ આપ્યો મારે તમારી આ કોઈ પાર્ટી માં સામેલ થવાની જરૂર નથીને આ મારા ટૂંકા જવાબ પર મારી તમને બે હાથ જોડી નમ્ર વિનંતી છે હવે કોઈ સવાલ નઈ બસ,તમે અહીં થી જાવ આભાર આપનો।

આજેય હેતાક્ષીને એટલું જ માન થઇ આવ્યું હતું જે તેને દરરોજ થઇ રહ્યું હતું તેના વખાણ માટે તેની પાસે શબ્દો નહતા તેની પાસે હતું તો એ હિરેન માટે નો પ્રેમ અને તેના સપનામાં તે સફળ થાય તે માટે આપવા હિમ્મત।

હેતાક્ષી વિચારી રહી , કોને કહેવાય મહાપુરુષ ?

કેસરી વસ્ત્રો ધારણ કરનાર ??હાથમાં માળા -લાંબી જટાઓ રાખવા વાળા કે પછી ચાલતા ભિખારીને ભીખ આપી 5 મિનિટની ભૂખ શાંત કરે તેને કે અનાથ અને વૃદ્ધ આશ્રમમાં દાન આપે તેને ???

ઘણાએ લંબા વિચારો કાર્ય પછીએ માનમા ગળગળી। ….ના ના મહાપુરુષ તો મારો હિરેન છે જેને પોતાની જિંદગીનું બલિદાન આપ્યુંને આટલા બધા લોકોને જીવતા શીખવાડ્યું કોઈના ભાઈ તો દીકરા તો કોઈના સારા મિત્ર બની દેખાડ્યું અનમેરીડ હોવા છતાં સારા પિતા બની દેખાડ્યું આકાશ સામે જોતા હેતાક્ષી બોલી ધન્ય છે પ્રભુ ધન્ય તારી કરામત ને। …..

તરત જ બીજી રિંગ વાગીને હેતાક્ષીને કારમાં બેસાડીને ડાઇરેક્ટ હોસ્પિટલમાં રૂમ ન.3 માં લઇ ગયો રૂમમાં નીરવ શાંતિ હતી ને બધાની આંખમાં આંશું હતા ખુશીના ….

હિરેને MBA માં એડમિશન લીધું ત્યારે તેની મુલાકાત ક્રીતિષ પંડ્યા સાથે થઈ પહેલા દિવસથી જ તેની મિત્રતા ઘણી સારી થઇ ગઈ હતી હિરેન કરતા ક્રીતિષ ખુબ હોશિયાર ને દેખાવ પણ ખુબ સરસ બધી રીતે હિરેન કરતા 2 કદમ તે આગળ હતો ફક્ત પૈસાની બાબત માં સમાનતા નહતી અને બંને એક જ વિષય પર સ્ટડી કરી રહ્યા હતા અને હિરેન ના પિતાનું ફર્નીચરનું વર્કશોપ હતું ને ક્રિતિષના પિતાતો જયારે તે 10 વર્ષ નો હતો ત્યારે જ ગુજરી ગયા હતા.

અરે, તેનું આખું ફેમિલી કાર એક્સીડેન્ટમાં મુત્યુ થયું હતું કાકાએ ઘરમાંથી ભાગ આપવો ન પડે એ વિચારી તેને અનાથ આશ્રમમાં મૂકી આવ્યા હતા ત્યારથી બસ અનાથ આશ્રમ તેની દુનિયા બની ગઈ હતી ને આ દુનિયામાં બેઠા બેઠા કેટ કેટલાય સપના જોવાતા ગયાને સુખ દુઃખના કેટ કેટલાય પડાવ પાર થતા ગયા પોતાના જેવું કેટલાય બાળકો જીવતા હશે તે વિચારી તેની રુવાંટી ઊંચી થઇ જતી અને તે બધાને આવા જીવનથી મુક્તિ અપાવવી બસ એજ એનું સપનું થઇ ગયું હતું ને આજ MBA સુધી પહોંચ્યો હતો।

હિરેન તો તેનાથી સાવ અલગ જ હતો પોતાના પિતાના બિઝનેસ ને આગળ લાવવા માટે MBA કરવા આવ્યો હતો અને જાહો જલાલીમાં જીવવા વાળો ઇન્શાન હતો પથારીમાં પાળી મળે તો માટલા સુધીયે ન જાય એમાં કોઈની માળા તો શું કરે? પણ કુદરતને એનાથી ઘણી આશાઓ હશે જેના કારણે ક્રીતિષ સાથે તેની મિત્રતા થઇ ગઈ. એકવાર ક્લાસીસથી છૂટીને ક્રીતિષ હિરેન ને તેના આશ્રમ લઇ ગયો અને ક્રીતિષ જેવો આશ્રમમાં આવ્યો તરત જ બાળકોનું ટોળું તેને વળગી રહ્યું ભાઈ શું લાવ્યા ? શું લાવ્યા ? કરતા કરતા ક્રીતિષને ને ચોંટી ગયા.

