ખબર ફિલ્મી દુનિયા

બોલીવુડમાં ફરી ફેલાયો શોકનો માહોલ, આ ખ્યાતનામ અભિનેતાની સાથીએ કર્યું 14 માળેથી છલાંગ લગાવી કર્યું સુસાઇટ

કોરોના કાળ બૉલીવુડ માટે ખુબ જ દુઃખદ સાબિત થઇ રહ્યો છે, એક અપચી એક અવનવી ઘટનાઓ અને મૃત્યુનો સિલસિલો જાને ચાલી જ રહ્યો છે. હાલમાં જ બોલીવુડમાંથી જ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બોલીવુડના ખ્યાતનામ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજરે 14માં માળેથી છલાંગ લગાવીને આત્મહત્યાના સમાચાર આવતા બૉલીવુડ ફરી એકવાર શોકમાં ગરકાવ થયું છે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનજર દિશા સાલિયાને મુંબઈ સ્થિત ઘરમાંથી જ 14માં માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. દિશા આ ઘટનાના પહેલા મલાડ પશ્ચિમમાં આવેલા વિસ્તારની એક બિલ્ડિંગના 14માં માળ ઉપર જેની સાથે તેની સગાઈ થવાની હતી તે યુવક સાથે હતી. તેને પાસેની જ બોરીવલી હોસ્પિટલમાં લઇ જવામાં આવી પરંતુ ત્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી.

Image Source

પોલીસ હવે ઘટનાની તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય ઉપર નથી પહોંચી કે શા કારણે દિશાએ સુસાઇટ કર્યું છે. પોલીસ ત્યાં ઉપસ્થિત લોકોના જવાબ પણ લઈ રહી છે. પોલીસ દ્વારા દિશાના પેરેન્ટ્સના જવાબ લઇ લેવામાં આવ્યા છે તેના મંગેતરનો જવાબ હજુ લેવાનો બાકી છે.

 

View this post on Instagram

 

A post shared by Varun Sharma (@fukravarun) on

દિશાના અવસાન ઉપર બોલીવુડના ઘણા સેલેબ્રિટીઓએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. અભિનેતા વરુણ શર્મા, સોનાક્ષી સિંહ અને કોમેડિયન ભારતીએ પણ દિશાના અવસાન ઉપર શોક વ્યક્ત કર્યો છે.

Image Source

દિશાએ પોતાના કેરિયરની શરૂઆત રિલેશન્સ મેનેજરની રીતે કરી હતી, ત્યારબાદ તેને સેલેબ્રીટી ટેલેન્ટ મેનેજર સુધીની સફર પણ પૂર્ણ કરી. તે સુશાંત સિંહ રાજપૂત ઉપરાંત, ભારતી સિંહ, રિયા ચક્રવર્તી અને વરુણ શર્મા જેવા કલાકારોની મેનેજર પણ રહી ચુકી છે.

ઈશ્વર તેને આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના ! ૐ શાંતિ !!

Author: GujjuRocks Team