રસોઈ

મહેમાનોને તમારા હાથે બનાવેલ મોહનથાળ ખવડાવો, સીધી અને સરળ રીત, ટેસ્ટ દાઢમાં રહી જશે..રેસિપી વાંચો

મિત્રો દિવાળી ના તહેવારો આવી રહ્યા છે. ત્યારે ઘરે પણ નવીન રેસીપી બનવા લાગશે. ભગવાનને વિવિધ ભોગ ધરાવાશે. તહેવારો ના આ દિવસો માં ખાસ કરીને મીઠાઈઓ ની વાનગી બનશે. દરરોજ અલગ-અલગ મીઠાઈઓ બનાવી ને ખાવા ની પણ મજા પડશે. તો અમે તમને આજે આવી જ એક ગુજરાતી મીઠાઈ ની મસ્ત મજેદાર રેસીપી શીખવાડીશું. તો મિત્રો ચાલો ફટાફટ નોંધી લો મોહનથાળ ની આ સ્વીટ વાનગી ની રીત.

મોહનથાળ એક એવી મીઠાઈ છે કે જે શેકેલા બેસન ના લોટ, ઘી અને ડ્રાયફ્રુટ, અને માવા માથી બનતી સ્વીટ વાનગી છે. આ મીઠાઈ માટે થોડો મોટા દાણા નો બેસન ખૂબ જ ઉપયોગી છે. આથી ઘરે ગમે તે તહેવાર હોય કે ઘરે બાળક નો બર્થ ડે હોય તમે બિલકુલ આરામ થી અને કોઈ પણ જાત ની પરેશાની વગર મોહનથાળ બનાવી શકો છો. મોહનથાળ બનાવવા માં ખુબ જ સહેલો છે, ચાલો તો મોહનથાળ બનાવવા માટે રીત શરૂ કરી દઈએ.

મોહનથાળ બનાવવા માટે ની સામગ્રી

  • બેસન નો લોટ – 100 ગ્રામ (એક કપ)
  • ઘી – 100 ગ્રામ (અડધો કપ)
  • દૂધ – 2 ટેબલ સ્પૂન
  • ખાંડ – 20 ગ્રામ (એક કપ)
  • માવો – 100 ગ્રામ (અડધો કપ)
  • કાજુ – 10 (ઝીણા કટકા કરેલા)
  • બદામ – 10 (ઝીણી સમારેલી)
  • પિસ્તા – 15 (ઝીણા સમારેલા)
  • નાની એલચી – 5 થી 6 (ફોલી ને પીસેલી)

મોહનથાળ બનાવવા ની રીત

• સૌ પ્રથમ એક વાસણ લો, તેની અંદર ખાંડ નાખો અને પછી તેમાં ખાંડ ની માત્રા થી અડધા ભાગ જેટલું પાણી નાખો. એટલે કે 100 ગરમા જેટલું પાણી નાખવું. ગેસ પર મૂકી ને તેને સતત હલાવતા રહો. આમ તેની 1 તાર આવે એટલી ચાસણી બનાવી લો. હવે કાજુ, બદામ અને પિસ્તા ને ઝીણા ઝીણા સમારી લો, આ સમારેલા ડ્રાયફ્રુટ માથી થોડા પિસ્તા અને બદામ અલગ થી બચાવી ને મૂકી દો. જેને આપણે મીઠાઈ ની ઉપર નાખી સજાવીશું.

• હવે બધુ ડ્રાયફ્રુટ, માવો અને એલચી ચાસણી ની અંદર નાખી ને બરાબર મિક્સ કરી નાખો. • હવે બેસન નો લોટ લો તેમાં 2 ચમચી જેટલું દૂધ નાખો ને અને લોટ ને ખૂબ મસળો. જેથી કરી ને લોટ માં થોડો ભેજ આવશે. ત્યાર બાદ આ લોટ ને કોઈ મીડિયમ આકાર ની ચારણી માં ચાળો. આમ કરવા થી મોહન થાળ માં ગોળી પડશે. • હવે એક જાડું વાસણ લો તેમાં ઘી નાખી ને ગેસ પર ગરમ કરવા માટે મૂકી દો. હવે તેમાં અગાઉ તૈયાર કરેલા દૂધવાળા લોટ ને આ ગરમ ઘી માં નાખો અને મધ્યમ તાપે શેકી લો. થોડી વાર શેકશો પછી ઘી માથી ખૂબ જ સારી સુગંધ આવવા લાગશે.

• થોડીવાર બેસન ને શેકવા થી તે થોડો લાલ થવા લાગશે ત્યારે તેમાં બધા જ પ્રકાર ના ડ્રાયફ્રુટ નાખી, તેને મિક્સ કરી શેકી નાખો. • જ્યારે બેસન અને ડ્રાયફુટ બંને બ્રાઉન રંગ ના થઈ જાય ત્યારે તેમાં ચાસણી ભેળવી દો. • લગભગ તેને 6 થી 7 મિનિટ માટે ચડવા દો.

• હવે કોઈ એક પ્લેટ અથવા થાળી લો, તેમાં થોડું ઘી નાખી ને થાળી ને ચીકણી કરી નાખો. ઘી લગાવવા થી મોહનથાળ થાળી માં ચોટશે નહીં. • હવે આ ઘી લગાવેલી થાળી માં બધુ મિશ્રણ કાઢી લો, અને તેને આખી થાળી માં ફેલાવી દો. • બરાબર પાથરી લીધા બાદ મિશ્રણ ની ઉપર ઝીણા સમારેલા બદામ અને પિસ્તા ના ટુકડા ને નાખો અને સજાવી લો.

• 3 થી 4 કલાક માં આ બધુ મિશ્રણ જામી જશે. • જ્યારે મિશ્રણ જામી ત્યારે તેના પોતાની મનપસંદ ના આકાર ના બટકા કરી નાખો. • આમ તમારો મસ્ત સ્વીટ મોહનથાળ બની ને તૈયાર છે, હવે તેને તમે સવારે કે સાંજે પેટ ભરી ને ખાવો અને ખવડાવો. વાધેલા મોહનથાળ ને એક હવા ના જાય તેવા વાસણ માં ભરી લો.

સલાહ

બેસન નો લોટ એ ચણા નો લોટ છે આથી ઘી નો અંદર જ્યારે તમે બેસન ને નાખો છો ત્યારે તેને સતત એક જ દિશા માં હલાવતાં રહેવું જોઈએ. જેથી કરી બેસન નો લોટ નીચે વાસણ માં ચોટી ના જાય અને મોહનથાળ નો સ્વાદ ના બગડી જાય.

ખાંડ ની ચાસણી બનાવતા હો, ત્યારે ખાંડ માથી કચરો કાઢવા માટે તમે ચાસણી માં થોડું દૂધ નાખો, જેથી કરી ને બધો કચરો ઉપર આવી જાય અને તમે તેને સહેલાઈ થી ચમચા વડે કાઢી શકો છો.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