જાણવા જેવું પ્રવાસ

દીવ ફરવા જતા કોઈની નજર પડતી તેવી રસપ્રદ બાબત જાણો આજે, 99% લોકોને ખબર નથી

ભારત તેની પ્રાકૃતિક સુંદરતા માટે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. અહીંની ઐતિહાસિક ધરોહર વિશે તો વાત જ શું કરવી. એમાં પણ એવી જગ્યા કે જ્યા ચમકતી ચાંદી જેવી રેતી, એને વારેવારે ભીની કરીને જતા દરિયાના મોજા, સૂર-સૂર ક્ષિતિજ સુધી ચોખ્ખુ પાણી, લહેરાતો ઠંડો-ઠંડો પવન અને સુંદરતા તો એવી જ કે એકવાર જોવો તો જોતા જ રહી જાઓ. આ જગ્યાની તસ્વીરો જોઈને કદાચ એવું લાગે કે કેરળનો કોઈ બીચ છે કે પછી ગોવાનો કોઈ બીચ છે, પણ આ જગ્યા છે દીવ. સુંદરતાની અહીં કોઈ જ સીમા નથી.

Image Source

ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકિનારાની સુંદરતા તો કોઈ પણ બીચની તોલે ન આવે એવી છે. અરબ સાગરના કિનારે આવેલા દીવને ગુજરાતનું ગોવા માનવામાં આવે છે. અને અહીં જ આવેલું છે ગુપ્ત પ્રયાગ. આ પ્રયાગના જીર્ણોદ્ધારના પ્રયાસો થઇ રહયા છે અને એક સમયનું ખંડેર બની ગયેલું ગુપ્ત પ્રયાગ હવે એક પ્રવાસન સ્થળ બની ચૂક્યું છે.

Image Source

આ ઐતિહાસિક સ્થળ અને અમૂલ્ય વિરાસત ગુપ્ત પ્રયાગ સાથે આપણો ઇતિહાસ જોડાયેલો છે. ભગવદ્દગીતાના એક અધ્યાયમાં ગુપ્ત પ્રયાગનું વર્ણન છે. આપણે સૌએ તુલસી વિવાહ વિશે તો સાંભળ્યું જ હશે, તેની પાછળની જાલંધર રાક્ષસ અને વૃંદાની વાર્તા જોડાયેલી છે.

Image Source

જલંધર સમુદ્રનો પુત અને લક્ષ્મીજીનો ભાઈ હતો. તેને સત્તા મળી એટલે તે બધે જ અત્યાચાર ફેલાવતો હતો. જાલંધરની પત્ની વૃંદા સતી હતી. જાલંધર ત્યારે જ મૃત્યુ પામે કે જયારે વૃંદાનું સતીત્વ ભંગ થાય. જાલંધરના અત્યાચારને અટકાવવા માટે જાલંધરને ખતમ કરવો જરૂરી હતો અને એ કરવા માટે વૃંદાના સતીત્વનો ભંગ કરવો જરૂરી હતી, જેથી ભગવાને કપટ કરવું પડ્યું.

Image Source

ભગવાન જાલંધરનું સ્વરૂપ ધારણ કરીને વૃંદાનું સતીત્વ ભંગ કરાવે છે. એ સમયે જાલંધર યુદ્ધ કરવા ગયો હોય છે. ત્યારે જાલંધરનું મસ્તક વૃંદાના ખોળામાં આવીને પડે છે અને સામે ઉભેલા જાલંધરના રૂપમાં ભગવાનને પૂછે છે કે આપણ કોણ છો? ત્યારે ભગવાન પોતાના રૂપમાં આવીને આખી વાત જણાવે છે. આ વાત જાણીને કે ભગવાને તેના પતિને મારી નાખવા માટે છળ કર્યું છે ત્યારે વૃંદાએ ભગવાનને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો અને ભગવાને વૃંદાને વનસ્પતિ બનવાનો શ્રાપ આપ્યો. જેથી વૃંદા તુલસી બની ગઈ.

Image Source

દર વર્ષે કારતક મહિનાની અગિયારસ જેને દેવઉઠી અગિયારસ પણ કહેવાય છે. આ દિવસે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. દીવમાં જે જગ્યાએ જાલંધરની મસ્તક પડ્યું હતું ત્યાં જાલંધર મંદિર હાજર છે. એ દરિયાકિનારાને જાલંધર બીચ કહેવામાં આવે છે. ભગવાન ગુપ્ત પ્રયાગમાં રહેલા જેથી એ જગ્યાનું પણ અનેરું મહત્વ છે.

Image Source

જાલંધર બીચ દીવથી એક કિલોમીટર દૂર આવેલો છે. આ બીચનું નામ જાલંધર રાક્ષસના નામ પરથી રાખવામાં આવ્યું છે અને તેનું મંદિર પાસેની જ એક ટેકરી પર આવેલું છે. શાસ્ત્રો અનુસાર, જળાંહરનું વધ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા કર્યું હતું.

Image Source

જાલંધર બીચ સુંદરતા, શાંતિ અને સોહાર્દનું સ્વર્ગ છે, જેને નરમ રેતી પર મોજ-મસ્તી કરતા કરતા રજાઓ ગાળવી હોય એ લોકો માટે આ જગ્યા શ્રેષ્ઠ છે. અહીં આવીને આખો દિવસ બેઠા-બેઠા દરિયાયના મોજાને જોવાની પણ અલગ જ મજા છે. આ બીચ પર પાણી શાંત અને ચોખ્ખું રહે છે. જે લોકોને વોટર-સ્પોર્ટ્સમાં રસ હોય એ લોકો માટે આ આદર્શ સ્થળ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.