બોલીવુડની બેબો ગર્લ કરીના કાપુરે હમણાં થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા શરૂ કર્યું છે. ઇન્ટાગ્રામ ઉપર પોતાનું એકાઉન્ટ બનાવટની સાથે જ થોડા સમયમાં તેના 17 લાખ કરતા પણ વધારે ફોલોઅર્સ થઇ ગયા છે.ત્યારે હાલમાં જ એક ખબર એવી આવી રહી છે કે સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન અને કરીના કપૂર વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે.

કરીના કપૂરને તેના ચાહકો સોશિયલ મીડિયા ઉપર જોવા માંગતા હતા, જેના બાદ ચાહકો અને તેના અંગતોના કહેવાના કારણે કરીનાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું અને થોડા જ સમયમાં લાખો ફોલોઅર્સ પણ તેના બની ગયા, પરંતુ આ એકાઉન્ટ બનાવ્યા બાદ વિવાદ ઉપ ઉભો થવા લાગ્યો છે.

સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન અને કરીના કપૂર વચ્ચે એક વિવાદ ચાલતો હોવાનું સામે આવી રહ્યું છે. કરીના કપૂર પોતાના ઇન્સ્ટાગ્રામમાં તેની બહેન કરિશ્મા કપૂર, સોહા અલી ખાન, ઇબ્રાહિમ ખાન, સોનમ કપૂર, મલાઈકા અરોરા, આલિયા ભટ્ટ જેવી ઘણી સેલિબ્રિટીઓને ગોળો કરી રહી છે, પરંતુ તેને સોરા અલી ખાનને ફોલો નથી કરી.
View this post on Instagram
આ તરફ સારા અલી ખાને પણ કાર્તિક આર્યન, આયુષ્માન ખુરાના, સલમાન ખાન, શાહરુખ ખાન, કૃતિ સેનન, રોહોત શેટ્ટી જેવી ઘણી સેલેબિરિટીઓને ફોલો કરે છે પરંતુ તેને કરીનાને ફોલો નથી કરી, જેને જોતા જ ચાહકોને લાગી રહ્યું છે કે કરીના અને સારા વચ્ચેના સંબંધો બગડી રહ્યા છે.
View this post on Instagram
ખુદ સારાએ એક વાર કહ્યું હતું કે તેના અને કરીના વચ્ચેના સંબંધો સારા છે. સારાએ પણ કબુલ્યું હતું કે તે કરીનાની ફ્રેન્ડ છે. પરંતુ છતાં પણ તે બંને એક બીજાને ફોલો નથી કરી રહ્યા. જેના બાદ આ વિવાદનો જન્મ થયો હોય તેમ લાગે છે. એ બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હોવાનું પણ સામે આવી રહ્યું છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.