છેલ્લા 12-13 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરાવી રહેલા શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દર્શકોની પહેલી પસંદ છે, આ શોની અંદરના પાત્રોને પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે. આ શોની અંદરથી ઘણા એવા પાત્રો છે જે શો છોડીને ચાલ્યા ગયા છે. આ કલાકારોની જગ્યા પણ નવા પાત્રોએ લઇ લીધી છે. પરંતુ એક એવું પાત્ર છે જેને શો છોડી દીધો હોવા છતાં પણ હજુ તેમની જગ્યા કોઈ નથી લઇ શક્યું. આ પાત્ર છે શોના દયાબેન એટલે કે દિશા વાંકાણી.
દયાબેને થોડા વર્ષ પહેલા મેટરનિટી લિવ લઈને આ શો છોડ્યો હતો, જેના બાદ તે હજુ શોમાં પરત નથી ફર્યા, જેના બાદ દિશા વાંકાણીએ એક સુંદર દીકરીને પણ જન્મ આપ્યો છે. આજે અમે તમને દિશા વાંકાણીની એ સુંદર દીકરી સ્તુતિની ક્યારેય ના જોયેલી તસવીરો બતાવીશું.
દિશા વાંકાણીના લગ્ન વર્ષ 2015માં મયુર પાંડ્યા સાથે થયા હતા. લગ્નના બે વર્ષ પછી એટલે કે વર્ષ 2017માં દિશાના ઘરે એક દીકરી સ્તુતિનો જન્મ થયો. 2017માં તેને તારક મહેતા શો છોડી દીધો હતો.
આ શો છોડવા માટે દિશા વાંકાણીએ મેટરનિટી લિવ લીધી હતી, પરંતુ તેમની રજાઓ એટલી લાંબી ચાલી કે આજે 3 વર્ષ થઇ ગયા. આ ત્રણ વર્ષમાં ચાહકોને પણ લાગી રહ્યું હતું કે દિશા આ શોમાં પરત ફરશે, પરંતુ હજુ સુધી તેમના પાછા આવવાના કોઈ અણસાર નથી મળ્યા.
7 જૂન 2018ના રોજ દિશા વાંકાણીએ પોતાની દીકરી સ્તુતિની પહેલી ઝલક ચાહકો સાથે શેર કરી હતી, દિશાએ પોતાના પતિ મયુર સાથે પોતાની દીકરીને ભગવાનના આશીર્વાદ લેવા માટે તૃપ્તિ બાલાજી લઈને આવી હતી.
દિશા વાંકાણીની દીકરીની ઘણી તસવીરો આમ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ચુકી છે, એક ફંકશનમાં પણ તેની એક તસ્વીર સામે આવી હતી.
હાલમાં દિશા વાંકાણી અભિનયની દુનિયાથી દૂર છે. ઘણીવાર તેમના તારક મહેતા શોમાં પાછા આવવાની અટકળો પણ ચાલી છે, પરંતુ કોઈ રિઝલ્ટ નથી મળ્યું. હાલ તે પોતાના પરિવાર અને દીકરી સાથે સમય વિતાવી રહી છે.