મનોરંજન

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભીની થશે ગ્રાન્ડ એન્ટ્રી, મેકર્સે બનાવ્યો કંઈક આવો પ્લાન- જાણો વિગત

જાણીતી સિરિયલ ‘તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા’ના દયાભાભી એટલે કે, દિશા વાંકાણીની કમબેકને લઈને લોકો બહુજ ઉત્સાહિત છે. ફેન્સ દિશાને જોવા આતુર થયા છે. થોડા દિવસ પેહલા અહેવાલ આવ્યા હતા કે દિશા જલ્દી જ સીરિયલમાં કમબેક કરશે. ત્યારે હાલમાં જ ખબર મળી રહી છે કે,આખરે 2 વર્ષ બાદ દિશા એટલે કે દયાભાભી સીરિયલમાં કેવી રીતે એન્ટ્રી કરશે.

 

View this post on Instagram

 

Jai Mata Di

A post shared by DISHA VAKANI (@dishavakanioffcal) on

સ્પૉટબોય પાસેથી મળેલી માહિતી અનુસાર, દિશા ટૂંકા સમયમાં જ આ સિરિયલનું શુટિંગ શરૂ કરશે. નવરાત્રી સ્પેશિયલ ટ્રેકમાં સીરિયલમાં કમબેક કરશે. ગોકુલધામના લોકો તો દયાભાભીને યાદ કરતા જ હોય છે. પરંતુ જેઠાલાલ તેની પત્ની એટલે કે દયાભાભીને સૌથી વધુ યાદ કરતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by DISHA VAKANI (@dishavakanioffcal) on

જેઠાલાલ માં અંબાની સામે જઈને સમ ખાઈ છે કે દયા જ્યાં સુધી પરત નહીં ફરે ત્યાં સુધી તે ગરબા નહીં રમે. ત્યારબાદ ગોકુલધામના લોકો દયાભાભીને શોધવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ દયાની સીરિયલમાં એન્ટ્રી થશે. મેકર્સ દયાભાભીના આ કમબેક બને તેટલું સસ્પેન્સ રાખવા માંગે છે.

 

View this post on Instagram

 

A post shared by DISHA VAKANI (@dishavakanioffcal) on

‘તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા’ ના પ્રોડ્યુસર આસીત મોદીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, દયા તરીકે દિશા વાંકાણી શોમાં પરત ફરી રહી છે. દિશા સાથે આ વાતચીત કરતા 1 મહિના જેટલો સમય થયો હતો. અમે તેને વારંવાર મનાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેનું એક જ રટણ હતું કે તેની દીકરી હજુ નાની છે. ત્યારે હવે દિશાએ આ શોમાં પરત ફરવાનું નક્કી કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by DISHA VAKANI (@dishavakanioffcal) on

જણાવી દઈએ કે, દિશા છેલ્લા 2 વર્ષથી શોમાં જોવા મળી ના હતી. 2 વર્ષથી આ શોના ચાહકો અને મેકર્સ દિશાની રાહ જોઈ રહ્યા હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.