બિકિની બેબ બની સંસ્કારી ! સલમાન ખાનની બહેન અર્પિતાની ઇદ પાર્ટીમાં દિશા પટનીએ સંસ્કારી બનીને આવી, જુઓ PHOTOS

બિકીની પહેરવાની શોખીન દિશાએ સાડી પહેરીને લૂંટી મહેફિલ, ‘સંસ્કારી અવતાર’ જોઇને ફેન્સ મુંજાઈ ગયા, જુઓ ધમાકેદાર તસવીરો

Disha Patani in Emerald Green Saree : બોલિવૂડમાં (Bollywood) દરેક તહેવાર ખૂબ જ સુંદર રીતે ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં કોઈ ઈદની પાર્ટી કેવી રીતે ચૂકી શકે ? હાલમાં જ અર્પિતા ખાન અને આયુષ શર્માએ તેમના ઘરે ઈદ (Eid 2023) પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ઈન્ડસ્ટ્રીના લગભગ તમામ સેલેબ્સે હાજરી આપી હતી. તમને જણાવી દઈએ કે આ અવસર પર ઘણી અભિનેત્રીઓ ગોર્જિયસ લુકમાં જોવા મળી હતી, જેમણે પાર્ટીની લાઇમલાઇટ લૂંટી લીધી હતી.

આ પાર્ટીમાં કેટરિના કૈફથી લઈને શહનાઝ ગિલ તેમજ પલક તિવારી સુધી અનેક હસીનાઓ પોતાની સુંદરતા ફેસાવતી જોવા મળી હતી. કેટરિના કૈફ અને શહનાઝ ગિલ સિવાય આ પાર્ટીમાં બોલિવૂડની અન્ય અભિનેત્રીઓ પણ જોવા મળી હતી. જેમાં દિશા પટની, પલક તિવારી, કૃતિ ખરબંદા, ધોનીની પત્ની સાક્ષી, અભિનેત્રી નેહા શર્મા, તેની બહેન આયશા શર્મા, સંગીતા બિજલાની, પૂજા હેગડે, કંગના, તબ્બુ, હુમા કુરેશી, અંશુલા કપૂર, ઈશિતા દત્તા સહિત અનેક સ્ટાર્સે પોતાની સુંદરતાથી લોકોને દિવાના બનાવ્યા હતા.

જે ઘણીવાર તેની બહેન સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, પણ આ પાર્ટીમાં જોવા મળી હતી. આ વીડિયો બીજા કોઇનો નહિ પણ અભિનેત્રી દિશા પટનીનો (Disha Patani) છે. દિશા પટની તેના બોલ્ડ અને ગ્લેમરસ લુકથી અવાર નવાર ચાહકોને ચોંકાવતી રહે છે. પણ આ વખતે એવું ન થયું. અભિનેત્રી સુપરસ્ટાર સલમાન ખાનની (Salman Khan) બહેન અર્પિતા ખાન શર્માની ઈદ પાર્ટીમાં હાજરી આપવા પહોંચી ત્યારે તેને જોઇ ચાહકો સ્તબ્ધ રહી ગયા.

દિશાએ ગ્રીન ડિઝાઇનર સાડી પહેરી હતી અને આવી રીતે બિકી બેબને સંસ્કારી ગર્લ બનીને જોઇ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પોતાના બોલ્ડ લુકથી ઈન્ટરનેટ જગતમાં ખળભળાટ મચાવનાર અભિનેત્રી દિશા પટનીનો આ લુક જોઈને લોકો ઈન્ટરનેટ પર ઘણી ચર્ચાઓ મેળવી રહ્યો છે. પોતાના બધા લુકમાં બોલ્ડનેસનો ઉમેરો કરનાર દિશા આ દરમિયાન તેના સિમ્પલ લુકથી ચાહકોને આશ્ચર્યચકિત કરતી જોવા મળી હતી.

ઘણીવાર સાડીમાં પણ અભિનેત્રી પોતાની બોલ્ડનેસ બતાવવામાં પાછળ નથી રહેતી, પણ આ વખતે તેણે આવું ન કર્યુ. દિશાએ સાડી સાથે સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો હતો. આ દરમિયાન દિશા એમએસ ધોની-અનટોલ્ડ સ્ટોરીની પ્રિયંકા જેવી દેખાતી હતી. જેને જોઈને લોકો તેના વખાણ કરતા જોવા મળ્યા હતા.

થોડા સમય પહેલા સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનની અભિનેત્રી પલક તિવારીએ સેટ પર નેકલાઈન ન દર્શાવતા કપડા સંબંધિત માર્ગદર્શિકા વિશે વાત કરી હતી અને આને લઇને ભારે હોબાળો પણ મચી ગયો હતો.ત્યારે હવે દિશાનો ઇદ પાર્ટીમાં આ લુક જોયા બાદ ઘણા લોકો તેના વખાણ કરી રહ્યા છે. જો કે, કેટલાક એવા પણ છે કે જેણે દિશાને સંભળાવી હતી. એકે લખ્યું- આજે તે પૂરા કપડા પહેરીને આવી છે. ત્યાં બીજા એકે લખ્યું- આજે સ્ટાઇલ બદલાયેલી દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina