મનોરંજન

‘દયાભાભી’ શોમાં નહીં આવે? દયાભાભીના પતિએ કાઢી રોન, જાણો વિગતે

થોડા અમય પહેલા ખબર આવી હતી કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા ભાભી એટલે કે દિશા વાંકાણી શોમાં પરત ફરી રહ્યા છે. થોડા દીવસ પહેલા દયાભાભીના ઓનસ્ક્રીન પતિ જેઠાલાલ સાથે નવરાત્રી સ્પેશિયલ એપિસોડ પણ શૂટ કરી લીધો હતો.

દયાભાભીની સીરિયલમાં રી-એન્ટ્રી માટે સ્પેશિયલ પ્લાન બનાવ્યો છે. જણાવી દઈએ કે, દિશા છેલ્લા 2 વર્ષથી શોમાં દેખાયા નથી. તે મેટરનિટી લિવ પર ગયા હતા. બાદમાં સાંભળવામાં આવી રહ્યું હતું કે, દિશાને શોના મેકર્સે સાથે કોઈ બાબતે વાંધો પડ્યો હોય તે શોમાં પરત નહીં ફરે.

 

View this post on Instagram

 

A post shared by DISHA VAKANI (@dishavakanioffcal) on


પરંતુ થોડા દિવસ પહેલા દયાભાભી અને જેઠાલાલે સીરીયલમાં પરત ફરવાને લઈને ઈશારો કર્યો હતો. શોના પ્રોડ્યુસર અસિત મોદી સાથે લાંબી વાતચીત કર્યા બાદ દિશા નવરાત્રી ટ્રેક માટે સ્પેશિયલ એપિસોડ કરવા રાજી થયા હતા. દિશાના સિરિયલમાં પરત ફરવાને લઈને દર્શકો ભલે ખુશ હોય પરંતુ દિશાના પતિ મયુર પડિયાએ કંઈક અલગ જ ખુલાસો કર્યા છે.

 

View this post on Instagram

 

Old is Gold 💫

A post shared by Disha Vakani (@disha.vakani) on

મયુરે કહ્યું હતું કે, દિશાએ હજુ થોડું જ શૂટિંગ કર્યું છે. પરંતુ દિશાએ હજુ આ વાતનો સ્વીકાર કર્યો નથી. મેકર્સ સાથેની વાતચીતનો કોઈ ઉકેલ નથી આવ્યો. તેથી દિશા કાયમ માટે આ શોમાં હાલ પૂરતી પરત ફરશે નહીં. સાથે જ કહ્યું હતું કે, મેકર્સ સાથેની વાતચીત ચાલી રહી હોય જલ્દી જ નિરાકરણ આવે તેવી આશા છે.

 

View this post on Instagram

 

#throwback 🖤😂

A post shared by Disha Vakani (@disha.vakani) on

આ બાબતે અસિત મોદીએ કહ્યું હતું કે, દિશા 2 વર્ષ બાદ શોમાં પરત ફરી રહી છે. તેને થોડું જ શૂટિંગ કર્યું છે. અમને આશા છે કે, તે ફૂલ ટાઈમ માટે સીરિયલમાં પાછી ફરશે તેવી અમને આશા છે. દિશા સાથે વાતચીત ચાલી રહી છે આશા છે કે આનું સુખદ નિરાકરણ આવશે.

આ પહેલા પણ કહ્યું હતું કે. શો કરતા કોઈ જ વ્યક્તિ મહત્વની નથી. વધુમાં કહ્યું હતું કે, દિશા અને કંપની વચ્ચે ક્યારે પણ નેગેટિવ વાત થઇ નથી. દયા વગર 2 વર્ષ સુધી શોને ખેંચવાનો પ્રયાસ કર્યો છે. હજુ અમે ઇચ્છીએ છીએ કે, તે ફરીથી શોમાં કમ બેક કરે.

 

View this post on Instagram

 

Coming Back Soon

A post shared by DISHA VAKANI (@dishavakanioffcal) on


હાલમાં જ દયાભાભીના કમબેકની વિડીયો કલીપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.