ફિલ્મી દુનિયા

સુશાંત એક્સ મેનેજર દિશાનાં મૃત્યુની પહેલાં પાર્ટી વાળો વીડિયો થયો વાયરલ? જાણો શું છે સત્ય

યંગ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહની સાથે જ તેની એક્સ મેનેજર દિશા સાલિયાનની મોતનું કારણ પણ હાલ સામે આવ્યું નથી. સુશાંત અને દિશાના મૃત્યુને જોડીને સોશિયલ મીડિયામાં ઘણી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે અને હવે દિશાના મમ્મી પપ્પા સામે આવ્યા છે

અને અફવાઓ ન ફેલાવવા માટે કહ્યું છે. હાલમાં મેનેજર દિશાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જે તેની મોતના થોડાક સમય પહેલા જ બનાવવામાં આવ્યો હતો.

ટ્વીટર પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો દિશા સાલિયાનના મૃત્યુના કેટલાક દિવસ અગાઉનો છે. ઇન્ટરનેટ પર સવાલ કરવામાં આવી રહ્યા છે કે વીડિયોમાં દિશા ખૂબ જ ખુશ દેખાય છે તો તે આત્મહત્યા શા માટે કરશે?

આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સુશાંતના મોતની ઈન્કવાયરીમાં આ ઘટનાનો પણ સમાવેશ કરી લેવો જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે સુશાંતના મૃત્યુના કેટલાક દિવસ અગાઉ તેની એક્સ મેનેજર દિશાએ પણ આત્મહત્યા કરી લીધી હતી.

આ પાર્ટીમાં દિશા તેના મંગેતર રોહન રોય અને નજીકના મિત્રો દેખાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વીડિયો દિશાના મિત્રોના વોટ્સએપ ગ્રુપ પર શેર કરવામાં આવી રહ્યો છે.

ઇન્ડિયા ટુડેની રિપોર્ટ અનુસાર જે રાત્રે મૃત્યુ થયું એ સમયે દિશા તેનાં ગ્રુપ ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરી રહી હતી. અને તે સંપૂર્ણ હેલ્થી હતી. તેણે આલ્કોહોલ લીધું હતું. પછી પોતાને ડિપ્રેસ્ડ અનુભવી રહી હતી. તે કહેવા લાગી કે તેની કોઇને ચિંતા નથી. ત્યારે જ તેનાં એક મિત્રએ તેને કહ્યું કે, દોસ્ત તુ અત્યારની પાર્ટી ખરાબ ન કર. જે બાદ દિશાએ તેની લંડનમાં રહેતી મિત્ર સાથે ફોન પર વાત કરી. અને લોકડાઉન પછી વર્ક તે શું કરશે તે અંગે પોતાનો પ્લાન જણાવ્યો. પછી દિશા તેનાં રૂમમાં જતી રહી અને દરવાજો અંદરથી બંધ કરી લીધો.

જ્યારે થોડા સમય સુધી દિશાએ દરવાજો ન ખોલ્યો ત્યારે મંગેતરે ડોરને ધક્કો મારીને ખોલ્યો.. તેમણે ત્યાં દિશાને ન જોઇ.. જે બાદ તેમણે નીચે જોયુ તો દિશા નીચે પડી હતી. સૌ કોઇ નીચે ગયા ત્યાં સુધી દિશા જીવતી હતી અને વોચમેને એમ્બ્યુલન્સને ફોન કરી દીધો હતો. તમામ દિશાને લઇને હોસ્પિટલ ગયા પણ ત્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી.

વધુમાં તમને જણાવી કે દિશાની મમ્મીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કહ્યું છે કે આ રૂમરને રોકો. અમે આને લીધે ખરાબ રીતે પરેશાન છીએ, હવે અમારી પાસે આ ખોટી ખબરો સાંભળવાની કોઇ તાકાત બચી નથી. મિનિસ્ટરોના આરોપ પર દિશાની માતાએ ગુસ્સો વ્યક્ત કર્યો છે. હાલમાં જ બીજેપી સાંસદ નારાયણ રાણેએ આરોપ લગાવ્યો હતો કે દિશા સાલિયાનની મોતથી પહેલા તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું અને તે બાદ તેની હત્યા કરવામાં આવી, આ આરોપ નારાયણ રાણેએ ઓટોપ્સી રિપોર્ટના હવાલાથી કહ્યું હતું જ્યારે સોશિયલ મીડિયા પર દિશા અને સુશાંતની મોતને જોડીને જોવામાં આવી રહી છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.