પારદર્શીય ટોપ પહેરીને એરપોર્ટ પહોંચી દિશા પટની, જેણે જોયું એ બધાનું દિલ ગાર્ડન ગાર્ડન થઇ ગયેલું

અભિનેત્રી દિશા પટનીના હુસ્ન અને તેના ઝીરો ફિગરના દરેક કોઈ દીવાના હશે.દિશા પટનીએ ખુબ ઓછા સમયમાં બોલીવુડમાં પોતાનું નામ બનાવી લીધું છે.દિશા પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાના લુક્સ અને ડ્રેસિંગ સ્ટાઇલને લીધે પણ છવાયેલી રહે છે.

દિશા સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક લાજવાબ તસવીરો શેર કરતી રહે છે. એવામાં તાજેતરમાં જ દિશાને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ સમયે દિશાનો લુક જોઈને ચાહકો ફિદા થઇ ગયા હતા. દિશાએ પારદર્શીય સફેદ ક્રોપ ટોપ-જોગર્સ પહેરી રાખ્યું હતું. દિશાએ સફેદ જેકેટ પણ પોતાના કમર પર બાંધી રાખ્યું હતું. આ લુક સાથે દિશાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને કાળા ચશ્મામાં દિશા વધુ સુંદર લાગી રહી હતી. જેવી જ દિશા ગાડીમાંથી ઉતરી કે હાજર લોકોની નજરો તેના પર જ થમ્ભી ગઈ હતી અને તેની અદાઓની મોમેન્ટ મીડિયાના કેમરામાં કૈદ થઇ ગઈ હતી. દિશાના આ લુક્સને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

ફિલ્મોની વાત કરીયે તો દિશા છેલ્લી વાર સલમાન ખાન સાથે ફિલ્મ રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈમાં જોવા મળી હતી. ફિલ્મ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી. હાલ દિશા એક વિલન રિટર્ન્સના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં અર્જુન કપૂર અને જોન અબ્રાહમ પણ ખાસ કિરદારમાં જોવા મળશે.આ સિવાય દિશા ફિલ્મ યોધ્ધામાં પણ જોવા મળશે અને મુખ્ય અભિનેતા તરીકે સિદ્ધાર્થ મલ્હોત્રા હશે.

દિશા પટની અભિનેતા ટાઇગર શ્રોફ સાથેના પોતાના રિલેશનને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે. બંને ઘણીવાર એકસાથે જોવા મળે છે. જો કે બંને માંથી કોઈએ પણ પોતાના રિલેશનને કબુલ્યું નથી. દિશા અને ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ વચ્ચે પણ સારી એવી બોન્ડિંગ છે. બંને એકબીજાની તસવીરો પર ખુબ કમેન્ટ કરતી રહે છે.

આ બૉલીવુડ અભિનેત્રીની 13 જૂન 1992એ દિશાનો જન્મ થયો છે. આ અભિનેત્રીના ફેન્સ જયારે દિશાની તસવીરો જોવે છે ત્યારે ખુબ જ ખુશ થઇ જાય છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી દિશા પટનીનો જન્મ ઉત્તરાખંડના પિથોરાગઢમાં થયો છે. બાદમાં દિશા ઉત્તરપ્રદેશનાં બરેલીમાં પરિવાર સાથે રહેવા લાગી. તેના પિતાનું નામ જગદીશ સિંહ પટની છે. જગદીશ પટની DSP ઓફિસર છે. દિશાની મોટી બહેનનું નામ ખુશબૂ પટની છે.

આ અભિનેત્રીએ એમિટી યૂનિવર્સિટી નોયડાથી ઈલેક્ટ્રોનિક એન્જીનિયરિંગમાં ગ્રેજ્યૂએશન કર્યું છે. દિશાએ તેના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. તેણે વર્ષ 2013માં પોન્ડ્સ ફેમિના મિસ ઇન્ડિયામાં ભાગ લીધો હતો. જ્યાં તે ફર્સ્ટ રનર અપ રહી હતી. પછી અભિનેત્રીને ઓળખ મળી. દિશાએ કેડબરી ડેરી મિલ્કની એડ કરી છે.

દિશાના ફિલ્મી સફરની શરૂઆત 2015માં દક્ષિણ ભારતનાં પ્રખ્યાત ડિરેક્ટર પૂરી જગન્નાથની ફિલ્મ ‘લોફર’થી થઇ હતી. જેમાં તે વરૂણ તેજ સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે એક હૈદરાબાદી યુવતીનો રોલ કર્યો હતો. આ ફિલ્મથી તેનાં કરિયરને કોઇ વેગ મળ્યો ન હતો.
દિશા પટનીને 2016માં ભારતીય ક્રિકેટનાં સૌથી સફળ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર બનેલી બાયોપિક ફિલ્મ ‘ધોની- એન અનટોલ્ડ સ્ટોરી’માં કામ કરવાની તક મળી હતી. ફિલ્મમાં તે મહેન્દ્ર સિંહ ધોનની પહેલી પ્રેમિકા ‘પ્રિયંકા’નાં પાત્રમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે દિગ્ગજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી.

આ હિરોઈનને ફિલ્મ ‘ધોની એન અનટોલ્ડ સ્ટોરી’ માટે સ્ક્રીન એવોર્ડ હેઠળ બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ફિલ્મ ઉપરાંત દિશા પટનીનાં અફેરની ચર્ચા પણ ખૂબ રહી છે. દિશા પટનીનું પહેલું અફેર ટીવીનાં જાણીતા એક્ટર પાર્થ સમથાન સાથે હતું. તે પાર્થને એક વર્ષ સુધી ડેટ કર્યો હતો. જે બાદ અચાનક જ બંનેનું બ્રેકઅપ થઇ ગયુ હતું. પાર્થ સાથે બ્રેકઅપ બાદ દિશા ટાઇગરને મળી અને દિશા લાંબા સમયથી ટાઇગર શ્રોફને ડેટ કરી રહી છે. જોકે, હજુ સુધી તેમણે તેમનાં સંબંધો પર કોઇ જ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું નથી.

મીડિયા રિપોર્ટ અનુસાર અભિનેત્રી મુંબઇ આવી ત્યારે ફ્કત 500 રૂપિયા તેની પાસે હતાં. દિશાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હું એકલી રહેતી હતી અને કામ કરતી હતી. મે મારા પરિવાર પાસે ક્યારેય કોઇ મદદ નથી માંગી આજે દિશાનું મુંબઇનાં બાન્દ્રામાં પોતાનું ઘર છે. આ નવો એપાર્ટમેન્ટ વર્ષ 2017માં તેણે ખુદને ગિફ્ટ આપ્યો હતો. દિશાનાં આ ઘરનું નામ ‘લિટલ હટ’ છે. જેની કિંમત 5 કરોડ રૂપિયા છે.

જુઓ દિશાનો વીડિયો…

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

Krishna Patel