મનોરંજન

મિથુન ચક્રવતીની દીકરી દિશાની ચક્રવતીની બોલ્ડનેસ મામલે ફેલ છે બૉલીવુડ એક્ટ્રેસ, જુઓ બોલ્ડ અંદાજમાં તસ્વીર એક ક્લિકે

બૉલીવુડના સ્ટાર કિડ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. બોલીવુડના સસ્ટાર કિડ કોઈ ફિલ્મમાં એન્ટ્રી કરી રહ્યું છે તો કોઈ તૈયારી કરી રહ્યું છે, આ વચ્ચે એક્ટર મિથુન ચક્રવતીનો દીકરો માશી ચક્રવતીની પણ બોલીવુડમાં એન્ટ્રી થઇ ગઈ છે. મીઠું ચક્રવતીઓ દીકરો જ નહીં પરંતુ દીકરી દિશાની ચક્રવતી પણ બૉલીવુડ ડેબ્યુ માટે તૈયાર થઇ ગઈ છે. દિશાની સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. દિશાની ટેઈન ગ્લેમરસ તસ્વીરને લઈને ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયાની તસ્વીર જોઈને કહી શકાય છે કે, ખુબસુરત અને સ્ટાઈલિશ દિશાની એક્ટ્રેસોને ટક્કર આપી શકે છે.

એક્ટર મિથુન ચક્રવર્તીની પુત્રી દિશાની ચક્રવર્તી સુંદરતાની દ્રષ્ટિએ અભિનેત્રીઓને ટક્કર આપે છે. તાજેતરમાં જ તેણે ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું. જેને જોઈને તેના ફેન્સે કમેન્ટ કરી હતી કે તે તેની બોલિવૂડ ડેબ્યૂ માટે તૈયાર છે.

દિશાનીએ એક્ટર મિથુને ભલે દત્તક લીધી હોય પરંતુ તે દીકરીને બેહદ પ્રેમ કરે છે. દિશાની તેના સોશિયલ મીડિયાદ્વારા તેના પિતાને પ્રેમ કરતી નજરે ચડે છે દિશાનીના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 70,000 ફોલોઅર્સ છે. એક ફિલ્મી પરિવારમાં ઉછરેલી દિશાનીને ફિલ્મોનો ખૂબ શોખ છે. તે સલમાન ખાનની મોટી ચાહક છે.અહેવાલો અનુસાર, દિશાનીએ ન્યૂયોર્ક ફિલ્મ એકેડેમીમાંથી એક્ટિંગનો અભ્યાસક્રમ લીધો છે. તે માત્ર ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે.ઇશાનીએ 2017માં શોર્ટ ફિલ્મ ‘હોલી સ્મોક’ દ્વારા એક્ટિંગની શરૂઆત કરી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન તેમના મોટા ભાઇ ઉશ્મેયા (રિમોહ) ચક્રવર્તીએ કર્યું હતું. આ પછી તે અંડરપાસ નામની બીજી શોર્ટ ફિલ્મમાં જોવા મળી છે.

જણાવી દઈએ કે, દિશાની જયારે નાની હતી ત્યારે તેના અસલી માતાપિતા એ તેને કચરાના ઢગલામાં નાખી દીધી હતી. આસપાસના લોકોને જયારે બાળકના રડવાનો અવાજ આવ્યો ત્યારે તેને બહાર કાઢી હતી.આ વાતની જાણકારી બીજા દિવસે અખબારમાં આવતા મિથુનને ખબર પડી ત્યારે તેને પત્ની યોગિતા બાલીએ દત્તક લેવાની વાત કરી હતી.

આ બાદ યોગિતા તેના માટે તુરંત જ તૈયાર થઇ ગઈ હતી. બંનેએ કાગળ પરની કાર્યવાહી પુરી કરી નાની બાળકીને ઘરે લાવ્યા હતા. આ બાદ મિથુન અને યોગિતા બાલીએ તેનો ઉછેર સગી પુત્રીની જેમ ઉછેર્યો હતો. દિશાનીનું ધ્યાન તેના ત્રણ ભાઈઓએ પણ રાખ્યું હતું. આજે દિશાની મોટી થઈ છે અને સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.