મિથુન ચક્રવર્તીની પુત્રી દિશાની ચક્રવર્તી શું હોલિવૂડના આ અભિનેતાને કરી રહી છે ડેટ ? જાણો…

મિથુન ચક્રવર્તીની લાડલી દિશાનીનું કોની સાથે ચાલી રહ્યું છે ઇલુ ઇલુ? જુઓ બંનેની એકબીજા સાથેની કોઝી પળો

બોલિવૂડના ‘ડિસ્કો કિંગ’ મિથુન ચક્રવર્તીએ પોતાની કારકિર્દીની શરૂઆતથી જ લોકોના દિલ પર રાજ કર્યું હતું. મિથુને પોતાના ડાન્સિંગ અને અભિનયની કુશળતાથી દરેકનું દિલ જીતી લીધું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારું પ્રદર્શન કરવા ઉપરાંત મિથુન ચક્રવર્તી તેમના વાસ્તવિક જીવનમાં ‘સુપરહીરો’ પણ છે.

અભિનેતા મિથુનને ચાર બાળકો છે. ત્રણ દીકરા જેમના નામ મહાક્ષય, નમાશી, ઉશ્મે અને દિશાની ચક્રવર્તી નામની એક સુંદર દીકરી છે. લોકો ખાસ કરીને મિથુનના મોટા પુત્ર મહાક્ષય વિશે જાણે છે. તે પોતે એક અભિનેતા છે અને ‘અનુપમા’ અભિનેત્રી મદાલસા શર્માના પતિ છે. જોકે મિથુનની દત્તક પુત્રી દિશાની વિશે બહુ ઓછા લોકો જાણે છે પરંતુ આજકાલના દિવસોમાં દિશાની ખૂબ ચર્ચામાં રહે છે.

મિથુન ચક્રવર્તીના બંને પુત્રોએ અભિનય ક્ષેત્રે પગ મૂકી દીધો છે પરંતુ તેમની પુત્રી દિશાની ચક્રવર્તી હજુ પણ સિલ્વર સ્ક્રીનથી દૂર છે. પરંતુ દિશાની સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. અવાર નવાર તેની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી હોય છે. લોકોને દિશાની સ્ટાઈલ ખૂબ પસંદ આવે છે. દિશાની આ દિવસોમાં લોસ એન્જલસ કેલિફોર્નિયામાં છે. દિશાની ત્યાં પોતાનો અભ્યાસ કરી રહી છે. અભિનયનો અભ્યાસ કરવા માટે દિશાની અમેરિકા ગઈ હતી.

સ્ટુડન્ટ લાઈફ વિશે દિશાની સોશિયલ મીડિયા પર માહિતી આપતી રહે છે. દિશાની ચક્રવર્તીએ તાજેતરમાં એક વ્યક્તિ સાથે ઘણી તસવીરો પોસ્ટ કરવાનું શરૂ કર્યું છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આ વ્યક્તિ કોણ છે. તસવીરોમાં બંને એકદમ નજીક દેખાઈ રહ્યા છે. દિશાની ચક્રવર્તીની આ તસવીરો જોઈને સ્પષ્ટ થાય છે કે વ્યક્તિ દિશાની ખૂબ નજીક છે. બંનેની જોડી પણ સારી લાગી રહી છે.

દિશાનીને આ તસવીરો પર ફોલોઅર્સનો પ્રેમ પણ મળી રહ્યો છે. દિશાની ચક્રવર્તી સાથે ખૂબ જ કોઝી અંદાજમાં જોવા મળતો આ વ્યક્તિ એક વિદેશી અભિનેતા છે. તેનું નામ ‘Cody Sulek’છે. તેણે ‘સાન્ટા બૂટ કેમ્પ’, ‘યોર પ્રીટી ફેસ ઇઝ ગોઇંગ ટુ હેલ’ જેવી ઘણી હોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે.

દિશાની ચક્રવર્તી અને ‘Cody Sulek’ બંને એકબીજા સાથેની તસવીરો પોસ્ટ કરતા રહે છે. મીડિયા રિપોર્ટ અનુસાર દિશાની ચક્રવર્તીએ ‘Cody Sulek’ના પરિવારના સભ્યો સાથે પણ મુલાકાત કરેલી છે.

દિશાની ચક્રવર્તી પણ બાકીના સ્ટાર કિડ્સની જેમ ખૂબ જ સુંદર છે. ફિલ્મોથી દૂર રહ્યા બાદ પણ દિશાની ચક્રવર્તીનો સમાવેશ લોકોના મનપસંદ સ્ટાર કિડ્સની યાદીમાં થાય છે. સુંદર હોવાની સાથે સાથે તે એટલી સ્ટાઇલિશ છે કે બોલિવૂડની સારી અભિનેત્રીઓ પણ તેની સામે ફીકી પડી જાય છે.

Patel Meet