1998માં મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના લગ્ન થયા હતા. 19 વર્ષ સુધી બંનેના આ લગ્ન તાકી રહ્યા પણ વર્ષ 2017માં બંનેના ડિવોર્સ થઇ ગયા હતા. મલાઈકા તેના ડિવોર્સની વાતો પર ખુબ સહજતાથી બધાને જવાબ આપતી નજરે ચઢી હશે. હાલ જ કરીના કપૂરના શો ‘વ્હોટ વુમન વોન્ટ’ માં મલાઈકા ગેસ્ટ બનીને આવી હતી. ત્યારે કરીનાએ તેને તેના ડિવોર્સ વિશે પૂછ્યું હતું.

ત્યારે મલાઈકાએ જણાવ્યું હતું કે, ‘ડિવોર્સની એક રાત પહેલા આખો પરિવાર મારી સાથે બેઠો હતો અને મને ફરી એક વખત પૂછ્યું હતું કે શું હું ડિવોર્સને લઈને સ્યોર છું? શું હું 100 ટકા મારા નિર્ણય પર અડીગ છું? હું આ બધી વાતો ઘણા સમયથી સાંભળતી આવતી હતી અને મને લાગ્યું કે આ લોકો એ છે જે મને પ્રેમ કરે છે એટલે જ મારી આટલી ચિંતા કરે છે. એટલા માટે તેમના દરરોજ એક ને એક પ્રશ્નો પૂછવા મને યોગ્ય લાગ્યા હતા.’
View this post on Instagram
Happy Diwali from ours to yours….. love , light , prosperity, happiness 🙏
મલાઈકાએ જણાવ્યું હતું કે ડિવોર્સ પહેલાની રાત્રે તેમની શું હાલાત હતી સાથે જ તેને એ પણ જણાવ્યું હતું કે તેને સૌથી બેસ્ટ એડવાઇઝ શું મળી હતી? મલાઈકાને સૌથી સારી સલાહ એ મળી હતી કે ‘તું જે કાંઈ પણ નિર્ણય લઈશ અમે બધા તારી સાથે ઉભા રહેશું. તું સ્ટ્રોંગ મહિલા છો.’ મલાઈકાએ કહ્યું હતું કે ‘ મને પણ લાગે છે કે હું સ્ટ્રોંગ મહિલા છું. જયારે કોઈ એના લગ્નજીવનમાં ખુશ ન હોય તો તેને તેની ડીગ્નીટી,સેલ્ફ રિસ્પેક્ટ માટે એ બધું કરવું જોઈએ જે તમે કરી શકતા હોઉં. મેં ક્યારેય પણ આટલી ખુલ્લીને આ વિશે વાત નથી કરી.’

ડિવોર્સ બાદની લાઈફ વિશે જયારે મલાઈકાને પૂછવામાં આવ્યું તો તેને કહ્યું હતું કે, ‘ પહેલી વખત તમે એક આઝાદી મહેસુસ કરવા મળે છે. તમે નવા નવા લોકોને મળશો.અને તમે તમારા બેડ પર એકલા આરામથી સુઈ શકો છો આ પણ એક મહત્વની અને રિફ્રેશિંગ વાત છે કે તમારે તમારો બેડ અને તમારી સ્પેસ કોઈ સાથે શેર ન કરવી પડે.’ જયારે મલાઈકાને પૂછવામાં આવ્યું હતું કે એક વખત કોઈ સંબંધ તૂટ્યા બાદ શું બીજી વખત એવો સંબંધ બંધાઈ શકે? ત્યારે તેનો જવાબ હતો કે, ‘હા કેમ નહીં. સંબંધ તૂટવા પછી આગળ વધવું જરૂરી છે. એક વખત સંબંધ તૂટ્યા બાદ બીજા કોઈને ડેટ કરવું એ અઘરું છે પણ અસંભવ નહીં.’

સાથે જ મલાઈકાએ કહ્યું હતું કે, ‘ડિવોર્સ બાદ એક પુરુષ સહેલાઇ થી આગળ વધી શકે છે. પણ હું એવી વ્યક્તિ છું કે મારી માટે ખુશ રહેવું એ વધુ મહત્વ રાખે છે. આ પરિસ્થિતિમાં અમે બે જ માણસ હતા અને અમે બંને એકબીજા સાથે ખુશ નહતા અને તેની અસર અમારી આસપાસ રહેલ દરેક વ્યક્તિ પર પડી રહી હતી.જયારે એક કપલ સાથે રહીને ખુશ ન રહી શકે તો તેના બાળકો માટે એવો માહોલ ખુબ નુકશાનદાયી હોય છે.’

ત્યાં જ જો અરબાઝ ખાનની વાત કરીએ તો અરબાઝ તેના અને મલાઈકાના ડિવોર્સ વિશે ક્યારેય વધુ ખુલીને વાત કરતા નજર આવ્યો નથી. પરંતુ હાલ જ એક ઇન્ટરવ્યૂમાં તેમને પણ તેના આ સંબંધ વિશે થોડી ચર્ચા કરી હતી. અરબાઝએ કહ્યું હતું કે, ‘અમારા વચ્ચે બધું બેલેન્સ દેખાતું હતું પણ એવું હતું નહીં. અમારા વચ્ચે વસ્તુઓ ઠીક નહતી થતી અને એમાં કાંઈ ખોટું પણ નહતું. જો બે વ્યક્તિ પોતાનું જીવન અલગ અલગ રીતે જીવવા માંગે તો એ જીવી શકે છે. એમાં કાંઈ ખોટું નથી.’
અરબાઝને જયારે પૂછવામાં આવ્યું હતું કે શું એ હજુ પણ લગ્નમાં વિશ્વાસ રાખે છે અને બીજાને લગ્ન કરવાની સલાહ આપશે? તો આ વાત પર અરબાઝએ કહ્યું હતું કે, ‘ હા મને હજુ લગ્નમાં વિશ્વાસ છે અને હું બીજા લોકોને પણ લગ્ન કરવાની સલાહ આપીશ.લગ્ન જેવી પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. એમાં કાંઈ ખોટું નથી.’ તમને જણાવી દઈએ કે અરબાઝ અને મલાઈકા બંને અલગ થયા ત્યાર પછી મલાઈકા આજકાલ અર્જુન કપૂર સાથે ના તેના સંબંધોને લઈને ચર્ચામાં છે.
ત્યાં જ અરબાઝ વિદેશી ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરે છે. અરબાઝ અને મલાઈકાનો એક દીકરો પણ છે. જેનું નામ અરહાન ખાન છે.

મલાઈકાએ ડિવોર્સના બદલામાં અરબાઝ પાસે એલુમની અમાઉન્ટ તરીકે 10 કરોડ માંગ્યા હતા. મલાઈકા તેનાથી ઓછા પૈસામાં સમજૂતી કરવા માટે તૈયાર નહતી. અને અરબાઝે એલુમની તરીકે મલાઈકાને 15 કરોડ રૂપિયા આપ્યા હતા.