બધાની આંખો આશાઓથી ભરેલી માસુમ એવા આ બાળકોને સંસાર વિશે ખબર હશે? તેમને જીવન એટલે શું એવો સવાલ જ થાય ક્યાંથી થતો હશે ?

ક્રીતિશે બેગમાંથી ચોકલૅટ કાઢીને બધાને કહ્યું લેશન બતાવે તેને પહેલા ચોકલેટ બધા વારફરતી-વારા ફરતી લેશન બતાવવા લાગ્યા।એક છોકરા એ તો કમાલ કરી કદાચ 10 વર્ષો નો હશે ને એને નાની કાર બનાવી હતી રમકડાંની જે ક્રીતિષને બતાવી.તેને ગાલે લગાવી લીધો ક્રિતીશે।

હિરેન આ બધું જોઈ રહ્યો તો તેને જીવનમાં ક્યારેય સંબંધો વગરનો નિસ્વાર્થ પ્રેમ જોયો જ નહતો કે નહતી જોઈ આવી નિસ્વાર્થ ભાવની લાગણીઓ ને સંભાળ લેનારું। તે દિવસ તેના જીવનનો સબક બની ગઈ તેણે ક્રીતિષનો સહારો તેની મદદ કરવાનું થાની લીધું તેણે તેની અંદર રહેલા સ્વાર્થોને ક્યાંય દૂર જઈ દાટી દીધું।

સ્વાર્થની દુનિયામાં , વિના સ્વાર્થનો પ્રેમ મળે ક્યાંથી ? મળે છે ક્યાંય ?????

હા , મળે છે આજ સંસારમાં , આજ ક્રીતિષ પાસે , જે બાળપણ માં તડપ્યો છે માતા-પિતાના પ્રેમ ખાતર ,
જે લડી રહ્યો છે સમાજ સાથે આ બાળકો ખાતર ……

ક્રિતીશે બધાને વ્હાલથી ચોકલેટ આપીને વ્હાલ કરી બધાને કહ્યું જાવ રમો ને પછી વાંચવા બેસી જજો। આગળ વધતા બેય એક લાંબી શેર કરવા રસ્તા પર ચાલવા લાગ્યાને ક્રિતીશે હિરેનને કહ્યું જો હિરેન આ છે મારી જિંદગી . મારો પ્રેમ સમજ, મારો પરિવાર સમજ કે મારા હૃદયનો ટુકડો સમજ જે કઈ મળ્યું મને અહીંથી જ મળ્યું છે ને હું આ લોકો માટે જ આગળ વધી રહ્યો છું તે જોયુંને પેલા છોકરા એ કાર બનાવી તેનું નામ રિંગો છે અને એ એટલે કે તે અમને રસ્તામાંથી મળ્યો હતો કોઈની ગાડી બગાડી હતીને આ મહાશયે જ બગાડી હતી અને એણે જ રીપેર પણ કરી ને એ હું જોઈ ગયો પણ મને ખબર પડી કે તે અનાથ છે ત્યારે આશ્રમમાં લઇ આવ્યો આવા ગજબના ટેલેન્ટેડ બાળકો મારા આશ્રમમાં છે તેમની પાસે ટેલેન્ટ છે ઉડાન ભરવા પ્લેટફોર્મ આપવાની જરૂર છે તે લોકો માટે મારે જે કઈ કરવું પડશે તે હું કરીશ આ લોકોને હું સારી જિંદગી આપવા માંગુ છું। વાતમાં વાતમાં ધ્યાન ન રહ્યું ને રસ્તો પાર કરવા જતા એક કાર સાથે ક્રિતિષ અથડાઈ ગયો ને ટક્કર વાગતા સામે એક પથ્થર પર જઈ અથડાયો ને તેને માથામાં વાગ્યું હિરેનને કઈ સમજતું નતુ હવે શું કરવું? તે ક્રિતિષ પાસે દોડી જઈ તેને પોતાના ખોળામાં ક્રિતિષનું માથું મૂક્યું ને એમ્બ્યુલન્સને ફોન કરી ક્રિતીશને સાંત્વના આપવા લાગ્યો,

“હું તને કઈ નઈ થવા દઉં ” ચિંતા ન કર ભાઈ , હિરેન મને નાના મગજ માં વાગ્યું છે (માથાનું લોહી બતાવતા ) મને નથી લાગતું હું બચી શકું.

