અભિનેતા સૈફ અલી ખાન તેના લગ્ન જીવનને લઈને ખુબ જ ચર્ચામાં રહ્યો છે. હાલ તો તે અભિનેત્રી કરીના કપૂર સાથે લગ્ન કર્યા બાદ ખુબ જ ખુશ છે અને ચોથીવાર પિતા પણ બનવા જઈ રહ્યો છે. પરંતુ તેની પહેલી પત્ની અમૃતા સિંહ સાથે લગ્ન તૂટવાનું કારણ ખરેખર ચોંકાવનારું છે. આજે આપણે અમૃતા અને સૈફનાં સંબંધોમાં તિરાડ પાડવાનું મુખ્ય કારણ જોઈશું, જે વાંચીને તમને પણ ખરેખર નવાઈ લાગશે.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહ વચ્ચે 13 વર્ષ સુધી સંબંધ ટક્યો હતો. તેને પૂરો થયે પણ લગભગ 16 વર્ષ વીતી ચુક્યા છે. શરૂઆતમાં બંને એકબીજાના પ્રેમમાં એટલા પાગલ હતા કે બંનેએ ખાનગીમાં જ લગ્ન કરી લીધા હતા. અને અચાનક જ બનેંના સંબંધોમાં તિરાડ પડી ગઈ. 1991માં બંનેને લગ્ન કર્યા અને 2004માં બંને અલગ થઇ ગયા.

અમૃતા અને સૈફનું અલગ થવાનું કારણ સૈફ અલી ખાનની અમૃતા સાથેની છેતરપિંડી હતી. જે એક ઇટાલિયન મોડેલ રોજા કૈટલોના માટે સૈફે અમૃતા સાથે કરી હતી. અમૃતા સાથે સૈફનાં લગ્ન તૂટવાનું સૌથી મોટું કારણ રોજા સાથેના સૈફનાં લગ્નેતર સંબંધો હતા.

વર્ષ 2004માં સૈફની મુલાકાત રોજા સાથે કેન્યામાં થઇ હતી. સૈફનું લગ્ન જીવન એ સમયે નાજુક સમયમાં પસાર થઇ રહ્યું હતું. અવાર-નવાર સૈફ અને અમૃતા વચ્ચે નાની નાની વાતે પણ ઝઘડાઓ થતા રહેતા હતા.

રોજા સાથેની મુલાકાત બાદ સૈફ તેને પ્રેમ કરવા લાગી ગયો હતો. સૈફ અને રોજાના અફેરની ખબર અમૃતાથી પણ વધારે દિવસ સુધી છુપી ના રહી. સૈફના દગો આપ્યા બાદ અમૃતાને સૈફ સાથે રહેવું મંજુર નહોતું. તો સૈફ પણ રોજાના કારણે અમૃતાથી અલગ થવા માંગતો હતો. જેના કારણે બંનેએ 2004માં છૂટાછેડા લઇ લીધા. ત્યારબાદ રોજા સૈફનાં કારણે મુંબઈ આવી ગઈ. જો કે સૈફે રોજાને પણ અંધારામાં રાખી હતી, તેની ખબર રોજાને ત્યારે પડી જયારે તે મુંબઈમાં આવી.

એક ઇન્ટરવ્યૂમાં રોજાએ જ જણાવ્યું હતું કે સૈફે તેને પોતાના પહેલા લગ્ન અને બાળકોની વાત છુપાવી હતી. રોજાને સૈફનાં લગ્ન, બાળકો અને છૂટાછેડાની વાત ભારત આવ્યા બાદ ખબર પડી. બંને લિવ ઈનમાં પણ રહેવા લાગ્યા. એ સમયે સારા અલી ખાનની ઉંમર 10 વર્ષ અને ઈબ્રાહીમની ઉંમર 4 વર્ષની હતી.

અમૃતા અને સૈફનાં લગ્ન તૂટવાની સૌથી મોટી અસર સારા અને ઇબ્રાહિમ ઉપર પડી હતી. મોટાભાગે 4 વર્ષનો ઇબ્રાહિમ પોતાના પપ્પાને એ પ્રશ્ન પૂછતો રહેતો હતો કે: “પપ્પા તમે ઘરે કેમ નથી આવતા?” જો કે એ સમયે સૈફ પાસે ઇબ્રાહિમના પ્રશ્નોનો કોઈ જવાબ હતો નહીં.

એક ઇન્ટરવ્યૂમાં સૈફે પોતાનું દર્દ જાહેર કરતા કહ્યું હતું કે: “મારા વોલેટની અંદર ઈબ્રાહીમની તસ્વીર છે. દરેક સમયે હું તેને જોઉં છું. મને હંમેશા દીકરી સારાની યાદ આવે છે. તેને મળવાની મને પરવાનગી નથી. તેને પણ મારી પાસે આવવાની મંજૂરી નથી કે તે એકલા મારી સાથે રહી શકે છે. કેમ? કારણ કે મારા જીવનમાં કોઈ નવી મહિલા હતી. જે બાળકોને તેની મા વિરુદ્ધ ભડકાવી શકતી હતી.”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.