મનોરંજન

ક્રિકેટર યુવરાજસિંહના નાના ભાઈ જોરાવરના લગ્નજીવનનો આવ્યો અંત, ભરણપોષણ પેટે આપ્યા આટલા રૂપિયા

ક્રિકેટર યુવરાજસિંહના નાના ભાઈ જોરાવર અને આકાંક્ષાના તલાક થઇ ગયા છે. આકાંક્ષાને જોરાવર, યુવરાજ, અને માતા શબનમથી માફી પણ માંગી લીધી છે. આકાંક્ષાએ ઇન્સ્ટાગ્રામ પર માફી માંગી છે.

આકાંક્ષાએ યુવરાજ અને તેના પરિવાર વિરુદ્ધ ઘરેલુ હિંસા સહિતના બધા જ કેસ પરત ખેંચી લીધા છે. ગુરુગામ અને ચંદીગઢની જિલ્લા અદાલતમાં ઘણા વર્ષોથી આ કેસ ચાલી રહ્યો હતો. યુવરાજના વકીલ દમનવીર સોબતીએ જણાવ્યું હતું કે, યુવરાજસિંહના ભાઈ જોરાવરને આકાંક્ષાને ભરણપોષણ પેટે 48 લાખ રૂપિયા આપ્યા છે.

ક્રિકેટર યુવરાજ સિંહની માતા શબનમસિંહ અને તેની પૂર્વ પુત્રવધુ અને આકાંક્ષા તરફથી ચંદીગઢ અદાલતમાં બન્નેના એકબીજા સાથેના સમજોતા બાદ બન્નેએ કેસ પરત ખેંચી લીધા હતા. આકાંક્ષા એને જોરાવરના 2014માં લગ્ન થયા હતા. બન્ને ત્યરથી અલગ જ રહે છે. બન્નેનો અલગ થાવનો કેસ 2015થી ચાલી રહ્યો હતો.

યુવરાજની માતા શબનમેં આકાંક્ષા શર્મા પર રિયાલિટી શો બિગ બોસમાં જાણીજોઈને તેને પરિવારને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો, આ સિવાય શબનમને 2 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ પણ કર્યો હતો.  બન્ને પક્ષ વચ્ચે કુલ 4 કેસમાં સમજોતા થયા હતા.

આકાંક્ષા શર્માએ બિગબોસ-10માં યુવરાજ સિંહ અને તેના પરિવાર વિષે વાત કરી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.