દીવમાં પેરાસિલિંગ દરમિયાન દુર્ઘટના બનવાની વધુ એક ઘટનાનો વીડિયો વાયરલ, ઘટનાનો ભોગ બનેલા વ્યક્તિએ જે કહ્યું તે સાંભળીને હચમચી ઉઠશો

તહેવારોની મોસમમાં રજાઓ હોવાના કારણે ઘણા લોકો ઘરની બહાર ફરવા માટે નીકળ્યા છે, ત્યારે ગુજરાતીઓ માટે નજીકમાં આવેલું દીવ પ્રવાસન સ્થળ લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. પરંતુ ગત રોજ દીવમાં બનેલી એક દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો, જેમાં દરિયાની અંદર પેરાસિલિંગ દરમિયાન દોરડું કપાઈ જતા પેરાસિલિંગ કરી રહેલા હવામાં જ ઉડી ગયા હતા, જો કે તેમને બચાવી લેવામાં આવ્યા અને કોઈ નુકશાન થયું નહોતું.

પરંતુ આવી ઘટના બનવાનો આ પ્રથમ કિસ્સો નથી, આ પહેલા પણ આવી ઘટના બની ચુકી છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં આ ઘટનાનો ભોગ બનેલા સૌરાષ્ટ્ર, જૂનગાઢના આનદે ગુજ્જુરોક્સ ટીમ સાથે વાત કરી હતી અને તેમને દીવમાં પેરાસિલિંગ દરમિયાન થયેલા કડવા અનુભવ વિશે પણ જણાવ્યું હતું. તેમની સાથે આ ઘટના આજ વર્ષે માર્ચ મહિનામાં બની હતી, જયારે તેઓ જૂનાગઢથી દીવ ફરવા માટે ગયા હતા.

આનંદે જણાવ્યું હતું કે તે અને તેમના પત્ની નાગોઆ બીચ, દીવમાં પેરાસિલિંગ કરવા માટે ગયા હતા. ત્યાં જયારે તેમને પેરાસિલિંગ દરમિયાન ટેકઓફ કર્યું પછી થોડીવાર સુધી બંને હવામાં પેરાસિલિંગનો આનંદ પણ માણી રહ્યા હતા, પરંતુ અચાનક જ એવું બન્યું કે તેમનો અને આ ઘટના જોનારાનો જીવ પણ તાળવે ચોંટી ગયો હતો.

પેરાશૂટ થોડીવાર હવામાં રહ્યા બાદ બોટ ઉપર બાંધેલા દોરડા સમેત ધીમે ધીમે નીચેની તરફ સરકવા લાગ્યું અને ધીમે ધીમે પેરાસિલિંગ કરી રહેલું દંપતી બોટથી કેટલાય મીટર દૂર પાણીની અંદર પડી ગયું. આનંદે જણાવ્યું કે જેવા જ તે પાણીમાં પડ્યા તે હાંફળા-ફાંફળા થઇ ગયા. અચાનક તેમને પણ સમજાઈ રહ્યું નહોતું કે આખરે શું થયું છે.

10-15 મિનિટ સુધી પાણીમાં રહ્યા બાદ તેમને બોટ સાથે બાંધેલી પેરાશૂટની દોરી દ્વારા ખેંચવામાં આવ્યા અને બોટ ઉપર લઇ આવવામાં આવ્યા, આનંદ અને તેમના પત્નીએ પેરાસિલિંગ પહેલા લાઈફ જેકેટ પહેર્યું હોવાના કારણે તેમનો જીવ બચી ગયો. આ ઘટના બાદ જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે પેરાસિલિંગ કરાવી રહેલા લોકોએ તેમને બલૂન ફાટી ગયું હોવાનું કારણ આપ્યું હતું.

આ ઉપરાંત પેરાસિલિંગ કરાવી રહેલા વ્યક્તિ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે “આવી ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે, તમને કઈ થયું તો નથી ને?”  તેમને ફરિયાદ કરવાની વાત કરી તો પણ તેમને કહેવામાં આવ્યું કે, “કરી શકો છો, તમને કઈ થયું નથી, તમને બીજીવાર પેરાસિલિંગ કરાવી દઈએ.”

આ ઘટનામાં આનંદ માટે સૌથી હેરાન કરનારી એ વાત હતી કે, તેમને પેરાસિલિંગ કરતા દરમિયાન તેમના મોબાઈલની અંદર વીડિયો શૂટિંગ પણ ઓન રાખ્યું હતું, પરંતુ આ ઘટના બન્યા બાદ પેરાસિલિંગ કરાવી રહેલા લોકોએ તેમનો ફોન લઈને વીડિયોને પણ ડીલીટ કરી નાખ્યો હતો. પરંતુ આનંદે ઘરે આવ્યા બાદ સોફ્ટવેર દ્વારા આ વીડિયોને રિકવર કરાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આનંદે આ ઘટનાને લઈને પેરાસિલિંગ ચલાવી રહેલા મેનેજરને પણ ફરિયાદ કરી હતી, તે છતાં પણ તેમના વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. આનંદે પોતાના આ કડવા અને દુઃખદ અનુભવ બાદ જણાવ્યું હતું કે ત્યાં ઓથોરિટી દ્વારા આ બાબતે કોઈ પાગલ લેવવવવા જોઈએ. કારણ કે દર વખતે કોઈ બચી શકે એમ પણ ના બની શકે, ક્યારેક કોઈ દુર્ઘટનામાં કોઈનો જીવ પણ જઈ શકે છે.

 

Niraj Patel