“તું મારા સપનાનો સહારો બની જા ભાઈ ” મારા આશ્રમના ભાઈ-બહેનની ઘણી આશાઓ મરાથી જોડાયેલી છે બધાના અલગ-અલગ સપનાઓ જેને હવે તારે પુરા કરવાના છે , ક્રીતિષ બેભાન થઇ ગયો।

હિરેન લાગણીના સહારે ડૂબી ગયો તે દુઃખમાં પણ બહુ જલ્દી પોતાની જાતને સંભાળી એમ્બ્યુલન્સ આવીને ક્રીતિષ ને દવાખાને લઇ ગયો ઓપરેશન કર્યું છતાંયે ઘણા પ્રયત્નેય ક્રિતિષ કોમમાં જતો રહ્યો.

“ડોક્ટર, બહાર આવીને બોલ્યા બસ ભગવાનને પ્રાર્થના કરો કે હવે તે હોશમાં આવે આજે આવ્યો 20 વર્ષ થઈ ગયા હતા આજે ભાનમાં આવ્યો હતો ક્રીતિષ આ હતું તેની ખરી ખુશીનું કારણ.

ક્રિતીષની આંખ ખુલી જાણે સૂતો હતો ને હજી તો સવાર પડી છે સામે કોણ ઉભું હતું તે કોઈને ઓળખી ન શક્યો હિરેન આગળ આવીને તેને ગાલે વળગી ખુબ રડ્યોને 20 વર્ષથી ભરેલું દુઃખ આજે એકી સાથે ઠાલવી દીધું તેની સામે એક 30 વર્ષોનો યુવાન નાની કાર લઈને આવ્યો ને બોલ્યો લાવો મારી ચોકલેટ , ક્રીતિષ રિંગો બોલી તેને ભેટી પડ્યો જાણે આખા સંસારની ખુશી મળી હોય એમ માથાની પટ્ટી કાઢી બોલ્યો હિરેન ઘણા બધા કામ બાકી છે બવ લાંબી ઊંઘ ખેંચી લાગે છે મેં ચાલ ફટાફટ કામે લાગીયે .

“હિરેને, રિંગો પાસે ગાડી કઢાવીને આંખોથી કંઈક ઈશારો કર્યો રિંગો સમજી ગયો ને ક્રીતિષને કહ્યું ચાલો ભાઈ ”
ક્રીતિષે હિરેન ને કહ્યું ચાલ ,

હિરેને કહ્યું તમે લોકો જાવ હું ને હેતાક્ષી આવીએ હોસ્પિટલની થોડી ફોર્માલિટી પુરી કરીને।

ક્રીતિષે સવાલ ભરી નઝરે જોયું હેતાક્ષી સામે પણ જતો રહ્યો ત્યાંથી મોટા બન્ગ્લોવ જેવું કંઈક લાગી રહ્યું હતું ત્યાં જઈ ગાડી ઉભી રહી ને બહાર સેંકડો ભીડ તેને સમજાતું નહતું કઈ એને આશ્ચ્રર્યથી પૂછ્યું રિંગો આ સાની ભીડ઼ છે અહીંને આ કોનું ઘર છે ? મોટા ભાઈ બધું સમજાઈ જશે આવોતો ખરા ગાડી માંથી ઉતર્યા સેંકડો લોકો હિરેન સાથે તેના ગૃહ પ્રવેશમ ઉભા હતા તેની આખો આશ્ચ્રર્ય સાથે આ બધું જોઈ રહી હતી।

અંદર પ્રવેશ્યાને કેટલાય લોકો સાથે રહેતા હતા। જાત-જાતની તસવીરો લાગી હતી તેને જે વિચાર્યું હતું જે સપના જોયા હતા તે બધા સપના દીવાલે તસ્વીર રૂપે હતા.

