મનોરંજન

તારક મહેતાના ચાહકો માટે ખુશ ખબરી, દયાભાભી એટલે દિશા વાંકાણીની જલ્દી જ શોમાં થઇ શકે છે એન્ટ્રી

ટીવી જગતના સૌથી ખ્યાતનામ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે દરેક ઘરની ઓળખ બની ગઈ છે. સબ ટીવી ઉપર પ્રસારિત થતા આ શોની દર્શકો કાગડોળે રાહ જોઈને બેસી રહ્યા હોય છે ત્યારે આ શોના પાત્રો પણ સૌનું દિલ જીતી લે છે. લોકડાઉનના કારણે આ શોનું પ્રસારણ અટક્યું હતું, પરંતુ આ શો હવે ફરી શરૂ થઇ ગયો છે જેના કારણે દર્શકોમાં ખુશીનો માહોલ છે. પરંતુ હવે બીજી એક ખુશ ખબરી પણ દર્શકોને બહુ જ જલ્દી મળવાના અણસાર છે.

Image Source

છેલ્લા કેટલાક દિવસથી એ ખબરો ચાલી રહી હતી કે આ શોની અંદર કેટલાક મહત્વપૂર્ણ પાત્રો શો છોડીને જઈ શકે છે. પરંતુ હાલમાં શોની અંદર રોશન સોઢીનું પાત્ર નિભાવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે ચાહકોને એક ખુશ ખબરી પણ આપી છે. તેમને આ શો છોડીને ચાલી ગયેલા દયાભાભી ઉર્ફે દિશા વાંકાણીની શોની અંદર પાછી એન્ટ્રી થઇ શકે છે એવો સંકેત આપ્યો છે.

Image Source

ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરવા દરમિયાન જેનિફરે જણાવ્યું હતું કે: “હું દિશાને સેટ ઉપર બહુ જ મિસ કરું છું, પરંતુ સમજી શકું છું કે તેમના માટે દીકરી સ્તુતિની દેખરેખ રાખવી ખુબ જ જરૂરી છે. તે પોતાના પરિવારને સમય આપવા માંગે છે અને તેમાં ખુશ પણ છે. પરંતુ મને ખબર છે તે જલ્દી જ પાછા આવશે.”

Image Source

આ પહેલા પણ જયારે તારક મહેતા શોના 12 વર્ષ  પૂર્ણ થયા હતા ત્યારે પણ ખબર આવી હતી કે એક સ્પેશિયલ એપિસોડની તૈયારી ચાલી રહી છે જેની અંદર દિશા પણ નજર આવી શકે છે. ત્યારે આ ખબર ઉપર પ્રોડ્યુસર અસિત  મોદીએ જણાવ્યું હતું કે પહેલા શૂટિંગ શરૂ થઇ જવા દો હમણાં આ બધી વાતો ઉપર ચર્ચા કરવી કે કોમેન્ટ કરવાનો કોઈ મતલબ નથી.

Image Source

અભિનેત્રી દિશા વાંકાણી સપ્ટેમ્બર 2017માં મેટરનિટી લિવ ઉપર ગઈ હતી. નવેમ્બર 2017માં તેમને એક દીકરીને જન્મ આપ્યો. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તે હજુ શોની અંદર પાછા નથી ફર્યા જેના કારણે દર્શકો તેમની વાપસીની રાહ જોઈ રહ્યા છે. આ પહેલા એવી પણ ખબર આવી હતી કે દિશાના પતિ મયુર પડિયાએ દિવસમાં માત્ર 4 કલાક અને મહિનામાં 15 દિવસ કામ કરવાની શરત રાખી હતી જેને મેકર્સ દ્વારા ના પડી દેવામાં આવી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.