ફિલ્મી દુનિયા

રીલ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ ભાઈ-બહેન છે દયાબેન-સુંદરલાલ, કંઈક આવી છે લાઈફ સ્ટાઇલ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ દિવસ ચાલનારા કાર્યક્રમ પૈકી એક છે. હાલમાં જ આ શોએ 12 વર્ષ પુરા કર્યા છે. આ શોના બધા કિરદારોએ તેની એકિંટગથી લોકોનું દિલ જીતી લીધુ હતું.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani (@dishavakanioffcal) on

આ શોમાં દયાભાભીનો રોલ દિશા વાંકાણી નિભાવી રહી હતી. દયાના ભાઈ સુંદરલાલનો રોલ મયુર વાંકાણી નિભાવી રહ્યો હતો. પરંતુ શું તમને ખબર છે કે, તે રીલ લાઈફમાં જ નથી પરંતુ રિયલ લાઈફમાં પણ ભાઈ બહેન છે. જાણીને આશ્ચર્ય થયું ને ? પરંતુ આ સાચું છે.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani (@dishavakanioffcal) on

રિયલ લાઈફમાં મયુર દિશાનો મોટો ભાઈ છે. દિશાનો જન્મ 17 ઓગસ્ટ 1978માં ગુજરાતના અમદાવાદમાં થયો હતો. દિશાએ તેની કરિયરની શરૂઆતમાં બી-ગ્રેડ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. 1997માં આવેલી ફિલ્મ ‘કમસીન: ધ અનટચ્ડ’ માં દિશાએ બોલ્ડ સીન પણ આપ્યા હતા. આ સિવાય દિશા ગુજરાતી થિએટરમાં પણ કામ કરતી હતી. રિપોર્ટ્સ અનુસાર, દિશાને ઘણી વાર તેના રોલ માટે પૈસા પણ મળતા ના હતા. પરંતુ તેને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો કર્યા બાદ ક્યારે પણ પાછળ ફરીને જોયું નથી. આ શોના એક એપિસોડ માટે તેને 40 હજાર રૂપિયા મળતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani (@dishavakanioffcal) on

મયુરની વાત કરવામાં આવે તો તેને હેમાલી વાંકાણી સાથે લગ્ન કર્યા છે. મયુરને 2 બાળકો છે. એક રિપોર્ટ અનુસાર, તારક મહેતા શોના એક એપિસોડ માટે મયુર 20 હજાર રૂપિયા વસુલે છે. આ શોમાં કામ કરતા પહેલા મયુરે ઘણી ગુજરાતી ફિલ્મો અને સીરિયલમાં પણ કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Mayur Vakani (@mayur_vakani) on

મીડિયા રિપોર્ટ અનુસાર, દિશા અને મયુર લગભગ 35 વર્ષથી સાથે કામ કરે છે. દિશાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે જયારે 4 વર્ષની હતી ત્યારે જ થિએટર જોઈન કર્યું હતું. બંને ભાઈ-બહેન સાથે રમવા કરતા શૂટિંગમાં વધુ સમય વિતાવવા હતા.

 

View this post on Instagram

 

A post shared by Mayur Vakani (@mayur_vakani) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.