ટીવી જગતની ઘણી અભિનેત્રીઓ ઘરેલુ હિંસાનો શિકાર થઇ ચુકી છે.જ્યારે-જ્યારે આ અભિનેત્રીઓની આવી કહાની સામે આવી છે તેઓ મીડિયામાં ખુબ ચર્ચામાં પણ રહી હતી. લોકો પણ એ જાણીને હેરાન રહી ગયા હતા કે જ્યારે આ અભિનેત્રીઓ પણ સુરક્ષિત નથી તો આખરે આ સામાન્ય મહિલાઓ કેવી રીતે સુરક્ષિત રહેશે. જો કે આ અભિનેત્રીઓએ તેના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને પોતાના હક માટે લડી હતી. એવામાં આજે અમે તમને એવી જ અમુક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેવો કંઈક આવા જ ઘરેલુ હિંસાની શિકાર થઇ ચુકી છે.
1.શ્વેતા તિવારી:
ઘરેલુ હિંસાના આરોપ પછી શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીની ઘરપકડ કરી લેવામાં આવી છે.શ્વેતાના આધારે અભિનવે તેની દીકરી પલકની સાથે મારપીટ કરી હતી.શ્વેતા પોતાના પહેલા પતી રાજા ચૌધરીથી પણ ખુબ જ દુઃખી હતી, રાજાએ ઘણીવાર શ્વેતાને નુકસાન પહોંચાડ્યું હતું. જેના પછી શ્વેતાએ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા, જેની તાજેતરમાં જ ધરપકડ કરી લેવામાં આવી છે.
2.રંજીતા કૌર:

80 ના દશકની ફેમસ અદાકારા રંજીતા કૌરે પતિ રાજ મસંદ પર મારપીટ અને ચોથા ફ્લોર પરથી ધક્કો મારવાનો આરોપ લગાવ્યો હતો. રંજીતા અને તેના દીકરાએ મળીને રાજ મસંદને શારીરિક રૂપે ત્રાસ આપવાની વાત પણ કરી હતી.
3.રતિ અગ્નિહોત્રી:

રતિ અગગ્નિહોત્રીએ અનિલ વિરવાની સાથે વર્ષ 1985 માં લગ્ન કર્યા હતા. રતિએ અનિલના વિરુદ્ધ ઘરેલુ હિંસાનો મામલો દર્જ કરાવ્યો હતો. જેના પછી વર્ષ 2015 માં બંન્નેના છૂટાછેડા થઇ ગયા હતા.
4.દિપશીખા નાગપાલ:
View this post on Instagram
દિપશિખા નાગપાલે પતિ પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. દીપશિખાએ વર્ષ 2012 માં કેશવ અરોરા સાથે લગ્ન કર્યા હતા પણ લગ્નના અમુક જ વર્ષો પછી બંન્ને વચ્ચે મનમુટાવ થવા લાગ્યો હતો અને વર્ષ 2016 માં બંન્નેના છૂટાછેડા થઇ ગયા હતા.
5.ચાહત ખન્ના:
‘બડે અચ્છે લગતે હૈં’ અને ‘કુબૂલ હૈં’ જેવી ટીવી સીરીયલોમાં નજરમાં આવનારી ટીવીની અભિનેત્રી ચાહત ખન્નાએ પતિ ફરહાન પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો.ચાહતે કહ્યું કે,”તે મને મારા પર મારા કો-એક્ટર સાથે રિલેશન હોવાની શંકા કરતા હતા. તે શૂટિંગ સેટ પર પણ આવી જતા હતા. જો શૂટિંગના સમયે મેં કોઈ કો-એક્ટરને હાથ લગાવ્યો કે ગળે લગાડ્યો તો પણ તે હલ્લો મચાવી દેતા હતા”.
6. યુક્તા મુખી:

વર્ષ 1999 માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનારી અને પૂર્વ મૉડલ યુક્તા મુખીએ વર્ષ 2008 માં બિઝનેસમૈન પ્રિન્સ તુલી સાથે લગ્ન કર્યા હતા.પણ લગ્નના 5 વર્ષ પછી યુક્તાએ પતિના વિરુદ્ધ દહેજ માટે ત્રાસ આપવાનો મામલો દર્જ કરાવ્યો હતો.બંન્નેના વર્ષ 2014 માં છૂટાછેડા થયા હતા.
7. પ્રિયા બઠિજા:

ટીવીની અભિનેત્રી પ્રિયાએ બે વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. એક ઇન્ટરવ્યુના દરમિયાન પ્રિયાએ પોતાના પર ઘરેલુ હિંસા થવાની વાત કહી હતી, જેને લીધે તે પોતાના પતિ પાસેથી છૂટાછેડા ઈચ્છે છે.
8. ડિમ્પી ગાંગુલી:

10 વર્ષ પહેલા ટીવી રિયાલિટી શો ‘રાહુલ દુલહનીયા લે જાયેંગે’ માં ડિમ્પી ગાંગુલીના રાહુલ મહાજન સાથે લગ્ન થયા હતા. લગ્નના અમુક જ વર્ષ પછી ઘરેલુ હિંસાનો આરોપ ડિમ્પીએ રાહુલ પર લગાવ્યો હતો.જેના પછી બંન્નેએ છૂટાછેડા લઇ લીધા હતા. જો કે ડિમ્પીએ બીજા લગ્ન પણ કરી લીધા છે અને તેઓની એક દીકરી પણ છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks