હેલીકૉપ્ટરમાં બેસીને વર-કન્યા નીકળ્યા લગ્નના કાર્ડ વહેંચવા, કન્યાના ચહેરાની ખુશી જોઈને તમે પણ ઘાયલ થઇ જશો

દરેક વ્યક્તિ પોતાના લગ્નની યાદોને હંમેશા સાચવવા માંગે છે, વળી આજે તો લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કંઈક અવનવું કરતા પણ જોવા મળે છે. ઘણી દુલ્હનને આપણે હેલીકૉપ્ટરમાં વિદાય થતા જોઈ છે, પરંતુ હાલ જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે તે જોઈને તમે પણ હેરાન રહી જશો.

અત્યાર સુધી આપણે લોકોને લગ્નની કંકોત્રી હાથમાં આપતા કે કુરિયર દ્વારા મોકલતા જોયા હશે, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેની અંદર વર-કન્યા હેલીકૉપ્ટરમાં બેસીને પોતાના લગ્નના કાર્ડ વહેંચી રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ રીલ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો છે.

વાયરલ વીડિયોને જોઈને કેટલાક લોકો તો હેરાન પણ રહી ગયા છે. તો ઘણા લોકો આ કામને પૈસાની બરબાદી પણ કહી રહ્યા છે. વીડિયોની અંદર કન્યા જવેલરી પહેરીને બેઠેલી જોવા મળી રહી છે. કન્યાના ચહેરા ઉપર દેખાઈ રહેલી ખુશી અને ચમક જણાવી રહી છે કે તે આ લગ્નથી કેટલી બધી ખુશ છે.

ઘણા લોકો આ વાયરલ વીડિયોને જોઈને તેની સુંદરતા અને તેની સ્માઈલના વખાણ કરી રહ્યા છે તો ઘણા લોકો નેગેટિવ કોમેન્ટ પણ કરી રહ્યા છે. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે ઇન્સ્ટાગ્રામ રીલ ઉપર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ નિહાળી જરૂર લીધો છે.

Niraj Patel