રિંગો એક આર્ટિકલ મૂક્યું ક્રિતિષના હાથમાં તેને કુતુહલ પૂર્વક જોવા લાગ્યો ફ્રન્ટ પેજ પર લખ્યું હતું ક્રીતિષ પરિવાર ક્યારથી કાર્યરત છે ? ક્યાં હેતુથી ?

બીજા પેજ પર પરિવારને મળેલા એવોર્ડ , 3 જા પેજ પર વૃદ્ધ આશ્રમને દત્તક લીધાના એવોર્ડ , 4 પર પરિવારની કંપનીને મળેલા એવોર્ડ જેમાં સેંકડો વૃદ્ધાઓ ,ગરીબો, વિધવાઓ કામ કરી રહ્યા હતા આજે એમની એક નઈ 20 મોટી મોટી કંપનીઓ ઉભી હતી અને કેટલાયની જીવાદોરી બની હતી વધુ નહિ પણ 50% લાચારીઓનો ભુક્કો કર્યો હતો એવા કેટલાય સુંદર કામ આ આર્ટિકલમાં છપાયા હતા।

ક્રિતિષની આંખે આશુ આવી ગયા હિરેન અંદર આવ્યો બોલ ક્રીતિષ તારું ક્યુ સપનું અધૂરું છે ? ક્રીતિષ ભેટી પડ્યો।
” હિરેન છે અધૂરું હજુ એક સપનું…..હિરેન આશ્ચર્ય સાથે ક્યુ ? તારૂને હેતાક્ષીના મેરેજનું બોલ કરીશ પૂરું ?

હિરેન મારુંય અધૂરી છે તું કરીશ તોજ હું કરું , હા ભાઈ બોલ તે તો મારી માટે તારી આખી જિંદગી લૂંટાવી છે હું તો મારી જાન પણ દઈ દવ. એ ફિલ્મી ડાઈલોગ બન્ધ કરતું જેનાથી છુપાઈને ભાગતો હતો તું આ સપનાઓ પાછળ એ શ્રદ્ધા તારી રાહ જોઈ આજ દિન સુધી મારી મદદ કરી રહી છે.

ક્રીતિષ આશ્ચર્ય સાથે શ્રદ્ધા તરફ જોઈ રહ્યોને હકારમાં માથું ધુણાવ્યું।

અને હા ક્રીતિષ મેં આ બધું એકલા હાથે નથી કર્યું મારી ખરી હિમ્મત હેતાક્ષી છે જેને મઝધારમાં અટકેલી હોડીની હલેશા બની .

હેતાક્ષી બોલી અરે , પણ હજુ એક કામ બાકી છે ।

ક્રિતિષ હજી કયું ?

આપણા અપંગ ભાઈઓ -બહેનો એક કંપનીનું રી-ઓપનિંગ બાકી છે , સિંધવ નામના ભાઈએ ખોટો કેશ કર્યોતો એના પર કે આ લોકો કઈ કોઈને રોજગારી આપવાના નથી આ અપંગો શું કામ કરવાના વગેરે। …

પણ, વધુ વિચારવા જેવું નથી સાચા હોય એનો ભગવાન પણ સાથ છોડતા નથી આપણે કેશ જીતી ગયા છીએ.
તમારા હાથે જ એનું ઓપનિંગ છે ચલો ચલો। ……

હિરેને તો ક્રીતિષ ના સપનાઓ નું હકીકતમાં સર્જન કર્યું લખો અનાથને એક પ્લેટફોર્મ અપાવ્યું ને અહીં કોઈ વૃદ્ધાશ્રમ કે અનાથ આશ્રમની જરૂર નથી બધા ભેગા પ્રેમ થી સાથે રહે છે ને કેટલાય ઇન્જીનિયર તો કોઈ ડોક્ટર તો કોઈ કેશન ડિઝાઈનર તો કોઈ સારા ખેડુ બન્યા છે। ..

સપનાઓને હકીકતનો આકાર આપી દો ,

મારા યુવાન મિત્રો ફક્ત બોલીને નહિ કઈ કરીને દેખાડી દો ,

શબ્દો માંથી સર્જન તો થાય છે , પણ , સપનાઓને હકીકતથી બસ આપણે જાતે જ ભરી શકીએ છીએ , તો એક કદમ સપનાઓ તરફ ઉપાડી લો। …….

લેખક : દિવુ ગજ્જર 

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.