“કમર તેરી લેફ્ટ રાઈટ” ગીત પર આ ટેણકીએ તો મનડાં મોહી લીધા હો… વીડિયો જોઈને તમે પણ કહેશો કે “આ દીકરી તો વટ્ટનો કટકો છે..” જુઓ

આ ટેણકીએ તો પોતાના ડાન્સની અદાઓથી મોટા મોટા ડાન્સરોને પણ કરી દીધા ફેલ, વીડિયો જોઈને તમે પણ તેના ફેન બની જશો… જુઓ

સોશિયલ મીદીયુંમા રોજ ઘણા બધા વીડિયો વાયરલ તથા હોય છે, જેમાં મોટાભાગના ડાન્સ વીડિયો જોવા મળે છે. તેમાં પણ જો કોઈ ગીત ટ્રેન્ડિગમાં આવી જાય તો તેના પર ધડાધડ રીલ બનવા લગતી હોય છે અને લોકો પણ આ વાયરલ ટ્રેન્ડ પર પોતાના અવનવા વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દેતા હોય છે.

ત્યારે ઘણીવાર નાના બાળકો પણ વાયરલ ટ્રેન્ડિંગ સોન્ગ પર પોતાના ડાન્સ વીડિયો બનવતા હોય છે અને તે ખુબ જ વાયરલ પણ થઇ જતા હોય છે. હાલ એવું જ એક હરિયાણવી ગીત ખુબ જ વાયરલ થઇ રહ્યું છે જેના પર લોકો ઘણા બધા ડાન્સ વીડિયો બનાવી રહ્યા છે. આ ટ્રેંડમાં એક નાની બાળકીનો પણ ડાન્સ વીડિયો સામે આવ્યો છે જેને જોઈને લોકો તેના ફેન બની રહ્યા છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક નાની ટેણકી વાયરલ ગીત “કમર તેરી લેફ્ટ રાઈટ” પર ઠુમકા લગાવી રહી છે. આ બાળકી એ રીતે ઠુમકા લગાવે છે અને ડાન્સના સ્ટેપ કોપી કરે છે કે જોનારા સૌ કોઈ તેને જ જોઈ રહ્યા છે. તેનો ડાન્સ જોઈને તો તેની આગળ મોટા મોટા ડાન્સરો પણ ફેલ થઇ જતા હોય તેમ લાગી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Dishu Yadav (@aapkidishu_)

આ વીડિયોમાં નાની બાળકી હરિયાણવી સિંગર અજય હુડાના ફેમસ ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ગાયક અજય હુડ્ડા એક સ્ટેજ પર કમર તેરી લેફ્ટ રાઈટ હાલે ગીત પરફોર્મ કરી રહ્યો છે. પીળા સ્કર્ટ ટોપ અને બ્લુ જેકેટ પહેરેલી તેની સાથે એક નાની છોકરી પણ તેના ગીત પર ડાન્સ કરી રહી છે. ત્યારે આ વીડિયો હવે લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ બાળકીના એકાઉન્ટ પર તેનું નામ દિશુ યાદવ જાણવા મળી રહ્યું છે.

Niraj Patel