આખું ગામ હિબકે ચઢ્યું, 10મુ ભણતો વિદ્યાર્થીનું દીવમાં થયું મૃત્યુ, ફરવા જનારા ચેતી જજો….

દિવાળીના તહેવાર પર ગુજરાતમાંથી ઘણા લોકો ફરવા નીકળી પડ્યા છે એવામાં ગુજરાતીઓનું ફેવરિટ દિવના દરિયામાં વિદ્યાર્થી ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. સ્કૂલની પિકનિકમાં ગયેલ સ્ટુડન્ટમાં એક વિદ્યાર્થીનું દરિયાના પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું છે.

અદ્વૈત વિદ્યામંદિર સ્કૂલના વિધાર્થીઓ જસરાથી દિવના પ્રવાસે ગયા હતા. ત્યાં બધા વિદ્યાર્થીઓ દરિયામાં નહાઇ રહ્યા હતા. આ સમયે એક વિદ્યાર્થી દરિયાની મોજોની થપાટે ચડ્યો હતો અને દરિયામાં ખેંચાઇ જતાં તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે. 10માં ધોરણમાં અભ્યાસ કરતા ગર્વ ત્રિવેદીનું ડૂબી જવાથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એક સ્ટુડન્ટ દરિયામાં મૃત્યુ પહેલાનો વીડિયો પણ સામે આવ્યો છે. પીકનીક સમયે સ્ટુડન્ટ નું મૃત્યુ નીપજતા અન્ય વિદ્યાર્થીઓમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ગર્વ ત્રિવેદી નામનો સ્ટુડન્ટ ધોરણ 10માં ભણતો હતો, જેનું પ્રવાસ દરમિયાન ડૂબવાથી મોત થયું છે. હોનહાર વિધાર્થીનું મોત થતાં પરિવાર અને શાળામાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક વિદ્યાર્થી બનાસકાંઠાના લાખણીનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

મિત્રો નદીમાં કે દરિયામાં પીકનીક કે ફરવા જતાં લોકોએ ખાસ કરીને ચેતવાની જરૂર છે. અવારનવાર ડૂબી જવાથી મોતની ઘટનાનો સામે આવતી હોય છે, ત્યારે સાવચેતીના પગલા લેવા જરૂરી છે. મોજ મસ્તીનો પ્રવાસ માતમમાં ન ફેરવાઇ જાય તેની ખાસ તકેદારી રાખવી જોઇએ.

YC