મનોરંજન

પ્રખ્યાત સિરિયલ ‘તારક મહેતા…’ માં પરત ફરી રહયા છે દયાબેન, આ પાત્ર બીજું કોઈ નહિ પણ…

લોકપ્રિય સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન એટલે કે દિશા વાંકાણીના ચાહકો માટે એક ખૂબ જ સારા સમાચાર છે. માહિતી મુજબ, શોના નિર્માતાઓએ દયાબેનને ફાઇનલ કરી લીધા છે. ચાહકો માટે ખુશખબરી એ છે કે દયાબેનનું પાત્ર બીજું કોઈ નહિ પણ દિશા વાંકાણી જ ભજવશે.

 

View this post on Instagram

 

#tbt

A post shared by DISHA VAKANI (@dishavakanioffcal) on

એક અખબારી અહેવાલ અનુસાર, દિશા વાંકાણી ઉર્ફે દયાબેન આ નવરાત્રીના દિવસોમાં જ સીરિયલમાં પરત ફરી શકે છે. ખબરો અનુસાર, દિશા વાંકાણી સીરિયલના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીની શરતો પર કામ કરવા માટે માની ગઈ છે અને નિર્માતાઓએ દિશા સાથે ફરીથી કોન્ટ્રાકટ પણ કરી લીધો છે. ખુદ દિશા વાંકાણીએ પણ આ વાત સ્વીકારી લીધી છે કે તેઓ આ સીરિયલમાં પરત ફરવાના છે.

 

View this post on Instagram

 

A post shared by DISHA VAKANI (@dishavakanioffcal) on

દિશા વાંકાણીના શો છોડ્યા બાદ લાંબા સમયથી સીરિયલમાં દયાબેનનું પાત્ર ગાયબ હતું, અને દયાબેનનું પાત્ર ભજવવા માટે નવા-નવા નામો સામે આવી રહયા હતા. પરંતુ અત્યાર સુધી શોમાં કોઈની એન્ટ્રી થઇ નથી. પરંતુ હવે દયાબેનના રૂપમાં દિશા વાંકાણીને જોઈને તેમના ચાહકો ખુશ થઇ જશે.

 

View this post on Instagram

 

#trkmoc Best mate .

A post shared by Disha Vakani (@disha.vakani) on

દિશા વાકાણીના શો છોડ્યા બાદ મેકર્સ દયાબેન માટે બીજી અભિનેત્રી શોધી રહયા હતા. પરંતુ આ પાત્ર માટે તેમણે કોઈ યોગ્ય અભિનેત્રી નથી મળી. પરંતુ હવે તાજેતરમાં એક એપિસોડમાં દિશાની વાપસીના સંકેત આપ્યા છે. આ એપિસોડમાં દર્શાવવામાં આવ્યું હતું કે જેઠાલાલ ગણેશ ઉત્સવના કાર્યક્રમમાં દયાને યાદ કરે છે. ત્યાર પછી હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં જ સીરિયલમાં દયાબેન જોવા મળી શકે છે.

 

View this post on Instagram

 

Bharat mata ki jay #wc2k19🏆

A post shared by Disha Vakani (@disha.vakani) on


આ સિવાય તાજેતરમાં જ દિશા વાંકાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે, જે શોના સેટ પરની જૂની તસ્વીર છે. આ તસ્વીર પર પણ લોકો કૉમેન્ટ્સ કરી રહયા છે કે હવે જલ્દી જ વાપસી કરો. કેટલું તડપાવશો.

 

View this post on Instagram

 

A post shared by DISHA VAKANI (@dishavakanioffcal) on

દિશા વાંકાણીએ વર્ષ 2017માં એક દીકરીને જન્મ આપ્યો એ પહેલા જ તેઓ મેટરનિટી લિવ પર ચાલ્યા ગયા હતા. એ પછી શોમાં પરત ફરવા માટે દિશા પોતાના કોન્ટ્રાક્ટમાં કેટલીક નવી શરતો જોડવા માંગતી હતી, દિશાએ આવવા માટે વધુ પૈસાની માંગ કરી હતી. પરંતુ તેમની આ માંગ મેકર્સને સ્વીકાર્ય ન હતી. જેના કારણે નિર્માતાઓ અને દિશા વચ્ચે વિવાદ થયો હતો. આવી સ્થિતિમાં દયાબેનનું પાત્ર લાંબા સમયથી ગાયબ હતું.

 

View this post on Instagram

 

❤️🖤❤️🖤❤️🖤❤️🖤❤️🖤❤️🖤❤️🖤❤️🖤❤️🖤❤️🖤❤️🖤❤️

A post shared by Disha Vakani (@disha.vakani) on