Diwali Festival & Celebration જ્યોતિષ શાસ્ત્ર

દિવાળી પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા વરસશે આ 5 રાશિઓ પર, ધાર્યું ન હોય એટલું વ્યાપાર કે નોકરીમાં ફાયદો થશે

કોઈ પણ વ્યક્તિ એના જીવન મા સુખ સમૃદ્ધિ મેળવવા સતત પ્રયત્ન કરતા હોય છે તેમ છતાં સફળતા પ્રાપ્ત કરી સકતા નથી. જેથી તે ખુબ જ ઉદાસ અને ચિંતિત થયી જાય છે. તેમ છતાં ચિંતા કરવાની જરૂર નથી. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિ એવી છે જેના પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી મહેરબાન થશે તેમજ આ રાશિ ના લોકો ને કાર્ય મા સફળતા પ્રાપ્ત થશે ઉપરાંત વેપાર માં પણ ઉન્નતિ મળશે. આજે અમે આ લેખ દ્વારા રાશિ વિશે જાણકારી આપશુ.

1. મેષ – અ,લ,ઈ (Aries):
આ રાશિ ના લોકો એમના કામકાજ વિશે ગંભીરતા થી વિચાર કરશે અને શિક્ષણ, વેપાર અને નોકરી મા સફળતા મેળવશે. સાથોસાથ વેપાર ના કામકાજ માટે યાત્રા પર જવાનું થશે. આપનો પોઝિટિવ અભિગમ લગાતાર પ્રગતિ તરફ લઈ જશે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી ની કૃપા થી ઘર પરિવાર મા ખુશી નું વાતાવરણ બની રહેશે.

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી ની કૃપા થી મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. આપ જે કાર્ય હાથ પર લેશો તેમાં તમને ધન લાભ યોગ છે. જો તમે કોઈ કાર્ય મા પરિવર્તન કરશો તો ઘણો જ નફો મળશે તેમજ ચિંતા દૂર થશે. આપના બધા જ કર્યો સમયસર પૂર્ણ થશે અને પાર્ટનર નો પણ પૂરો સહયોગ મળશે.

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી ની કૃપા થી આપણી આર્થિક સમસ્યા દૂર થશે. પરિવાર ની સાથે સંબંધ માં મજબૂતી આવશે. બાળકો તરફ થી ખુશખબરી મળશે અને આપ એવા કર્યો પૂર્ણ કરી શકશો જે ઘણા સમય થી બાકી હશે. આવનાર સમય મા આવક નો સ્ત્રોત પ્રાપ્ત થશે.

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી ની કૃપા થી આવનાર સમય મા આપના જીવન મા ખુબ જ બદલાવ જોવા મળશે. આપની બધી જ યોજના સફળ થશે. જીવનસાથી તરફ થી ઉપહાર મળી શકે છે. તેમજ પરિવાર સાથે આપનો સમય સારો જશે.

12. મીન – દ,ચ,જ,થ(Pisces): ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી ની કૃપા થી ભાગ્ય નો પણ પૂરો સાથ મળશે. આપને કંઈક નવું કરવાનો મોકો મળી શકે છે. જે લોકો નોકરી કરે છે એમને પ્રમોશન ની સંભાવના છે આ ઉપરાંત જવાબદારી પણ સંભાળવાની થઇ શકે છે. સસરા પક્ષ તરફ થી લાભ મળી શકે છે.

તો ચાલો બીજી રાશિ વિશે પણ થોડું જાણીએ.

4. કર્ક – ડ,હ (Cancer):
આ રાશિ ના લોકો એ પૈસા ની લેવડ-દેવળ માં સાવધાન રેહવું પડશે. ખોટા ખર્ચ ને કારણે આર્થિક સમસ્યા વધી શકે છે. અને આપનું સ્વાસ્થ્ય ઘટવાની સંભાવના રહેલી છે.

5. સિંહ – મ,ટ (Lio):આપ જો કોઈ ની સાથે ખોટો વ્યવહાર કરશો તો વાદ-વિવાદ થયી શકે એમ છે. સિંહ રાશિ વાળા લોકો ને મિત્રો ની સલાહ થી સારો લાભ મળી શકે છે. તેમજ દામ્પત્ય જીવન ખુબ સારું વિતી શકશે.

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
કન્યા રાશિ વાળા લોકો આવનાર સમય મા વધારે ભાવુક થઈ શકે છે. આવનાર સમય મા ઘણા ઉતાર-ચડાવ આવી શકે તેમ છે એટલે શાંતિ થી કાર્ય પૂર્ણ કરવું અને માતા-પિતા ની મદદ થી આપની મોટી સમસ્યા દૂર થઈ શકે છે.

7. તુલા – ર,ત (Libra):
આ રાશિ ના લોકો ને મન મા સતત ચિંતા રહેશે. આપના બધા કાર્યો નિસ્વાર્થ કરવા અને હકારાત્મક અભિગમ રાખશો તો સફળતા જરૂર મળશે.
અને સ્વાસ્થ્ય નું પણ થોડું ધ્યાન રાખવું.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):

આ રાશિ ના વ્યક્તિ ને આર્થિક લાભ મળવાની સંભાવના છે પણ પોતાના કાર્ય પ્રત્યે ગંભીર રેહવાની જરૂર પડશે. બીજા કોઈ પર નિર્ભર રેહવું નહિ. જે વિદ્યાર્થી છે એમને પરીક્ષા માટે વધારે મેહનત કરવાની જરૂર પડશે અને પ્રેમ સંબંધ મા મીઠાસ આવશે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિ વાળા લોકો એ કાર્ય કરવા મા પીછેહટ ના કરવી. ધન કમાવાના ના નવા અવસર મળી શકે છે. આપની આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે. વ્યાપાર કાર્ય મા કોઈ પણ પરિવર્તન કરતા પેહલા યોજના જરૂર બનાવવી. જે આપના માટે ફાયદાકારક સાબિત થયી શકે છે.

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આ રાશિ વાળા લોકો એ આવનાર સમય મા લેણદેણ અને બચત ના મામલે ગંભીર રેહવાની જરૂર છે. આપની ભવિષ્ય ની યોજના પર ધ્યાન આપવું. આપની આર્થિક સ્થિતી મા સુધાર આવશે. માતા-પિતા ના સહયોગ થી અધૂરા કર્યો પૂર્ણ કરી શકો છો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.