હાર્દિકની એક્સ ઘરવાળી નતાશા સ્ટેનકોવિકને દિશા પટણીના બોયફ્રેન્ડે પહેરાવી સાડી! સાડી પહેરતો હોટ વીડિયો વાયરલ

આ વર્ષની શરૂઆતથી જ નતાશા સ્ટેનકોવિકનું હાર્દિક પંડ્યાથી અલગ થવું એ મીડિયા માટે એક ખાસ વિષય રહ્યો છે. ત્યારે તાજેતરનાં એક વાયરલ વીડિયોમાં, ક્રિકેટર હાર્દિક પંડ્યાની ભૂતપૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક, ફિટનેસ ટ્રેનર અલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક સાથે હળવાશની ક્ષણો શેર કરે છે કારણ કે તે તેણીને સાડી પહેરાવવામાં મદદ કરે છે. આ વીડિયોને જોઈ હાર્દિક પંડ્યાના ચાહકો નતાશા સ્ટેનકોવિકને ટ્રોલ કરી રહ્યા છે. આ વાત પર ‘બે મિનિટનું મૌન…’

એલેક્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડિયોમાં, તે નતાશાની કાળી સાડીને ઝીણવટપૂર્વક પૂર્વક પહેરાવતો અને સ્ટીચિંગ કરતો બતાવે છે. તેણે ફની કૅપ્શન પણ આપ્યું, “મારે ડ્રેપર અને દરજી બનવું જોઈએ,” આ વીડિયો તેમની વચ્ચેના મિત્રતાના સંબંધને દર્શાવે છે. નતાશાએ પછીથી તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વિડિયો ફરીથી પોસ્ટ કર્યો અને ઉમેર્યું, “મારો બેસ્ટ ફ્રેન્ડ તમારા કરતા સારો છે.”

જો કે, આ દરેક દરેક વાત હાર્દિકના કેટલાક ચાહકોને ગમી ન હતી, તેઓએ તરત જ નતાશાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. છેલ્લા કેટલાક સમયથી નતાશા અને એલેક્સના સંબંધોની અટકળો ચાલી રહી છે. જ્યારે કેટલાક ચાહકોએ અનુમાન કર્યું છે કે તેઓ પિતરાઈ ભાઈઓ છે, પરંતુ હજુ સુધી નતાશાએ આમાંની કોઈપણ ધારણાઓની પુષ્ટિ કરી નથી. આ વિડિયોએ ફેન્સમાં નવી મૂંઝવણ ઊભી કરી છે, જેમાં એક યુઝરે કોમેન્ટ કરી, “શું તમે કપલ છો? હું કન્ફ્યુઝ છું.” તો બીજાએ કહ્યું,”ત્યાંના તમામ દરજીઓ માટે બે મિનિટનું મૌન.”

નતાશા અને એલેક્સ ઘણીવાર સામાજિક કાર્યક્રમોમાં સાથે જોવા મળ્યા છે, જેમાં મુંબઈમાં તાજેતરના સ્ટાર-સ્ટડેડ દિવાળીની ઉજવણીનો સમાવેશ થાય છે. આ બંનેએ મેચિંગ કપડા પહેરી ઇવેન્ટમાં હાજરી આપી હતી, જેમાં નતાશાએ ગોલ્ડ મોટિફ્સથી શણગારેલી મોહક કાળી સાડી પહેરેલી હતી, જ્યારે એલેક્સે મેચિંગ એથનિક પહેરવેશ પહેર્યો હતો.

આ વર્ષની શરૂઆતમાં હાર્દિક પંડ્યાથી તેના અલગ થયા પછી, નતાશાનું જીવન અને સંબંધો લોકો માટે રુચીનો વિષય છે. ભૂતપૂર્વ દંપતી, જેમણે 2020 માં લગ્ન કર્યા હતા, આ વર્ષની શરૂઆતમાં તેમણે છૂટાછેડાની જાહેરાત કરી હતી, જેનું કારણ તેમના પુત્ર અગસ્ત્યના શ્રેષ્ઠ હિતમાં લેવામાં આવેલ પરસ્પર નિર્ણય હતો. અલગ થવા છતાં, હાર્દિક અગસ્ત્યના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જ્યારે નતાશા પાસે તેમના બાળકની પ્રાથમિક કસ્ટડી છે.

Twinkle